Connect Gujarat
ગુજરાત

જસદણ પેટા ચૂંટણીમાં 100 વર્ષથી વધુ વયના 60 મતદારો કરશે મતદાન, યુવાનોને આપશે પ્રેરણા

જસદણ પેટા ચૂંટણીમાં 100 વર્ષથી વધુ વયના 60 મતદારો કરશે મતદાન, યુવાનોને આપશે પ્રેરણા
X

લોકશાહીમાં ચૂંટણીનું મહત્વ સૌથી વધુ હોઈ છે. જ્યારે જ્યારે ચૂંટણી શબ્દનો પ્રયોગ થાય છે. ત્યારે ત્યારે મતદાન નામના શબ્દનો પણ પ્રયોગ થતો જોવા મળે છે. સરકારી તંત્ર અને ચૂંટણી પંચ દ્વારા મતદાતાઓને મતદાન કરવા માટે પ્રેરીત કરતા અનેક કાર્યક્રમો અને જાહેર ખબરો પણ આપવામા આવે છે. જો કે દર વખતે મતદાન 30થી 35 ટકા ઓછુ થતુ જોવા મળે છે.

બે દિવસ બાદ જસદણની પેટા ચૂંટણી માટે મતદાન યોજાવા જઈ રહ્યુ છે. ત્યારે કનેકટ ગુજરાતે જસદણના સૌથી વધુ વયના ઉમેદવાર રાણીમા સાથે વાતચીત કરી તેમનો મતાધિકાર અંગે મત જાણવાનો પ્રયત્ન કર્યો છે. કનેકટ ગુજરાત સાથેની વાતચીતમા રાણીમા કહે છે કે તેઓની ઉંમર 112 વર્ષ છે. તેઓ જસદણના જંગવડ ગામે રહે છે. પોતે અત્યાર સુધીમા પાંચ પેઢી જોયેલા નુ વર્ણવે છે તો સાથે જ મતદાન ફરજીયાત કરવુ જોઈએ તેમજ તેને ગુપ્ત રાખવાનુ પણ જણાવે છે.

કનેકટ ગુજરાતની ટીમે જ્યારે તેમને પ્રશ્ન કરેલો કે આ વખતે તમે મતદાન કરવા જવાના છો કે કેમ ત્યારે રાણીમાએ કહ્યુ હતુ કે હજુ મે ગયા વર્ષે તો મતદાન કર્યુ હતુ, ઉલ્લેખનીય છે કે ગત વર્ષે ગુજરાત વિઘાનસભાની ચૂંટણી યોજાઈ હતી. જેમા જસદણ વિધાનસભાની બેઠક પર પણ મતદાન યોજાયુ હતુ. જે બાદ પરિણામોમા જસદણ વિધાનસભાની બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ભોળાભાઈ ગોહિલ વિજયી બન્યા હતા. જો કે પક્ષપલ્ટાની વાતથી અપરિચીટ આ રાણીમા આ વખતે પણ મતદાન કરવા જશે જ તેવુ તેમને જણાવ્યુ હતુ.

જસદણની પેટા ચૂંટણીમા 100 વર્ષ વટાવી ચુકેલા 60 મતદારો મતદાન કરશે

ચૂંટણી પંત પાસે અને જે તે જિલ્લાના વહિવટી તંત્ર પાસે પોતાના ક્યા વિસ્તારમા કઈ વયના કેટલા મતદારો છે તેની માહિતી હોઈ છે. ત્યારે આ વખતે જસદણ વિધાનસભાની પેટા ચૂંટણીમા 1600થી વધુ યુવાન મતદારો છે કે જેઓ પ્રથમ વખત મતદાન કરશે. તો બિજી તરફ એવા પણ મતદારો છે કે જેઓ 100 વર્ષથી વધુ વયના છે.

Next Story