Connect Gujarat
દેશ

જમ્મૂ-કાશ્મીર : શ્રીનગરમાં સુરક્ષા બળો અને આતંકવાદીઓ વચ્ચે થઈ અથડામણ , ત્રણ આતંકીઓ ઠાર

જમ્મૂ-કાશ્મીર : શ્રીનગરમાં સુરક્ષા બળો અને આતંકવાદીઓ વચ્ચે થઈ અથડામણ , ત્રણ આતંકીઓ ઠાર
X

જમ્મૂ-કાશ્મીરની રાજધાની શ્રીનગરના ફતેહ કદાલ વિસ્તારમાં સુરક્ષા બળો અને આતંકવાદીઓ વચ્ચે શસસ્ત્ર અથડામણ ચાલી રહી છે. આ વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયેલા હોવાની જાણકારી મળ્યા બાદ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં લશ્કર-એ-તોયબાના ત્રણ આતંકીઓ ઠાર થયા છે.ફતેહ કદલ વિસ્તારમાં કેટલાક આતંકીએઓ છુપાયેલા હોવાની સુરક્ષા બળોને ગઈ કાલે મંગળવારે જાણકારી મળી હતી. આ સાથે જ સુરક્ષા બળોએ અર્ધસૈનિક બળ અને સ્થાનિક પોલીસ સાથે મળીને અભિયાન હાથ ધર્યું હતું.

અથડામણ આજે સવારે શરૂ થઈ હતી. સર્ચ ઓપરેશન દરમિયાન છુપાઈને બેઠેલા આતંકીઓએ સુરક્ષાબળો પર ગોળીબાર કરતા અથડામણ શરૂ થઈ હતી. આ અથડામણમાં લશ્કરનો ટોચનો કમાંડર પણ શામેલ હતો. માનવામાં આવે છે કે આ આતંકીઓને સુરક્ષા બળો ઘણા સમયથી શોધી રહ્યાં હતાં. આખરે તેઓ હાથ લાગતા તેમને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે. આ અથડામણમાં એક પોલીસકર્મી પણ શહીદ થયો છે. તેવી જ રીતે અર્ધસૈનિક બળના ત્રણ જવાનો ઘાયલ થયા હોવાનું પણ જાણવા મળે છે.

શ્રીનગરના ફતેહ કદાલ વિસ્તારમાં આ અથડામણ ચાલી રહી છે. સુરક્ષા બળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે. આ અથડામણ હજી થોડો સમય યથાવત રહે તેવી શક્યતા છે.

Next Story