Connect Gujarat
ગુજરાત

જંબુસર તાલુકાના ટુંડજ પ્રાથમિક મિશ્ર શાળાના બાળકોમાં સ્લેબ તૂટી પડવાનો ભય

જંબુસર તાલુકાના ટુંડજ પ્રાથમિક મિશ્ર શાળાના બાળકોમાં સ્લેબ તૂટી પડવાનો ભય
X

જંબુસર તાલુકાના ટુંડજ ગામની પ્રાથમિક મિશ્ર શાળામાં ધોરણ 1 થી 8 માં અભ્યાસ કરતી 73 છોકરીઓ અને 77 છોકરાઓ મળી કુલ 150 વિદ્યાર્થીઓ 7 રૂમોમાં અભ્યાસ કરે છે જે પૈકી 5 રૂમોમાં મોટી તિરાડો તથા તળિયાના પથ્થરો ઉખડી ગયેલા અને ચોમાસામાં સ્લેબમાંથી ખુબજ મોટા પ્રમાણમાં પાણી પડતું હોય છે અને બાળકોને બેસવામાં મુશ્કેલી પડી રહી છે.

[gallery td_select_gallery_slide="slide" ids="43547,43548,43549,43550"]

ઉલ્લેખનીય છે કે આ ઇમારત 2001ની સાલમાં બનાવવામાં આવી હતી અને હાલની ઇમારતની સ્થિતિ જર્જરિત થઇ ગયી છે અને આ ઇમારતમાં અભ્યાસ કરતા બાળકોના માથે ભય તોળાતો હોવાથી બાળકોને ભળતરમાં ખૂબજ માઠી અસર પડી રહી છે. જર્જરિત ઇમારતની સ્થિતિ જોઈને સ્કૂલના એસ.એમ.સી. સભ્યો ઘ્વારા માંગણી કરવામાં આવી હતી કે જર્જરિત ઇમારતની જગ્યાએ નવું મકાન ફાળવવામાં આવે તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને 8/2/2017 ના રોજ પત્ર લખી જે તે સમયના આચાર્ય ઘ્વારા જાણ કરવામાં આવી હોવા છતાંય આજ દિન સુધી સદર ઇમારત અંગેનો પ્રશ્ન હલ થયેલ નથી.

Next Story