Connect Gujarat
દેશ

જમ્મુ કાશ્મીરમાં ઘૂસણખોરી કરતા 2 આતંકવાદી ઠાર

જમ્મુ કાશ્મીરમાં ઘૂસણખોરી કરતા 2 આતંકવાદી ઠાર
X

ઉત્તરી કાશ્મીરમાં બારામૂલ્લા જિલ્લાના ઉરી સેક્ટરમાં સેનાએ આજે ઘૂસણખોરીની એક કોશિશની નિષ્ફળ બનાવી દીધી. આ દરમિયાન થયેલી અથડામણમાં બે આતંકવાદીઓ ઠાર કરાયા. સેનાનું સર્ચ અભિયાન હજુ ચાલુ છે. અત્રે જણાવવાનું કે જમ્મુ અને કાશ્મીરમાં આતંકીઓ વિરુદ્ધ સુરક્ષાદળો સતત એક્શન મોડમાં છે. હાલમાં જ સેના તરફથી કહેવામાં આવ્યું હતું કે રાજ્યમાં લગભગ 115 આતંકીઓ એક્ટિવ છે. મોટાભાગના આતંકીઓ દક્ષિણ કાશ્મીરમાં છે.

સેનાના ઓફિસર બીએસ રાજુએ 3 નવેમ્બરના રોજ જાણકારી આપી હતી કે આ 115 આતંકીઓમાંથી 99 લોકલ આતંકીઓ છે અને 15 વિદેશી છે. તેમણે એમ પણ જણાવ્યું કે સેનાએ છેલ્લા 6 મહિનામાં લગભગ 80 આતંકીઓને મોતને ઘાટ ઉતારાયા છે. અત્રે જણાવવાનું કે ભારતીય સેનાએ થોડા સમય પહેલા જ ઘાટીમાં આતંકીઓનો સફાયો કરવા માટે ઓપરેશન ઓલઆઉટ લોન્ચ કરવામાં આવ્યું હતું.

Next Story