Connect Gujarat
ગુજરાત

જંબુસર પાસેથી પાસ પરમીટ વગર ગાય-વાછરડા ભરેલ ટ્રક ઝડપાયી

જંબુસર પાસેથી પાસ પરમીટ વગર ગાય-વાછરડા ભરેલ ટ્રક ઝડપાયી
X

જંબુસર જીવદયા ગૌરક્ષા સમિતિના કાર્યકરો ઘ્વારા સાત ઓરડી રેલવે ફાટક પાસેથી પાસ પરમીટ વગર તથા ઘાસ પાણી વગર ગુજરાત બહાર લઈ જવાતી ગાય-વાછરડા ભરેલ ટ્રક ઝડપી પાડી પોલીસને હવાલે કરી હતી.

[gallery td_select_gallery_slide="slide" ids="44017,44019,44020"]

પ્રાપ્ત માહિતી અનુસાર બપોરે સાડા ત્રણના અરસામાં જીવદયા ગૌરક્ષા સમિતિના પ્રમુખ પારૂલબેન ભૂપતસિંહ પરમારને અંગત બાતમીદાર દ્વારા જાણવા મળેલ કે પાદરા તરફથી એક ટ્રકમાં ગેરકાયદેસર રીતે ગાયો ભરીને આવે છે જે આધારે પોતાના કાર્યકરો સાથે જંબુસરની સાત ઓરડી રેલવે ફાટક પાસે વોચમાં હતા. તે સમયે પાદરા તરફથી ટ્રક આવતા તેને ઉભી રાખેલ ટ્રકના ડ્રાઇવર ઇલ્યાસહસન નુરભાઇ મોતિયાની એ ટ્રકની પાછળના ભાગે બોડી ઉપર તાડપત્રી બાંધેલી જે ખોલીને જોતાં ટ્રકમાં ગાયો નંગ સાત, નાના વાછરડા નંગ છ, નાની વાછરડી નગ એક તથા એક આંખલો હલનચલન કરી ન શકે તે રીતે ભરી લાવી, ઘાસચારો-પાણીની કોઇ સુવિધા રાખ્યાવગર ટ્રકમાં ગાયો ભરી લાવી ગુજરાત સરકારના પરિપત્રનું ઉલ્લંઘન કરી ક્રૂરતા પૂર્વક ભરી બીજા રાજ્યમાં લઈ જતો હોય જે આધારે જંબુસર પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાવેલ છે. જંબુસર પોલીસે પ્રાણી સંરક્ષણ સુધારા અધિનિયમ સહિત ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

Next Story