Connect Gujarat
દેશ

જાણોઃ 17 જૂનના દિવસે કઇ ત્રણ ઐતિહાસિક નારીએ છોડ્યા હતા પ્રાણ?

જાણોઃ 17 જૂનના દિવસે કઇ ત્રણ ઐતિહાસિક નારીએ છોડ્યા હતા પ્રાણ?
X

આજે ઇતિહાસની ત્રણ પ્રસિદ્ધ નારીઓની પુણ્યતિથિ છે. રાણી લક્ષ્મીબાઇ, જીજાબાઇ અને મુમતાજ મહેલ ત્રણેયનું નિધન 17 જૂનના રોજ થયું હતું.

rafusyrbqfwp2ciukobu

રાણી લક્ષ્મીબાઇ વિશે સૌ જાણે છે. તેમનો જન્મ 1928માં વારાણસીમાં મહારાષ્ટ્રીયન બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. લક્ષ્મીબાઇનું બાળપણનું નામ મણિકર્ણિકા હતું. ચાર વર્ષની ઉંમરમાં તેમની માતાનું નિધન થયા બાદ લક્ષ્મીબાઇના પિતાએ તેમનો ઉછેર કર્યો હતો. ઝાંસીના રાજા ગંગાધરાવ સાથે તેમના લગ્ન થયા હતા. લગ્ન બાદ ગંગાધરાવનું મોત થતાં રાણીએ દત્તક પુત્રને ગાદી પર બેસાડ્યો હતો. પરંતુ લોર્ડ ડેલહાઉસીએ તેને માન્ય ગણ્યો નહોતો. આથી, ઝાંસીની રાણીએ પોતાના છોકરાને ગાદી પર બેસાડવા માટે અંગ્રેજો સામે યુદ્ધ કર્યું હતું. જેમાં લડતા લડતાં 17 જૂન, 1858ના રોજ તેમના પ્રાણ ગયા હતા.

mata-jijabai-original-imae5skvu7gkrvbs

જીજાબાઇ શિવાજીના માતા હતા. જેમને ઘણાં લોકો આજે રાજમાતા જીજાબાઇના નામે પણ ઓળખે છે. જીજાબાઇના 8 સંતાનો હતા. જેમાં 6 પુત્રીઓ અને 2 પુત્રોનો સમાવેશ થાય છે. તેમની છ પુત્રીઓ નાનપણમાં જ મોતને ભેટી હતી માત્ર શિવાજી અને શાંભાજી બચ્યા હતા. જીજાબાઇ એક ચારિત્રવાન,બુદ્ધિશાળી અને દીર્ઘ દ્રષ્ટિ ધરાવતા મહિલા હતા.તેમણે શિવાજીને રામાયણ અને મહાભારતની કથાઓ દ્વારા પ્રોત્સાહન આપ્યું હતું. જીજાબાઇએ શિવાજીમાં આત્મસન્માન, બહાદૂરી જેવા ગુણોનું સિંચન કર્યું હતું. આજે પણ તેમણે ગાયેલા હાલરડા જાણીતા છે. શિવાજીના રાજ્યભિષેકના થોડા સમય બાદ જીજાબાઇ 17 જૂન, 1674ના રોજ નિધન પામ્યા હતા.

mb77

જેની યાદમાં તાજ મહેલ બનાવવામાં આવ્યો છે તે મુમતાઝ મહેલનો જન્મ 1 સપ્ટેમ્બર, 1593માં થયો હતો. તે મુઘલ શહેનશાહ શાહજહાના સૌથી પ્રિય બેગમ હતા. ઘણાં ઓછા લોકો જાણતા હશે કે મુમતાઝનું મૂળ નામ આરઝુમંદબાનુ બેગમ હતું. મુમતાઝ મહેલનું મૃત્યુ તેમની ચૌદમી સુવાવડ દરમિયાન મધ્યપ્રદેશના બરહાનપુરમાં 17 જૂન, 1631માં થયું હતું. ઓરંગઝેબ મુમતાઝ મહેલનો પુત્ર હતા. મુમતાઝ શાહજહાની ત્રીજી પત્ની હતા તેમ છતાં તેઓ શાહજહાના સૌથી પ્રિય હતા. મુઘલ સામ્રાજ્યના તાબા હેઠળ આવતા તમામ ક્ષેત્રોમાં તેઓ શાહજહા સાથે જતા હતા. કહેવાય છે કે તેઓ એક પરફેક્ટ વાઇફ હતા અને તેમને રાજકીય પાવરનો કોઇ મોહ નહોતો. તેમણે હંમેશા શાહજહાને સાથ આપ્યો હતો.

Next Story