Connect Gujarat

જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ
X

મેષ (,,) . સ્વસ્થ રહેવા માટે તમારા ખોરાક પર અંકુશ રાખો તથા વ્યાયામ કરો. શંકાસ્પદ નાણાકીય સાહસો દ્વારા લલચાઈ જતા નહીં-મૂડીરોકાણ અત્યંત તકેદારીપૂર્વક હાથ ધરજો. તમારા જીવનમાં જેમનું સૌથી વધુ મહત્વ છે એવા લોકોને તમારી વાત સમજાવવામાં તમને સૌથી વધુ મુશ્કેલી થશે. આજે તમારા પ્રિયપાત્ર સાથે સારી રીતે વર્તજો. તમારા વરિષ્ઠોને હળવાશથી લેતા નહીં. સાવચેતીભર્યાં પગલાંનો દિવસ-જ્યારે તમને મગજ કરતાં દિલની વધુ જરૂર પડશે. તમારા જીવનસાથીનું રૂક્ષ વર્તન તમારા પર આજે અવળી અસર કરી શકે છે.

વૃષભ (,,) – સાંજે થોડીક હળવાશ માણો. મનોરંજન અથવા કૉસ્મૅટિક્સ સુધારા પાછળ વધુ પડતો ખર્ચ કરતા નહીં. બાળકોનું ઘરકામ પૂરૂં કરવા મદદનો હાથ લંબાવવાનો સમય. શું કરવું એ બાબતે તમે જો સરમુખ્યત્યાર જેવું વર્તન કરશો તો તમારા પ્રેમી-પ્રેમિકા સાથે તમને ગંભીર સમસ્યાઓ થશે. કોઈ સંયુક્ત સાહસમાં પ્રવેશતા નહીં- કેમ કે ભાગીદારો તમારો ફાયદો ઉપાડવાનો પ્રયાસ કરશે. પ્રવાસ આનંદદાયક તથા અત્યંત લાભદાયક પુરવાર થશે. કોઆ સંબંધી તમને આજે સરપ્રાઈઝ આપી શકે છે, પણ એ તમારી યોજનાઓને બગાડી શકે છે.

મિથુન (,,) ભાર તથા કોલેસ્ટ્રોલનું ઉચ્ચ પ્રમાણ ધરાવતો ખોરાક ટાળો. આજે કોઈપણ પ્રકારનું રોકાણ ટાળવું. તમારા જીવનસાથીની તબિયત ચિંતાનું કારણ બની શકે છે તથા તબીબી મદદની જરૂર પડશે. રૉમાન્સની શક્યતા છે પણ શારીરિક લાગણીઓ જાગી શકે છે અને તેને કારણે તમારો સંબંધ બગડવાની શક્યતા છે. આજના અદભુત દિવસે તમારા સંબંધોમાંની તમામ ફરિયાદો તથા તથા રોષ આજે અદૃશ્ય થઈ જશે. સમસ્યાઓ વચ્ચે ઝડપથી કામ કરવાની તમારી ક્ષમતા તમને માન-મરતબો અપાવશે. તમારા જીવનસાથીને કારણે તમે આજે તકલીફમાં હો એવું તમને લાગ્યા કરશે.

કર્ક (,) આજના મનોરંજનમાં રમતગમતની પ્રવૃત્તિઓ તથા બાહ્ય કાર્યક્રમોનો સમાવેશ થવો જોઈએ. ખાસ લાભદાયક દિવસ જણાતો નથી-આથી તમારી આર્થિક સ્થિતિ તપાસો અને તમારા ખર્ચને ઘડાટો. તમારા ઉડાઉ સ્વભાવની પરિવાર ટીકા કરશે. તમારે ભવિષ્ય માટે નાણાં બચાવવા જોઈએ અન્યથા તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો. રોમાન્સ રોમાંચક હશે-આથી તમે જેને પ્રેમ કરો છો એવી વ્યક્તિનો સંપર્ક કરો અને દિવસને શ્રેષ્ઠ બનાવો. નોકરો,સહકર્મચારીઓ તથા સાથીઓ સાથે સમસ્યાઓ નકારી શકાય નહીં. તમારી તરફ મદદ માટે મીટ માંડનારાઓને તમે વચન આપશો. તમારા જીવનસાથી આજે અનાયાસે જ કશુંક અદભુત કરશે, જે તમારી માટે ખરેખર અવિસ્મરણીય બની રહેશે.

સિંહ (,) – એવો દિવસ જ્યારે તમારા ચહેરા પર નિરંતર સ્મિત રહેશે અને અજાણ્યા લોકો પણ ઓળખીતા લાગશે. આજે તમે સારૂં એવું ધન કમાશો-પણ ખર્ચમાં વધારાને કારણે બચત કરવામાં તમને મુશ્કેલી પડશે. તમારો ભાઈ તમારી જરૂરિયાતો પ્રત્યે તમારી ધારણા કરતાં વધુ સહકાર આપશે. રૉમાન્સ માટેની તકો દેખીતી છે-પણ તેનું આયુષ્ય ટૂંકું હશે. વરિષ્ઠપદે કામ કરતા લોકો તરફથી કેટલાક વિરોધ ઊભા થશે- આમ છતાં-તમારી માટે મગજ ઠંડુ રાખવું મહત્વનું સાબિત થશે. પ્રવાસ કરવાના હો તો એ વાતની ખારતરી કરી લે જો કે તમામ મહત્વના દસ્તાવેજો તમારી સાથે છે. તમારા જીવનનો પ્રેમ, તમારા જીવનસાથી આજે તમને કોઈ અદભુત સરપ્રાઈઝ આપશે.

કન્યા (,,) – તમારૂં સ્વાસ્થ્ય આજે શ્રેષ્ઠ નહીં હોય. સમજદારીપૂર્વક સરેલું રોકાણ જ વળતર આપશે-આથી તમે તમારી પરસેવાની કમાણી ક્યાંય રોકો તે પૂર્વે પૂરેપૂરી ખાતરી કરી લેજો. લમે જેમની સાથે રહો છો એ લોકો તમારાથી ખુશ નહીં હોય-પછી ભલેને તમે તેમને ખુશ કરવા ગમે તે કરો. અચાનક કોઈકની સાથે ઓળખાણ વધારવાનું ટાળો કેમ કે તેનાથી પસ્તાવો થવાની શક્યતા છે. સાવધાનીપૂર્વક પગલાં લેવાનો દિવસ- આથી જ્યાં સુધી તમને વિશ્વાસ ન બેસે કે તમારા વિચારો નિષ્ફળ નહીં જાય, ત્યાં સુધી તેમને રજૂ ન કરતા. પ્રવાસ લાભદાયક છતાં ખર્ચાળ રહેશે. લગ્નજીવન ક્ારેક ખરેખર મુશ્કેલ બની જાય છે, અને શક્ય છે કે આજનો દિવસ એ મુશ્કેલ દિવસોમાંનો એક હોઈ શકે છે.

તુલા (,) – તમે કોઈક વિચિત્ર પરિસ્થિતિમાં સપડાઈ જાવ તો નિરાશ ન થતા. જેમ ભોજનમાં સ્વાદ મીઠાને આભારી છે તેમ સાચા આનંદનું મૂલ્ય સમજવા માટે કેટલીક તકલીફ પણ જરૂરી છે. તમારા મૂડને બદલવા સામાજિક મેળાવડામાં હાજરી આપો. તમારી બચતને તમે રૂઢિગત રોકાણમાં મુકશો તો નાણાં મેળવશો. બાળકો સાથે સમય વિતાવવો મહત્વપૂર્ણ છે. રૉમેન્ટિક મૂડમાં એકાએક પરિવર્તન તમને હતાશ કરશે. આજે કામના સ્થળે દરેક બાબતમાં તમારો હાથ ઉપર રહે એવી શક્યતા છે. બાકી રહી ગયેલા કાર્યોને જલ્દીથી ઉકેલવા રહ્યા અને તમ જાણો છો કે તમારે ક્યાંકથી તો શરૂઆત કરવી જ પડશે-આથી હકારાત્મક રીતે વિચારો તથા આજથી જ પ્રયાસો કરવાના શરૂ કરી દો. તમારા જીવનસાથીના જૂઠાણાને કારણે તમારા નારાજ થવાની શક્યતા આજે જોવાય છે, જો કે એ સાવ નાની બાબત હશે.

વૃશ્વિક (,) સામાજિકપણે હળવા-મળવાનો ભય તમને હતાશ કરી નાખશે. તેને દૂર કરવા તમારા આત્મવિશ્વાસને પ્રોત્સાહિત કરો. આજે તમારી સામે રજૂ કરવામાં આવતી રોકાણ યોજનાઓ તરફ તમારે બેવાર જોઈ લેવું. મિત્રો તમને એક યાદગાર સાંજ માટે તેમના ઘરે બોલાવશે. તમારે તમારી શ્રૃંગારિક કલ્પનાઓ વિશે વધુ સપનાં જોવાની હવે જરૂર નથી, કેમ કે આજે તેમના સાકાર થવાની શક્યતા છે. કામના સ્થળે વરિષ્ઠો તથા સહ-કમર્મચારીઓ તરફથી સહકાર તમારૂં મનોબળ વધારશે. તમને જો કોઈ દલીલબાજીમાં ખેંચવામાં આવે તો કોઈ કઠોર ટીકા કે ટિપ્પણી તમે ન કરો એની સાવચેતી રાખજો. આજે તમને વિશ્વમાં સૌથી પૈસાદાર હોવાની અનુભૂતિ થશે, કેમ કે તમારા જીવનસાથી તમારી સાથે એવું વર્તન કરશે.

ધન(,,,) – મિત્ર સાથે મતભેદ તમને ગુસ્સાહાળા સ્વભાવનો કરી મુકશે બિનજરૂરી તાણ ટાળવા માટે તમારે તમારી લાગણીઓ પર અંકુશ રાખવો રહ્યો. કેટલાક બાકી રહેલા મુદ્દા વધુ ઘેરા બનશે તથા ખર્ચનો મુદ્દો તમારા મગજમાં ઘુમરાયા કરશે. આજે તમારે અન્યોની જરૂરિયાતો પર ધ્યાન આપવાની જરૂર પડશે પણ બાળકો સાથે થોડા વધુ ઉદાર થવું તમને મુશ્કેલી તરફ લઈ જશે. પ્રેમની મસ્તીનો અનુભવ કરવા માટે તમને કોઈ મળી શકે છે. તમે આજે તમારી કંપનીને કોઈ મોટું નુકસાન પહોંચાડો એવું જણાય છે, સાવચેતી રાખજો. પ્રવાસ કરવા માટે બહુ સારો દિવસ નથી. આજનો દિવસ તમારા જીવનની વસંત સમાન છે, રોમાન્સથી ભરપૂર અને એમાં માત્ર તમે અને તમારા જીવનસાથી.

મકર (,) – આજે સ્વાસ્થ્ય બરાબર રહેશે. મોડી પડેલી લેણી નીકળતી રકમ પાછી મળતા આર્થિક સ્થિતિ સુધરશે. નાના બાળકો તમને વ્યસ્ત રાખશે તથા આનંદ લાવશે. ભૂતકાળની ખુશખુશાલ યાદો તમને વ્યસ્ત રાખશે. તમારા ધ્યેયની દિશામાં શાંતિપૂર્વક કામ કરો અને તમે સફલતા સુધી ન પહોંચો ત્યાં સુધી તમારો હેતુ છતો ન કરો. પ્રવાસ કરવાના હો તો એ વાતની ખારતરી કરી લે જો કે તમામ મહત્વના દસ્તાવેજો તમારી સાથે છે. લગ્નજીવનમાં વ્યક્તિના એકાંતનું આગવું મહત્વ હોય છે, પણ આજે તમે એકમેકની નિકટ રહેવાની કોશિશ કરશો. રોમાન્સ ચોક્કસ જ જોરદાર છે..

કુંભ (,,,) – પરિવારના સભ્યો સાથે તમારૂં અન્યાયપૂર્ણ વર્તન વાતાવરણ બગાડશે. તમારી સાથે અન્ય કોઈ જેવું વર્તન કરે એ તમને ગમે એવું જ વર્તન અન્યો સાથે કરો. ઉતાવળમાં મૂડીરોકણને લગતા નિર્ણયો લેતા નહીં- દરેક શક્ય બાજુથી તમે રોકાણ અંગે ચકાસણી નહીં કરો તો નુકસાન થવું ચોક્કસ છે. તમારા પરિવારના સભ્યો રાઈનો પહાડ બનાવી મુકે એવી શક્યતા છે. રૉમેન્ટિક અફૅર્સ પર અવળી અસર પડશે. કારકિર્દીના સારી તક માટે કરાયેલી મુસાફરી કદાચ સાકાર થશે. આવું કરવા પૂર્વે તમારા માતા-પિતાની પરવાનગી લેજો, અન્યથા તેઓ પછીથી આ બાબતને વિરોધ કરી શકે છે. ઘરમાં વિધી-હવન-મંગળ સંસ્કાર કરાવશો. આજે તમારા જીવનસાથી તમને તમારા વિશે અથવા તમારા લગ્નજીવન વિશે બધી જ ખરાબ વાતો કહેશે.

મીન (,,,) – પત્ની કદાચ તમારો ઉત્સાહ વધારશે. આજે કોઈપણ પ્રકારનું રોકાણ ટાળવું. પરિવારમાં તમારો પ્રભુત્વવાળો અભિગમ બદલવાનો સમય પાકી ગયો છે. તેમની સાથે સંપૂર્ણ સહકારપૂર્વક કામ કરી જીવનના ચડાવ-ઉતાર તેમની સાથે શૅર કરો. તમારો બદલાયેલો અભિગમ તેમને અમર્યાદ આનંદ આપશે. તમારા પ્રિયપાત્રના વર્તન અંગે તમે ખૂબ જ સંવેદનશીલ હશો-તમારા ગુસ્સા પર કાબૂ રાખો અને એવું કંઈપણ બિનજવાબદાર કરવાનું ટાળો જેનો પસ્તાવો તમને પછીથી તમારી આખી જિંદગી દરમિયાન થાય. કામના સ્થળે ધિક્કારનારાઓ આજે તમને ખૂબ જ ગુસ્સો અપાવી શકે છે. પણ તેઓ તમને કોઈ નુકસાન પહોંચાડી શકે એમ નથી આથી ચિંતા કરવા જેવું નથી. પત્રવ્યવહાર તકેદારીપૂર્વક કરવાની જરૂર. તમારા જીવનસાથી સાથેના ઉષ્માભર્યાં સંબંધોને આજે ઠેસ પહોંચે એવી શક્યતા છે.

Next Story