Connect Gujarat

જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ
X

મેષ--વધુ પડતો શ્રમ લેવાનું ટાળો કેમ કે એ તમને તાણ અને થાક તરફ દોરી જશે. તમારા ખર્ચ પર અંકુશ લાવવાનો પ્રયાસ કરો-અને આજે જરૂરી હોય એવી ચીજો જ ખરીદજો. તમારા પ્રિય લોકો ખુશખુશાલ છે તથા તમારે તેમની સાથે સાંજ માટે કોઈક યોજના ઘડજો. આજના અદભુત દિવસે તમારા સંબંધોમાંની તમામ ફરિયાદો તથા તથા રોષ આજે અદૃશ્ય થઈ જશે. અપાર રચનાત્મકતા અને ઉત્સાહ તમને વધુ એક લાભકારક દિવસ તરફ દોરી જશે. વરસાદ રોમાન્સ માટે જાણીતો છે અને તમને આજે આખો દિવસ ાવા જ અતિ આનંદની અનુભૂતિ તમારા જીવનસાથી સાથે થશે.

વૃષભ— તમારૂં સૌથી પ્રિય સપનું સાકાર થશે. પણ તમારો આવેશ કાબૂમાં રાખજો કેમ કે વધુ પડતી ખુશી કેટલીક સમસ્યાઓ સર્જી શકે છે. રિયલ એસ્ટેટમાં રોકાણ લલચાવનારૂં હશે. બાળકોને કારણે અસંતોષ સર્જાઈ શકે છે, કેમ કે તેઓ તેમના મિત્રો સાથે વધુ સમય પસાર કરશે અને ઘર અથવા અભ્યાસ પર ઓછું ધ્યાન આપી રહ્યા છે. પવિત્ર અને નિર્ભેળ પ્રેમને અનુભવો. તમને જો કોઈ દલીલબાજીમાં ખેંચવામાં આવે તો કોઈ કઠોર ટીકા કે ટિપ્પણી તમે ન કરો એની સાવચેતી રાખજો. તમારા જીવનસાથી આજે તમને ખુશ કરવા માટે ખાસ જહેમત લેશે.

મિથુન—તમારી આશા આજે કોઈક ઉચ્ચ તથા નાજુક ખુશ્બોની જેમ તથા ભપકાદાર ફૂલની જેમ ખીલશે. લોકોની જરૂરિયાત શી છે તથા તમારી પાસેથી તેમને ચોક્કસ શું જોઈએ છે તે તમે જાણતા હો એવું લાગે છે-પણ તમારા ખર્ચમાં વધુ પડતા ઉડાઉ ન બનતા. તમે માનો કે ન માનો પણ તમને કોઈક બહુ જ નિકટથી જોઈ રહ્યું છે અને તમને પોતાનો રૉલ મૉડૅલ ગણે છે- વખાણ થાય એવા જ કાર્યો કરો- જે તમારી શાખમાં વધારો કરે. ઘરની જવાબદારીઓમાંથી છટકવું તથા નાણાં માટે કકળાટની અસક વૈવાહિક જીવન પર પડશે. અન્યોના ગળે તમારી વાત ઉતારવાની તમારી આવડત ઊંચા લાભ અપાવશે. તમારા લગ્નજીવનનો આ સૌથી મુશ્કેલ દિવસ હોઈ શકે છે, સજાગ રહેજો.

કર્ક વધુ પડતો શ્રમ લેવાનું ટાળો કેમ કે એ તમને તાણ અને થાક તરફ દોરી જશે. તમારા ખર્ચ પર અંકુશ લાવવાનો પ્રયાસ કરો-અને આજે જરૂરી હોય એવી ચીજો જ ખરીદજો. તમારા પ્રિય લોકો ખુશખુશાલ છે તથા તમારે તેમની સાથે સાંજ માટે કોઈક યોજના ઘડજો. આજના અદભુત દિવસે તમારા સંબંધોમાંની તમામ ફરિયાદો તથા તથા રોષ આજે અદૃશ્ય થઈ જશે. અપાર રચનાત્મકતા અને ઉત્સાહ તમને વધુ એક લાભકારક દિવસ તરફ દોરી જશે. વરસાદ રોમાન્સ માટે જાણીતો છે અને તમને આજે આખો દિવસ ાવા જ અતિ આનંદની અનુભૂતિ તમારા જીવનસાથી સાથે થશે.

સિંહ— તમારી જાતને એક હદ કરતાં વધુ થકવશો નહીં અને યોગ્ય આરામ લેવાનું યાદ રાખજો. જે બાબત ખાસ હશે એવી કોઈપણ બાબત માટે નાણાં ધીરવા મહત્વના લોકો તૈયાર હશે. તમારી મુલાકાતે આવેલા સંબંધીઓ તમે કલ્પના કરી છે એના કરતાં સારા નીકળી શકે છે. તમારા મિત્ર સાથે બહાર જાવ ત્યારે સારી રીતે વર્તો. તમે જો પ્રવાસને લગતી કોઈ યોજના ઘડી હોય -તો તમારા સમયપત્રકમાં છેલ્લી ઘડીના ફેરફારને કારણે તે મુલત્વી રહેશે. કરિયાણાની ખરીદીને લઈને તમે તમારા જીવનસાથી પર આજે નારાજ થશો.

કન્યા— એવો દિવસ જ્યારે આરામ મહત્વનો રહેશે- કેમ કે તમે હાલમાં જ ઘણા માનસિક પરિતાપનો સામનો કર્યો છે- આનંદ-પ્રમોદ અને મનોરંજન તમને હળવા થવામાં મદદ કરશે. બિનજરૂરૂ નુકસાન ટાળવા મૂડીરોકાણને લગતા તમામ નિર્ણયો સાવચેતીપૂર્વક તથા યોગ્ય સલાહ સાથે લેવા. તમારૂં જ્ઞાન તથા સારી રમૂજવૃત્તિ તમારી આસપાસના લોકોને પ્રભાવિત કરશે. તમારા પ્રિયપાત્રની બાહોંમાં તમને આરામ મળશે. સામાજિક તથા ધાર્મિક કાર્યક્રમો માટે અદભુત દિવસ. આજે કામના સ્થળે તમારા ઉપરી (બૉસ) તમારા વખાણ કરે એવી શક્યતા છે.

તુલા— તમારૂં સ્વાસ્થ્ય આજે શ્રેષ્ઠ નહીં હોય. આજનો દિવસ છેલ્લો છે એ રીતે જીવવાના તથા મનોરંજન પાછળ વધુ પડતો ખર્ચ કરવાના તમારા વલણ પ્રત્યે ધ્યાન આપો. કામના સ્થળે તથા ઘરે દબાણ આજે તમને ગુસ્સાવાળા સ્વભાવના તથા બેચેન બનાવશે. પ્રેમ હંમેશાં ઊંડી ભાવનાઓ ધરાવતું હોય છે અને આજે તમને એનો અનુભવ થશે. પ્રવાસ લાભદાયક છતાં ખર્ચાળ રહેશે. શક્યતા છે કે તમારા અને તમારા જીવનસાથી વચ્ચેનો તણાવ અનેક ગણો વધશે અને એ બાબત લાંબા ગાળે તમારા સંબંધો માટે સારી નહીં હોય.

વૃશ્ચિક તમે ઘણા લાંબા સમયથી અનુભવી રહ્યા છો એ જીવનના ટૅન્શન તથા તણાવમાંથી તમને રાહત મળશે. ટૅન્શન તણાવને કાયમી ધોરણે દૂર રાખવા માટે તમારી જીવનશૈલીમાં ફેરફાર કરવાનો સમય આવી ગયો છે. નાણાપ્રવાહમાં વધારો મહત્વની ચીજોની ખરીદી તમારી માટે આસાન બનાવશે. ઘરમાં કેટલાક ફેરફાર પ્રિયપાત્ર સાથે સમસ્યા તરફ દોરી જઈ શકે છે. પ્રેમમાં ઉતાવળિયું પગલું લેવાનું ટાળવું. આજે ઓવું વર્તન કરો જાણે કે તમે સ્ટાર છો-પણ માત્ર પ્રશંસાને પાત્ર ઠરે એની જ ચીજો કરજો. તમારા જીવનસાથી આજે તમારી રોજબરોજની જરૂરિયાતો સંતોષવાનું બંધ કરી દેશે, જે આખરે તમારો મૂડ બગાડી મુકશે.

ધન— સંતપુરૂષ પાસેથી મળેલું દિવ્ય જ્ઞાન તમને આશ્વાસન અને રાહત પૂરી પાડશે. આજે વધુ એક ઉચ્ચ-ઊર્જાયુક્ત દિવસ છે તથા અણધાર્યા લાભની શક્યતા છે. બાળકો સાથે કામ લેવા માટે આજનો દિવસ મુશ્કેલ છે. રૉમેન્ટિક આનંદમાં પરિવર્તનની શક્યતા જોવાય છે. આજે તમે નવા વિચારોથી તરબતર હશો તથા પ્રવૃત્તિની તમારી પસંદગી તમારી અપેક્ષા કરતાં અનેક ગણો વધારે લાભ અપાવશે. કેટલીક વાર તમારે તમારા સંબંધને કડવાશથી બચાવવા શાંતિ રાખવાની જરૂર રહે છે. આજનો દિવસ તમારી ધીરજની કસોટી કરી શકે છે.

મકર આનંદમય દિવસ માટે માનસિક તાણ અને તણાવ ટાળો. દિવસના ઉત્તરાર્ધમાં આર્થિક સ્થિતિ સુધરશે. તમને નીચા પાડવાની કોશિષ કરતા લોકો સાથે કામ લેવામાં તમને ખૂબ જ મુશ્કેલી પડશે. એકતરફી પ્રેમ તમને નિરાશ કરશે. સંવાદ સાધવાની તમારી કળા પ્રભાવિત કરનારી રહેશે. તમારા જીવનસાથી આજે ખરેખર વિચિત્ર રીતે વર્તશે, જેનાથી તમને ઠેસ પહોંચશે.

કુંભ— હવાઈ કિલ્લા રચવામાં તમારો સમય વેડફશો નહીં. એના કરતાં કશું અર્થપૂર્ણ કરવા માટે તમારી શક્તિ બચાવો. આર્થિક બાબતોમાં સુધારો ચોક્કસ થશે. સંબંધો સાથે જોડાણો અને બંધનો તાજાં કરવાનો દિવસ. તમારા સમર્પિત તથા અડગ પ્રેમમાં જાદુઈ રચનાત્મક શક્તિઓ છે. એવા ઉતાવળા નિર્ણય લેતા નહીં, જેનાથી જીવનમાં આગળ જતાં તમને તેના વિશે અફસોસ થાય. સોશિયલ મિડિયા પર તમને લગ્ન વિશેના મેસેજીસ આવતા હોય છે, પણ આજે તમે આશ્ચર્યચકિત થઈ જશો જ્યારે લગ્નજીવનને લગતી કેટલીક ચોંકાવનારી વાસ્ચવિક્તાઓ તમારી સામે આવશે.

મીન— થોડી મોજ-મજા માટે ઑફિસમાંથી વહેલા નીકળવાનો પ્રયાસ કરજો. તમે જો બધું જ બરાબર કરશો તો આજે તમે વધારાના નાણાં કમાઈ શકશો. દિવસના ઉત્તરાર્ધમાં અણધાર્યા સારા સમાચાર ખુશી લાવશે તથા આખા પરિવારો ઉત્સાહ વધારશે. એકાએક થયેલો રૉમેન્ટિક મેળાપ તમારા મિજાજને ખીલવશે. કાયદાકીય સલાહ મેળવવા માટે વકીલની મુલાકાત લેવા માટે સારો દિવસ. તમારી જીવનસંગીની તમારી નબળાઈઓને પણ પ્રેમ કરશે. આ બાબત તમને મદહોશ બનાવી દેશે.

Next Story