Connect Gujarat
દેશ

જમ્મુ-કાશ્મીર: સુરક્ષાબળો- આતંકીઓ વચ્ચેની અથડામણમાં પાંચ આતંકીઓ ઠાર

જમ્મુ-કાશ્મીર: સુરક્ષાબળો- આતંકીઓ વચ્ચેની અથડામણમાં પાંચ આતંકીઓ ઠાર
X

શોપિયામાં જવાનોએ હિજબુલના 5 આતંકીઓને કર્યા હતા ઠાર

જમ્મુ-કાશ્મીરના શોપિયા જિલ્લાના કિલૂરા વિસ્તારમાં સુરક્ષાબળોએ હિજબુલના પાંચ આતંકીઓને ઠાર કરી દીધા છે. કિલૂરામાં સુરક્ષાબળો અને આતંકીઓ વચ્ચે શુક્રવારે મોડી રાતે એન્કાઉન્ટર શરૂ થયું હતું. આ વિસ્તારમાં હજુ પણ અમુક આતંકીઓ છુપાયા હોવાની માહિતી મળી છે. સેનાએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે. મોડી રાતથી અહીં ફાયરિંગ ચાલી રહ્યું છે. તેમાં લશ્કરના કમાન્ડરને ઠાર કરવામાં આવ્યો છે. આજે સવારે પણ થયેલા ગોળીબારમાં ચાર આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે.

સેનાએ એન્કાઉન્ટરમાં મારવામાં આવેલા લશ્કરના કમાન્ડરની લાશનો ગઈ કાલે રાતે કબજો મેળવી લીધો છે. તેની ઓળખ ઉમર મલિક તરીકે કરવામાં આવી છે. તેની પાસેથી એક એકે-47 પણ મળી આવી છે. બીજી બાજુ શ્રીનગરમાંથી હેન્ડ ગ્રેનેડ સાથે બે શંકાસ્પદ લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે. તેમની સીઆરપીએફ, રાષ્ટ્રીય રાઈફલ્સ અને એસઓજીના જવાનોએ પાંઠા ચોકથી ધરપકડ કરીને જમ્મુ-કાશ્મીર પોલીસને સોંપી દીધા છે.

Next Story