Connect Gujarat

જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ
X

મેષ (અ,,ઇ) . સતત હકારાત્મક રીતે વિચારવાનો તમારો ગુણ તમને વળતર અપાવશે. કેમ કે તમે તમારા પ્રયાસમાં સફળ થવાના છો. તમારી પાસે હંગામી ધોરણે નાણાં ઉછીના લેવા માટે તમારો સંપર્ક કરનારાઓની અવગણના કરો. પરિવારમાં તમારો પ્રભુત્વવાળો અભિગમ બદલવાનો સમય પાકી ગયો છે. તેમની સાથે સંપૂર્ણ સહકારપૂર્વક કામ કરી જીવનના ચડાવ-ઉતાર તેમની સાથે શૅર કરો. તમારો બદલાયેલો અભિગમ તેમને અમર્યાદ આનંદ આપશે. રૉમેન્ટિક પગલાં કામ નહીં આવે. કાર્યસ્થળે ઊભા થનારા વિરોધ સામે ખાસ કરીને ચોકસાઈભર્યા અને હિંમતવાન બનો. સારી તથા હચમચાવનારી ઘટનાઓનો દિવસ જે તમને મૂંઝાયેલા અને થાકેલા કરી મૂકશે. તમારો ખરાબ મિજાજ તમારા જીવનસાથીની કોઈ સરપ્રાઈઝ દ્વારા સારો થઈ જશે.

વૃષભ (બ,,ઉ) - એવો દિવસ જ્યારે આરામ મહત્વનો રહેશે- કેમ કે તમે હાલમાં જ ઘણા માનસિક પરિતાપનો સામનો કર્યો છે- આનંદ-પ્રમોદ અને મનોરંજન તમને હળવા થવામાં મદદ કરશે. આજે તમે સારૂં એવું ધન કમાશો-પણ ખર્ચમાં વધારાને કારણે બચત કરવામાં તમને મુશ્કેલી પડશે. દિવસના ઉત્તરાર્ધ માટે કશુંક ઉત્તેજનાસભર અને મનોરંજક વિચારી રાખો. તમે વાસ્તવિક્તા સાથે મુકાબલો કરશો તેથી તમારે તમારા પ્રિયપાત્રને ભૂલી જવું પડશે. દિવાસ્વપ્નો જોવાથી તમારી પડતી થશે-તમારા કામ કરવા માટે અન્યો પર મદાર ન રાખતા. તમારા દેખાવ અને વ્યક્તિત્વને નીખારવા કરેલા પ્રયત્નો તમારા સંતોષ મુજબનું પરિણામ આપશે. લગ્નજીવનમાં મુશ્કેલ તબક્કા બાદ આજનો દિવસ તમને થોડી રાહત પૂરી પાડશે.

મિથુન (ક,,ઘ) સામાજિક જીવન કરતાં સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપજો. ખર્ચ પર અંકુશ મૂકો અને આજે તમારા ખર્ચમાં વધુ પડતા ઉડાઉ થવાનું ટાળો. તમારી જીભ પર કાબૂ રાખો કેમ કે તમારા શબ્દોથી તમારા વડીલોની લાગણી દુભાઈ શકે છે. બકવાસ કરીને સમય વેડફવા કરતાં શાંત રહેવું વધુ સારૂં છે. યાદ રાખો આપણે અર્થપૂર્ણ પ્રવૃત્તિઓ દ્વારા જ આપણા જીવનને અર્થસભર બનાવીએ છીએ. તમને તેમની પરવા છે એવી લાગણી તેમને અનુભવવા દો. આજે તમે અને તમારૂં પ્રિયપાત્ર પ્રેમના સમુદ્રમાં ડૂબકી લગાડશો અને પ્રેમની ઉચ્ચતમ બાજુ અનુભવશો. સહકાર આપવાનો તમારો અભિગમ તથા વિશ્લેષણાત્મક કૌશલ્યની નોંધ લેવાશે. તમે જો પ્રવાસને લગતી કોઈ યોજના ઘડી હોય -તો તમારા સમયપત્રકમાં છેલ્લી ઘડીના ફેરફારને કારણે તે મુલત્વી રહેશે. આજે તમારા જીવનસાથી તમને પ્રેમ અને લાગણીના વિશ્વના એક જુદા જ સામ્રાજ્યમાં લઈ જશે.

કર્ક (ડ,હ) તમે કદાચ તમારા પરિવારની અપેક્ષાઓ પર પાર ઉતરવામાં નિષ્ફળ જઈ શકો છો. તમે ગમે એટલા લખત પ્રયત્નો કરશો-તમે દરેક વ્યક્તિની ઈચ્છા પૂરી નહીં કરી શકો. તમારૂં ધ્યાન કેન્દ્રિત કરી હિંમત નહીં હારો તો એ તમારી માટે સારૂં રહેશે. તમે પ્રવાસ કરવાના તથા ખર્ચ કરવાના મૂડમાં હશો-પણ તમે જો એવું કરસો તો તમે પછીથી દિલગીરી અનુભવશો. ઑફિસના કામમાં તમારી વધારે પડતી વ્યસ્તતાને કારણે તમારા જીવનસાથી સાથેના સંબંધો વણસી શકે છે. તમારી લાગણીઓ અભિવ્યક્ત કરવાનું તમને કદાચ મુશ્કેલ લાગશે. સ્પર્ધા ઊભી થવાથી કામનું સમયપત્રક વધુ દોડધામભર્યું બની જશે. ઝળહળતો અને ખડખડાટ હાસ્યથી ભરેલો દિવસ જ્યારે મોટા ભાગની ઘટનાઓ તમારી ધારણા મુજબ આકાર લેશે. લગ્નજીવન ક્ારેક ખરેખર મુશ્કેલ બની જાય છે, અને શક્ય છે કે આજનો દિવસ એ મુશ્કેલ દિવસોમાંનો એક હોઈ શકે છે.

સિંહ (મ,ટ) – સ્વાસ્થ્ય સારૂં રહેશે. સૌથી અણધાર્યા સાધનોમાંથી તમે કમાણી કરો એવી શક્યતા છે. પરિવારના સભ્યોની જરૂરિયાતોને પ્રાથમિકતા આપજો. તેમના સુખ-દુઃખમાં સહભાગી થાવ જેથી તેમને અનુભૂતિ થાય કે તમને તેમની પરવા છે. આજે તમે તમારા પ્રયપાત્રના હૃદયના ધહકારા સાથે સાથે મિલાવશો. હા, તમે પ્રેમમાં છો તેની જ આ નિશાની છે. કેટલાક મહત્વના મુદ્દા સાથે કામ પાડવાની તમારી રીત કેટલાક સહ-કર્મચારીઓને નહીં ગમે-પણ તેઓ કદાચ આ વિશે બધું જ નહીં કહે- તમને જો એવું લાગે કે પરિણામો યોગ્ય અથવા તમે ઈચ્છો છો એવા નથી- તો તમારા યોજનાનું અવલોકન કરી તેમાં ફેરફાર કરવા એ બાબત સમજદારીનું કામ ગણાશે. અણધાર્યો પ્રવાસ કેટલાક માટે દોડધામભર્યો તથા તાણયુક્ત સાબિત થઈ શકે છે. તમારા જીવનસાથી આજે તમને કોઈક સુંદર સરપ્રાઈઝ આપશે.

કન્યા (પ,,ણ) – તમારી બીમારી અંગે ચર્ચા કરવાનું ટાળો. બીમારી તરફથી તમારૂં ધ્યાન અન્યત્ર દોરવા તમારી જાતને કોઈક કામમાં પરોવો કેમ કે તમારી બીમારી વિશે તમે જેટલી વધારે વાતો કરશો એટલી જ તે વધુ વકરશે. તમારી ઈચ્છાઓ પૂર્ણ થશે કેમ કે આશીર્વાદ અને સારૂં ભાગ્ય તમારી તરફ આવી રહ્યું છે-તથા અરાઉના દિવસની સખત મહેનત પણ રંગ લાવી રહી છે. તમારા એકધારા સમયપત્રકમાંથી સમય કાઢી મિત્રો સાથે બહાર જવાની જરૂર છે. રૉમેન્ટિક અફૅર્સ પર અવળી અસર પડશે. તમારી ખાસિયતને ઉપયોગ વ્યાવસાયિક મુદ્દાઓને આસાનીથી ઉકેલવા માટે કરો. સાવચેતીભર્યાં પગલાંનો દિવસ-જ્યારે તમને મગજ કરતાં દિલની વધુ જરૂર પડશે. આજે તમને લગ્નજીવનનની મુશ્કેલ બાજુની અંતિમ હદનો અનુભવ થશે.

તુલા (ર,ત) પારિવારિક સમસ્યાઓ તમારી પત્ની સાથે શૅર કરજો. એકમેક સાથે થોડોક સમય વિતાવજો જેથી તમે શોધી શકો અને તમારી જાતને ફરી ફરી યાદ દેવડાવી શકો કે તમે પ્રેમાળ દંપત્તિ છો. તમારા સંતાનો પણ ઘરમાં ખુશી, શાંતિ તથા સંવાદિતાના સ્પંદનો ઝીલી શકશે. આ બાબત તમને એકબીજા સાથેના વર્તનમાં સારી એવી સ્વયંસ્ફૂતર્તા અને આઝાદી આપશે. આર્થિક સંકળામણથી બચવા માટે તમારા બજેટને વળગી રહો. પરિવારના સભ્યો સાથે સમય વિતાવવો આનંદદાયક સાબિત થશે. તમારા સ્મિતોનો કોઈ જ અર્થ નથી-હાસ્યનો કોઈ અવાજ નથી-હૃદય પણ થડકો ચૂકી ગયું છે કેમ કે તમે કોઈકનો સાથ મિસ કરી રહ્યા છો. તમારી સખેત મહેનતનું વળતર મળશે કેમ કે તમને પ્રમોશન મળવાની શક્યતા છે. નાણાંકીય લાભો વિશે વિચારતા નહીં કારણ કે લાંબા ગાળામાં તમે જ લાભાર્થી ઠરવાના છો. તમે જે હંમેશાં સાંભળવા માગતા હતા- એ સાર વખાણભર્યા શબ્દોની આજે લોકો તમારા પર વર્ષા કરશે. તમારા જીવનસાથી આજે તમારી જરૂરિયાતો સંતોષવામાં કદાચ ના પાડશે, જે સરવાળે તમને હતાશ કરી મુકશે.

વૃશ્વિક (ન,ય) તમારા આત્મવિશ્વાસ અને ઊર્જાનું સ્તર ઊંચું રહેશે. બૅન્કને લગતા કાર્યો ખૂબ જ તકેદારીપૂર્વક પાર પાડવાની જરૂર પડશે. તમારી પત્નીની સિદ્ધિને બિરદાવો અને તેની સફળતા અને સારા ભાગ્યનો આનંદ માણો. તેને બિરદાવવામાં ઉદારતા અને નિષ્ઠા દાખવો. કેટલાક માટે ભેટો તથા ફૂલોથી સભર રૉમેન્ટિક સાંજ જોવાય છે. મહત્વના લોકો સાથે હળો-મળો ત્યારે તમારા આંખ-કાન ખુલ્લા રાખો-કેમ કે એવું કરવાથી તમને મહત્વની કોઈ વાત જાણવા મળી શકે છે. કાયદાકીય સલાહ મેળવવા માટે વકીલની મુલાકાત લેવા માટે સારો દિવસ. તમારા જીવનસાથી આજે તમારી માટે કશુંક ખરેખર ખાસ કરશે.

ધન(ભ,,,ઢ) – વધુ પડતું ખાવું તથા ઉચ્ચ કૅલૅરી ધરાવતો ખોરાક ટાળવો. તમારા ખર્ચમાં અણધાર્યો વધારો તમારી માનસિક શાંતિમા ખલેલ પહોંચાડશે. તમારી અપેક્ષા કરતાં મિત્રો વધુ સહકાર આપશે. આવતીકાલે તમને કામ પર મોડું થવાનું છે એ સંદેશ તમારે તમારા પ્રિયપાત્રને જરૂર પહોંચાડવો જોઈએ. હાથમાં લીધેલા નવા કાર્યો અપેક્ષાથી ઊણા ઉતરશે. દિવસને શ્રેષ્ઠ બનાવવા તમે તમારા છૂપા ગુણોનો ઉપયોગ કરશો. તમે તમારા લગ્નજીવનમાં પ્રેમયાચના, એકમેકની પાછળ દોડવાના અને મનાવવાના જૂના સુંદર દિવસોની યાદ તાજી કરશો.

મકર (ખ,જ) – તમારૂં સ્વાસ્થ્ય સુધારો કેમ કે નબળું શરીર મગજને પણ નબળું પાડે છે. અન્યોને પ્રભાવિત કરવા વધુ પડતો ખર્ચ ન કરી નાખતા. પારિવારિક રહસ્યના સમાચાર તમને આશ્ચર્યચકિત કરશે. પ્રેમ એ ઈશ્વરની પૂજા સમાન છે, તે ખૂબ ધાર્મિક તથા આધ્યાત્મિક બાબત પણ છે. આજે તમને એ બાબત સમજાશે. કળા તથા રંગભૂમિ સાથે સંકળાયેલા લોકોને રચનાત્મક રીતે તેમનું શ્રેષ્ઠ આપવા માટે આજે અનેક નવી તકો મળશે. અણધાર્યો પ્રવાસ કેટલાક માટે દોડધામભર્યો તથા તાણયુક્ત સાબિત થઈ શકે છે. એવી શક્યતા પ્રબળ છે કે તમારા અને તમારા જીવનસાથી વચ્ચેના પ્રેમનું કદાચ ધોવાણ થાય. મતભેદો દૂર કરવા માટે વાતચીત કરો અન્યથા પરિસ્થિતિ વણસી શકે છે.

કુંભ (ગ,,,ષ) – ભૂતકાળનો ખરાબ નિર્ણય આજે હતાશા તથા માનસિક અશાંતિ તરફ દોરી જશે-તમે જાણે રઝળી પડ્યા હો એવું લાગશે અને આગળ શું કરવું તેની દ્વિધામાં પડી જશો- અન્યો પાસેથી મદદ લો. નાણાં તમારા હાથમાંથી આસાનીથી સરી જવા છતાં-તમારા શુકનવંતા ગ્રહો નાણાં પ્રવાહ જાળવી રાખશે. ઘરના મોરચે તમારૂં જીવન શાંત અને ગમે તેવું રહેશે. એકમેકને વધુ સારી રીતે સમજવા તમારે તમારા પ્રિયપાત્ર સાથે સમય વિતાવવાની જરૂર છે. સફળતા ચોક્કસ જ તમારી છે- જો તમે મહત્વના ફેરફારો એક સમયે એક પગલું લઈને કરશો. તમને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરનાર અથવા તમને નુકસાન કરે એવી ખોટી માહિતી આપતી વ્યક્તિથી ચેતતા રહેજો. તમારા જીવનસાથી સાથે આજે તમે સારો એવો ખર્ચ કરવાના છો એવું જણાય છે, જો કે ખર્ચ કરવા છતાં તમે તેની સાથે અદભુત સમય માણશો.

મીન (દ,,,થ) - ઘરે કામ કરતી વખતે ખાસ કાળજી રાખો. ઘરની કોઈક ચીજ-વસ્તુ સાથે બેદરકારીપૂર્વક કામ લેવાથી તમારી માટે સમસ્યા નિર્માણ થઈ શકે છે. અન્યોને પ્રભાવિત કરવા વધુ પડતો ખર્ચ ન કરી નાખતા. પરિવારના સભ્યોની લાગણીને દુભાવવી ન હોય તો તમારા ગુસ્સા પર કાબૂ રાખજો. એ સાથે જ યાદ રાખો કે ગુસ્સો એ ટૂંકા ગાળાનું ગાંડપણ છે , જે તમને કેટલીક ગંભીર ભૂલો કરવાની ફરજ પાડી શકે છે. આજે તમારા પ્રિયપાત્ર સાથે સારી રીતે વર્તજો. કામ કરતી વખતે સોશિયલ મિડિયાનો ઉપયોગ તમને મુશ્કેલીમાં મુકી શકે છે. આધ્યાત્મિક ગુરૂ અથવા કોઈક વડીલ તમને માર્ગદર્શન પૂરું પાડશે. આજે તમે તમારા જીવનસાથીની કઠોર અને બિનધાસ્ત બાજુનો અનુભવ કરશો, જે તમને અસ્વસ્થ કરી મુકશે.

Next Story