Connect Gujarat
ગુજરાત

જસદણ પેટા ચૂંટણી સંદર્ભે આચારસંહિતાને લઈ કલેક્ટરે વધુ સાત જાહેરનામા પ્રસિધ્ધ કર્યા 

જસદણ પેટા ચૂંટણી સંદર્ભે આચારસંહિતાને લઈ કલેક્ટરે વધુ સાત જાહેરનામા પ્રસિધ્ધ કર્યા 
X

જસદણ વિધાનસભાની પેટા ચૂંટણી માટેનો જંગ જામ્યો છે. ત્યારે પોતાની શાખ જાળવી રાખવા ભાજપ-કોંગ્રેસ એડીચોટીનું જોર લગાવી મતદારોને મનાવવા પ્રયાસો કરી રહ્યા છે. તો બીજી તરફઉ આદર્શ આચારસંહિતાની અમલવારી માટે તંત્ર પણ કમર કરી રહ્યું છે. જેના ભાગરૂપે જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકીરીએ વધુ સાત જાહેરનામા પ્રસિધ્ધ કર્યા છે.

જસદણ પેટા ચૂંટણીમાં ઉમેદવારી પાછી ખેંચવાનો ગઈકાલે ગુરૂવારે અંતિમ દિવસ હતો. જેમાં 7 અપક્ષ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પાછી ખેંચી હતી. ભાજપ, કોંગ્રસ સહિત 8 ઉમેદવારો વચ્ચે જ ચૂંટણી યોજાશે. 20 ડિસેમ્બરના રોજ ચૂંટણી યોજાશે. જેને લઈને વહીવટી તંત્ર તથા ચૂંટણી તંત્ર પણ સાબદું થયું છે.

જિલ્લા ચૂંટણી અધિકારીએ પ્રસિધ્ધ કરેલા જાહેરનામામાં મતદાન મથકો તથા આસપાસની 100 મી.વિસ્તારમાં કોઇપણ અનધિકૃતઅવ વ્યક્તિઓ એકત્રિત થશે નહીં. 100 મી. ત્રિજ્યામાં વાહન લઇ જઇ શકશે નહીં. ઉમેદવાર કે ચૂંટણી એજન્ટ કે અન્ય વ્યક્તિએ મતદાન મથકના આસપાસના 200મી. વિસ્તારમાં ચૂંટણી બૂથ ઊભા ન કરવા.

મતદાન મથકોએ એક લાઇનમાં ઊભા રહેવું અને સ્ત્રીઓ માટે જુદી લાઇન બનાવવી તેમજ મત આપ્યા પછી મતદાન મથક તથા તે વિસ્તારમાંથી ચાલ્યા જવુ. મતગણતરી સ્થળની અંદર તથા મતગણતરી સ્થળના કમ્પાઉન્ડમાં મોબાઇલ ફોન, વાયરલેસ સેટ પર પ્રતિબંધ ફરમાવવા તથા વાહન સાથે પ્રવેશી શકાશે નહીં, તેમજ મતગણતરી કેન્દ્રમાં સક્ષમ અધિકારી તરફથી ઇસ્યૂ કરવામાં આવેલા પાસ સિવાય પ્રવેશવા પર પ્રતિબંધ ફરમાવવા માં આવેલ છે

મતદાન પૂરું થવાના 48 કલાક પહેલા ચૂંટણી સંબંધિત જાહેરસભા બોલાવવા પર પ્રતિબંધ. જનતાને આકર્ષવાની દૃષ્ટિએ જાહેરમાં ગીત-સંગીતના જલસા,મનોરંજક કાર્યક્રમ યોજવા પર પ્રતિબંધ ફરમાવવા મા આવેલ. ચૂંટણી પ્રચારના સમયગાળા દરમિયાન રાજકોટ જિલ્લામાં આવેલા બહારના રાજકીય પદાધિકારીઓ, ચૂંટણી પ્રચારકો, પક્ષના કાર્યકરો કે ચૂંટણી પ્રચારના અંત બાદ જે તે વિધાનસભા મતદાર વિભાગ છોડી જતા રહેવુ.

લોકપ્રતિનિધિત્વ અધિનિયમ કલમ-135(સી) મુજબ દારૂ અને નશાકારક ચીજોના વેચાણ પર પ્રતિબંધ ફરમાવવામાં આવેલ હોય મતદાન પૂરું થવાના 48 કલાક પહેલાથી મતદાન પૂરું થવા સુધીનો સમયગાળો અને મતગણતરીનો દિવસ ‘ડ્રાય ડે’ જાહેર કરવા મા આવ્યો છે.

Next Story