Connect Gujarat
ગુજરાત

જમ્મુ કાશ્મીરમાં ઈન્ફ્રાસ્ટ્રકચરના અભાવે સારા ક્રિકેટરો બહાર આવતા નથી,પરવેઝ

જમ્મુ કાશ્મીરમાં ઈન્ફ્રાસ્ટ્રકચરના અભાવે સારા ક્રિકેટરો બહાર આવતા નથી,પરવેઝ
X

જમ્મુ કાશ્મીર ક્રિકેટ ટીમના વાઈસ કેપ્ટન પરવેઝ રસુલે કાશ્મીરી ક્રિકેટ અંગે ખુલ્લા મને કરી ચર્ચા

દેશના બે ખુબસૂરત રાજ્યો ગોવા અને જમ્મુ કાશ્મીર વચ્ચે સુરતમાં રણજી મેચ આજથી શરુ થઈ છે. ત્યારે કાશ્મીરની સ્થિતી હાલ ગમે તેવી હોય પરંતુ ક્રિકેટના ખેલાડીઓ સારી સ્થિતીમાં આવી ગયા હોવાનું જમ્મુ કાશ્મીરની રણજી ટીમના વાઈસ કેપ્ટન પરવેઝ રસુલે જણાવ્યુ હતુ. આ સાથે જ પરવેઝે જમ્મુ કાશ્મીરના ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસની જરૂર હોવાનું જણાવી ઉગતા ખેલાડીઓને યોગ્ય દિશા મળી રહે તેવુ સુચન કર્યું હતું.

accfeeec-7743-4cfc-ae35-315642f2d028

ગુજરાત ક્રિકેટ એસોસિએશન અને સુરત ડિસ્ટ્રીક્ટ એસોસિએશનના ઉપક્રમે સુરતના લાલભાઈ સ્ટેડિયમમાં આજથી જમ્મુ કાશ્મીર અને ગોવા વચ્ચેક્રિકેટનો મુકાબલો શરૂ થયો છે. જે અગાઉ જમ્મુ કાશ્મીરના વાઈસ કેપ્ટન પરવેઝ રસુલે ખાસ વાતચીત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, ‘જમ્મુ-કાશ્મીરમાં હિંસા વચ્ચે ક્રિકેટને ધબકતી રાખવામાં અમારુ સ્થાનિક એસોસિએશન સરેઆમ નિષ્ફળ રહ્યું છે. સરકારે જમ્મુ-કાશ્મીરમાં ક્રિકેટના વિકાસ અને ઇન્ફ્રાસ્ટ્રકચર પર ધ્યાન આપવાની વધારે જરૂર છે. યુવા ટેલેન્ટની કોઈ કમી ન હોવા છતાં માત્રને માત્ર ક્રિકેટીય ઇન્ફ્રાસ્ટ્રકચર ખાડે ગયું હોવાથી કાશ્મીર વેલીમાં ક્રિકેટને જોઈએ તેટલું પ્રોત્સાહન મળતુ નથી.

જોકે પરવેઝે નરેન્દ્ર મોદી અંગે વાત કરવાનું ટાળીને ફરીથી રટણ કર્યુ હતું કે, જમ્મુ-કાશ્મીરમાં ક્રિકેટના વિકાસ અને ઇન્ફ્રાસ્ટ્રકચર પર ધ્યાન આપવાની સરકારે જરૂર છે. અમારે ત્યાં ક્રિકેટ રમવાની કોઈ સુવિધા નથી. મેદાનો સરખા નથી. પીચ સારી નથી. કોચ સારા નથી. કરફ્યુની સ્થિતિ હોય તો પ્રેક્ટિસ સુધ્ધા થતી નથી. એકવાર ક્રિકેટની સીઝન પૂરી થાય એટલે અમારે પણ બેસી રહેવું પડે છે. અન્ય પ્રદેશના ક્રિકેટરોની જેમ ઓફ સીઝનમાં પણ પ્રેક્ટિસ કરીને ફિટનેસ જાળવી રાખે છે એવું અમે કરી શકતા નથી. જો ખૂબ જરૂર હોય તો જમ્મુમાં જવું પડે છે.

4efb4108-0558-49a8-ab4f-a5b80d6dddcc

કાશ્મીરની ભૌગોલિક પરિસ્થિતી ક્રિકેટ માટે થોડી વિષમ કહી શકાય એમ છે કારણ કે, બરફની વર્ષા થાય છે ત્યારે પ્રેક્ટિસ કરવી શકય થતી નથી. જેથી ખેલાડીઓને અન્ય જગ્યાએ જવું પડતું હોય છે. જે દરેક માટે શક્ય નથી. તેમ છતાં ઉત્સાહી અને ટેલેન્ટ ક્રિકેટરો આગળ આવી રહ્યાં છે જે તેમની ખૂમારી દર્શાવે છે. કાશ્મીરી યુવકોને ક્રિકેટનો ભારે શોખ છે.

વાઇસ કેપ્ટન પરવેઝ રસુલે પ્રહાર કરતાં જણાવ્યુ હતુ કે, મેં મારા કરિયરમાં ક્યારેય જોયુ નથી કે અન્ડર-14, 16 કે 18ની મેચો એસોસિએશને રમાડી હોય. અમારે ત્યાં ફાસ્ટ બોલરોની જાણે ખાણ છે. કદ-કાઠીથી અમારે ત્યાંના ખેલાડીઓ બીજા અન્ય સ્ટેટથી ચડિયાતા છે. ફાસ્ટ બોલરો માટે જોઇતી તાકાત ધરાવે છે. આ ઉપરાંત મહેનતુ પણ છે. આ પ્રદેશ દેશના ક્રિકેટના વિકાસમાં અનેક રીતે મદદ કરી શકે છે.

a4df9da1-e73d-4cb3-90eb-42f7a87e793e

ટીમના વાઇસ કેપ્ટન પરવેઝ રસુલે તો ત્યાં સુધી કહ્યુ હતુ કે, જમ્મુ-કાશ્મીર ક્રિકેટ એસોસિએશન ડિસ્ટ્રિક્ટ મેચ સુધ્ધા રમાડતુ નથી એટલે બીસીસીઆઇએ સમગ્ર એસોસિએશન ટેકઓવર કરી લેવું જોઇએ.સ્થાનિક એસોસિએશન ડિસ્ટ્રિક્ટ મેચો રમાડતુ નથી. જેથી બીસીસીઆઈએ પોતાના હાથમાં સમગ્ર તંત્ર લઈને કાશ્મીરી ક્રિકેટનો વિકાસ કરવો જોઈએ. જેથી આગામી દિવસોમાં સારા ક્રિકેટરો દેશને મળી શકે.

વધુમાં પરવેઝે જણાવ્યુ હતુ કે, મહેન્દ્રસિંહ ધોનીની બાયોગ્રાફી ફિલ્મમાં બતાવાયું છે કે, નાના સ્ટેટ એસોસિએશનમાં કેવા હાલ હોય છે. અમારી સ્થિતિ પણ એવી જ છે. યોગ્ય સવલતો મળતી નથી. જેથી ટેલેન્ટને રઝળવાનો વારો આવે છે. પરવેઝ રસુલે સર્જિકલ સ્ટ્રાઇક, પ્રદેશની હિંસા સહિત અનેક સળગતા સવાલોનો જવાબ આપવા નો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો હતો.

Next Story