Connect Gujarat
ગુજરાત

જાણો કયાં જિલ્લામાં કયાં મંત્રીના હસ્તે કરાશે ધ્વજવંદન

જાણો કયાં જિલ્લામાં કયાં મંત્રીના હસ્તે કરાશે ધ્વજવંદન
X

ગુજરાતમાં રાજયકક્ષાના સ્વાતંત્રય પર્વની ઉજવણી છોટા ઉદેપુર ખાતે કરવામાં આવશે. જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી હાજર રહેશે. રાજયના અન્ય જિલ્લાઓમાં મંત્રીઓ તથા કલેકટરના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવશે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ૭૩માં સ્વાતંત્રય પર્વ નિમિત્તે સવારે ૯ કલાકે છોટાઉદેપૂરમાં રાજ્યકક્ષાના ધ્વજવંદન સમારોહમાં ધ્વજવંદન કરાવીને રાષ્ટ્રધ્વજને સલામી આપશે. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ જૂનાગઢના વિસાવદરમાં ધ્વજવંદન કરાવવાનાછે. વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી ભરૂચના ઝઘડીયામાં ધ્વજવંદન કરાવશે.

અન્ય જિલ્લામાં ધ્વજવંદન સમારંભના મહેમાનો :

  • આર. સી. ફળદુ : તલોદ જિ:- સાબરકાંઠા
  • ભૂપેન્દ્રસિંહ ચુડાસમા : ભાવનગર ગ્રામ્ય જિ:- ભાવનગર
  • કૌશિકભાઇ પટેલ : કલોલ જિ:- ગાંધીનગર
  • સૌરભભાઇ પટેલ : વડીયા જિ:- અમરેલી
  • ગણપતભાઇ વસાવા : વિજાપુર જિ:- મહેસાણા
  • જયેશકુમાર રાદડિયા : જોડીયા જિ:- જામનગર
  • દિલીપકુમાર ઠાકોર : કુકરમુંડા જિ:- તાપી
  • ઇશ્વરભાઇ પરમાર : સાવલી જિ:- વડોદરા
  • કુંવરજીભાઇ બાવળીયા : સોજીત્રા જિ:- આણંદ
  • જવાહરભાઇ ચાવડા : ચુડા જિ:- સુરેન્દ્રનગર
  • પ્રદિપસિંહ જાડેજા : લીમખેડા જિ:- દાહોદ
  • બચુભાઇ ખાબડ : શેહરા જિ:- પંચમહાલ
  • જયદ્રથસિંહજી પરમાર : સરસ્વતી જિ:- પાટણ
  • ઇશ્વરસિંહ પટેલ : ધોલકા જિ:- અમદાવાદ
  • વાસણભાઇ આહિર : નડીયાદ જિ:- ખેડા
  • વિભાવરીબેન દવે : દાંતા જિ:- બનાસકાંઠા
  • રમણલાલ પાટકર : જસદણ જિ:- રાજકોટ
  • કિશોરભાઇ કાનાણી : ધરમપુર જિ:- વલસાડ
  • યોગેશભાઇ પટેલ : માંડવી જિ:- સુરત
  • ધર્મેન્દ્રસિંહ જાડેજા : અબડાસા જિ:- કચ્છ

કયાં જિલ્લાઓમાં કલેકટરના હસ્તે ધ્વજવંદન :

નવસારીના જલાલપોરમાં, ડાંગના સુબીરમાં, મોરબીના હળવદ, નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર, મહિસાગરના બાલાસિનોર, અરવલ્લીના મોડાસા, બોટાદના ગઢડા તેમજ ગીર સોમનાથના વેરાવળ અને દેવભૂમિ દ્વારકાના દ્વારકામાં તથા પોરબંદર જિલ્લાના મુખ્યમથક પોરબંદરમાં સંબંધિત જિલ્લાના કલેકટરના હસ્તે ધ્વજવંદન કરાશે.

Next Story