Connect Gujarat
દેશ

જમ્મુ કશ્મીર માં ભયાનક હાદસો : બસ ખીણમાં પડતાં 30 થી વધુના મોત

જમ્મુ કશ્મીર માં ભયાનક હાદસો : બસ ખીણમાં પડતાં 30 થી વધુના મોત
X

જમ્મુ-કાશ્મીરનાં કિશ્તવાડ જિલ્લાનાં કેવાસન વિસ્તારમાં આજે સવારે એક મિની બસ ખીણમાં પડી જતા તેમા સવાર થયેલા 33 લોકોનાં મોત થયા હોવાની વાત સામે આવી છે તો આ ઘટનામાં 22 જેટલા લોકો ઘાયલ થયા હોવાનું પણ સામે આવ્યું છે દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકોને નજીકની હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર આ મિની બસ કેશવનથી કિશ્તવાડ તરફ જઇ રહી હતી. ઘટના સ્થળે હાજર રહેલા લોકોની માનીએ તો આ બસ ઓવર લોડ હોવાના કારણે આ ઘટના સર્જાઈ હતી

આ સમગ્ર ઘટના જ્યાં બની એ વિસ્તાર જમ્મુથી 23 કિલોમીટર ના અંતરે આવેલું છે અને આ ઘટના આજે સવારના 8 વાગ્યાની આસપાસ બની હતી સ્થાનિકો ના કહવા પ્રમાણે આ ઘટનામાં લગભગ 33 જેટલા લોકોના મોત થયા છે અને ઘણા લોકો ઇજાગ્રસ્ત થયા છે જ્યારે એમાના 5 લોકો ને અતિ ગંભીર પરિસ્થિતિમાં હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે

Next Story