Connect Gujarat

જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ
X

મેષ (અ,લ,ઇ) – નાની-નાની બાબતોને તમારા મગજ પર અસર કરવા ન દેતા. ઝડપથી નાણાં કમાઈ લેવાની ઈચ્છા તમે ધરાવશો. તમારા માતા-પિતાને તમારી માટે ગેરસમજ થવાની શક્યતા છે કેમ કે તમે તમારો મુદ્દો માંડવામાં નાકામિયાબ રહ્યા છો.એ વાતની તકેદારી રાખો કે તમે તમે એ વાત તેમના સુધી યોગ્ય રીતે પહોંચાડી શકો. આજે તમારા પ્રેમી કે પ્રેમિકાને તમારી સામે બિનજરૂરી માગણીઓ મુકવા ન દેતા. વ્યાપારને લગતા મહત્વના નિર્ણયો લેતી વખતે અન્યોના દબાણ હેઠળ ન આવતા. નિંદા-કૂથલી તથા અફવાઓથી દૂર રહો. નુકસાન આજે તમારી લગ્નજીવન પર વિપરિત અસર કરી શકે છે.

વૃષભ (બ,વ,ઉ) – ખિન્ન તથા નિરાશ ન થાવ. અન્યોને પ્રભાવિત કરવા વધુ પડતો ખર્ચ ન કરી નાખતા. બાળકોને લઈને કેટલીક નિરાશાઓ થશે, કેમ કે તેઓ પોતાની કારકિર્દી પર ધ્યાન આપવાને બદલે અન્ય પ્રવૃત્તિઓ પાછળ વધુ સમય વેડફી રહ્યા છે. સામાજિક અંતરાયો પાર નહીં કરી શકો. કામના સ્થળે આજનો દિવસ તમારી માટે મુશ્કેલ હોય એવું જણાય છે. ખરીદી તથા અન્ય પ્રવૃત્તિઓ તમને દિવસના મોટ ભાગનો સમય વ્યસ્ત રાખશે. તમારા જીવનસાથી દ્વારા આપવામા આવેલી તાણને કારણે તમારી તબિયત પર અવળી અસર પડશે.

મિથુન (ક,છ,ઘ) – કોઈક બિનજરૂરી બાબતને લઈને દલીલબાજી કરવામાં તમારી શક્તિ વેડફશો નહીં. હંમેશાં તમારી જાતને યાદ દેવડાવો કે દલીલબાજીથી કશું મળતું નથી પણ તમે કશુંક ચોક્કસ જ ગુમાવો છો. તમારો ખર્ચ તમારા બજેટની બહાર જતો રહેશે જેને કારણે તમારા કેટલાક ચાલી રહેલા પ્રૉજેક્ટ્સ અણધારી રીતે થંભી જશે. પરિવારના નિકટના સભ્યો તમારામાં ઈર્ષા તથા ચીડની લાગણી જન્માવશે- પણ તેમના પર ખફા થવાને બદલે તમે શું અનુભવી રહ્યા છો એ અંગે તેમની સાથે ચર્ચા કરો. તમારા પ્રિયપાત્રમાં શું કમીઓ છે તે શોધવામાં તમારો સમય બરબાદ ન કરતા. તમને ધિક્કારનાર વ્યક્તિને તમે જો હૅલ્લો કહેશો તો કામના સ્થળે આજે દિવસ તમારી માટે ખરેખર અદભુત બની શકે છે. તમારા મનમાં જે હોય તે કહેતા ગભરાતા નહીં. તમારા જીવનસાથી સાથેના ઉષ્માભર્યાં સંબંધોને આજે ઠેસ પહોંચે એવી શક્યતા છે.

કર્ક (ડ,હ) – આજે સ્વાસ્થ્ય બરાબર રહેશે. ખર્ચ કરવા માટે સામેથી તૈયારી દાખવતા નહીં, અન્યથા તમે ઘરે ખાલી ખિસ્સે પહોંચશો. અન્યોને પ્રભાવિત કરવાની તમારી આવડત તમને વળતર અપાવશે. તમારા પ્રિયપાત્રના સોશિયલ-મિડિયા પરના છેલ્લાં કેટલાક દિવસોના સ્ટેટસ ચેક કરો, તમને એક સુંદર આશ્ચયર્ય મળશે. આસપાસની બધી જ બાબતો કામના સ્થળે તમને પડકારવાના મૂડમાં જાય છે, દૃઢતા જાળવી રાખજો. એવા ઉતાવળા નિર્ણય લેતા નહીં, જેનાથી જીવનમાં આગળ જતાં તમને તેના વિશે અફસોસ થાય. પરિણીત દંપત્તિ હંમેશાં સાથે રહે થે, પણ એ દર વખતે રોમેન્ટિક હોતું નથી. આથી આજનો દિવસ ખૂબ જ રોમેન્ટિક બની રહેવાનો છે.

સિંહ (મ,ટ) – તમે કોઈક વિચિત્ર પરિસ્થિતિમાં સપડાઈ જાવ તો નિરાશ ન થતા. જેમ ભોજનમાં સ્વાદ મીઠાને આભારી છે તેમ સાચા આનંદનું મૂલ્ય સમજવા માટે કેટલીક તકલીફ પણ જરૂરી છે. તમારા મૂડને બદલવા સામાજિક મેળાવડામાં હાજરી આપો. સંયુક્ત સાહસો તથા શંકાસ્પદ આર્થિક યોજનાઓમાં રોકાણ કરતા નહીં. આજે તમે જે કાર્યક્રમમાં સહભાગી થશો તેમાંથી નવી મિત્રતા વિકસશે. પ્રેમમાં સહન કરવાની હિંમત રાખો તથા ખુશખુશાલ રહો. કામના સ્થળે પરિસ્થિતિ થોડી તકલીફદાયક જણાય છે. શત્રુઓ તમારા વિરૂદ્ધ ષડયંત્ર રચી શકે છે. સીધા પ્રાપ્ત ન થયા હોય એવા સમાચારની ફેર ચકાસણી કરી લેવી. કોઈક વ્યક્તિ તમારા જીવનસાથીમાં વધારે પડતો રસ લેશે, પણ દિવસના અંતે તમને સમજાશે કે કશું જ ખોટું નથી થઈ રહ્યું.

કન્યા (પ,ઠ,ણ) – ઑફિસમાંથી વહેલા નીકળવાનો પ્રયાસ કરજો અને તમને ખરેખર આનંદ આપતી પ્રવૃત્તિઓ કરો. બૅન્કને લગતા કાર્યો ખૂબ જ તકેદારીપૂર્વક પાર પાડવાની જરૂર પડશે. તમારા માતા-પિતાને ખુશ કરવામાં તમને મુશ્કેલી પડશે. હકારાત્મક પરિણામ આપવા માટે સમજવાનો પ્રયાસ કરો તથા પરિસ્થિતિને તેમના દૃષ્ટિકોણથી જોવાની કોશિષ કરો. તેઓ તમારી માવજત, પ્રેમ અને સમયને લાયક છે. સુંદર સ્મિત સાથે તમારા પ્રેમી કે પ્રેમિકાનો દિવસ ઝળકાવો. કામના સ્થળે પરિસ્થિતિ વિચિત્ર થઈ શકે છે, તમે અમુભવશો કે બધું જ તમારી વિરૂદ્ધ જઈ રહ્યું છે. આમ છતાં, એ સાચું નહીં હોય. આજનો દિવસ એવા દિવસોમાંનો એક છે જ્યારે પરિસ્થિતિ તમારી મરજી મુજબ આકાર નહીં લે. તમને જો લાંબા સમયથી શાપિત હોવાની અનુભૂતિ થતી હોય તો આજે તમને આશીર્વાદ મળવાની અનુભૂતિ થશે.

તુલા (ર,ત) – તમારી હતાશાની લાગણીને તમારા પર કાબૂ મેળવવા દેતા નહીં. તમારી રચનાત્મક પ્રતિભાનો યોગ્ય ઉપયોગ લેવાશે તો તે ખૂબ જ આકષર્ષક સાબિત થશે. પરિવારમાં તમારો પ્રભુત્વવાળો અભિગમ બદલવાનો સમય પાકી ગયો છે. તેમની સાથે સંપૂર્ણ સહકારપૂર્વક કામ કરી જીવનના ચડાવ-ઉતાર તેમની સાથે શૅર કરો. તમારો બદલાયેલો અભિગમ તેમને અમર્યાદ આનંદ આપશે. ઘરની જવાબદારીઓમાંથી છટકવું તથા નાણાં માટે કકળાટની અસક વૈવાહિક જીવન પર પડશે. તમારા માતા-પિતા તેમનું વચન ન પાળે તે હતાશ થતા નહીં- મામલો ઉકેલવા માટે તમારે તેમની સાથે બેસીને વાત કરવી રહી. તમે જો પ્રવાસને લગતી કોઈ યોજના ઘડી હોય -તો તમારા સમયપત્રકમાં છેલ્લી ઘડીના ફેરફારને કારણે તે મુલત્વી રહેશે. તમારા જીવનસાથી સાથેની તકરારને કારણે તમને લાગણીના તબક્કે કદાચ એવું લાગશે કે લગ્નનું બંધન નબળું પડી ગયું છે.

વૃશ્વિક (ન,ય) – તમારી ધીરજ ખોતા નહીં ખાસ કરીને મુશ્કેલીના સમયમાં. ગ્રુપમાં સંકળાવું મનોરંજક છતાં ખર્ચાળ સાબિત થશે-ખાસ કરીને જો તમે અન્યો પર ખર્ચ કરવાનું બંધ નહીં કરો. તમે સમસ્યાઓ ઉકેલવાનો પ્રયાસ કરશો તેનાથી મિજાજ અને યોજનાઓમાં પરિવર્તનનો પ્રભાવ વધશે. કોઈક ખાસ વ્યક્તિનું ધ્યાન તમે તમારી તરફ ખેંચી શકશો-જો તમે તમારા ગ્રુપ સાથે રહેશો તો. ભાગીદારીને લગતી તકો સારી જણાય છે, પણ બધું જ કાગળ પર સ્પષ્ટ કરજો. તમારા છૂપા શત્રુઓ તમારા વિશે અફવાઓ ફેલાવવા માટે ઉત્કંઠ હશે. કામના સ્થળે વખાણ થાય એવી શક્યતા છે.

ધન (ભ,ફ,ધ,ઢ) – લાંબા ગાળાની માંદગીથી તમને મુક્તિ મળે એવી શક્યતા છે. તમારી આર્થિક બાબતો અંગે તમે વધારે પડતા ઉદાર રહ્યા તો તમારી માટે મુશ્કેલી સર્જાઈ શકે છે. ઑફિસનું ટૅન્શન ઘરે ન લાવતા.એનાથી તમારી પારિવારિક ખુશીઓ પર અસર થઈ શકે છે. ઑફિસની સમસ્યાઓને ત્યાં જ ઉકેલો અને તમારા પારિવારિક જીવનનો આનંદ લો. આજે તમે ડૅટ પર જવાના હો તો,વિવાદાસ્પદ મુદ્દા ઊભા કરવાનું ટાળો. આજે તમે જે વધારાનું જ્ઞાન મેળવશો તે તમારા સાથીઓ સાથે કામ લેવામાં તમારો ગુણવિશેષ સાબિત થશે. પ્રવાસ કરવાના હો તો એ વાતની ખારતરી કરી લે જો કે તમામ મહત્વના દસ્તાવેજો તમારી સાથે છે. તમારા જીવનસાથી સાથે તમે આરામદાયક દિવસ વીતાવશો.

મકર (ખ,જ) – સ્વસ્થ રહેવા માટે તમારા ખોરાક પર અંકુશ રાખો તથા વ્યાયામ કરો. રિયલ એસ્ટેટ અને આર્થિક વ્યવહારો માટે સારો દિવસ. ઘરના મોરચે મુશ્કેલીઓનો ચરૂ ઉકળી રહ્યો છે આથી તમે જે બોલો છો તે અંગે સાવચેતી રાખજો. પ્રેમમાં સંતાપ સહન કરવો પડે એવી શક્યતા નકારી શકાય નહીં. તમારો પ્રભુત્વભર્યો અભિગમ તમારા સહ-કમર્મચારીઓ તરફથી ટીકા લાવશે. સીધા પ્રાપ્ત ન થયા હોય એવા સમાચારની ફેર ચકાસણી કરી લેવી. ઘણા લાંબા સમયથી કામનું દબાણ તમારા લગ્નજીવન પર વિપરિત અસર કરી રહ્યું હતું. પણ આજે, તમામ ફરિયાદો ગાયબ થઈ જશે.

.કુંભ (ગ,શ,સ,ષ) –. સ્વાસ્થ્ય બરાબર રહેશે. નવા સંપર્કો કદાચ લાભદાયી લાગશે પણ અપેક્ષા મુજબના લાભ નહીં લાવે- નાણાં રોકવાની વાત આવે ત્યારે ઉતાવળા નિર્ણયો ન લેવામાં જ સાર છે. તમારા પરિવારના સભ્યોની જરૂરીયાતો પર ધ્યાન આપવું એ આજના દિવસની પ્રાથિમકતા હોવી જોઈએ. રૉમાન્સ માટે ઉત્સાહજનક દિવસ-સાંજ માટે કોઈક ખાસ યોજના બનાવો અને તેને શક્ય એટલી રૉમેન્ટિક બનાવો. વ્યાપારને લગતા મહત્વના નિર્ણયો લેતી વખતે અન્યોના દબાણ હેઠળ ન આવતા. આજે સામાજિક મિલન -મુલાકાતો તથા તમને સૌથી વધુ કરવી ગમે તેવી બાબતો કરવા માટે તમારી પાસે ફાજલ સમય હશે. માત્ર નાનકડા પ્રયાસને કારણે, આજનો દિવસ તમારા લગ્નજીવનનો શ્રેષ્ઠતમ દિવસ સાબિત થશે.

મીન (દ,ઝ,ચ,થ) - અસીમ જીવનની મહાન ભવ્યતાને માણવા માટે તમારા જીવનને વધુ ઉત્કૃષ્ટ બનાવો. ચિંતાની ગેરહાજરી આ દિશામાં પ્રથમ પગલું છે. અણર્ધાયા બિલ આર્થિક બોજો વધારશે. તમારી નિકટના લોકો અંગત સ્તરે સમસ્યાઓ ઊભી કરશે. એકતરફી પ્રેમ તમને નિરાશ કરશે. જમીનને લગતા મોટા સોદા પાર પાડવાની સ્થિતિમાં તમે હશો તથા મનોરંજક પ્રૉજેક્ટમાં અનેક લોકોને સાંકળો. સાવચેતીભર્યાં પગલાંનો દિવસ-જ્યારે તમને મગજ કરતાં દિલની વધુ જરૂર પડશે. ક્યારેક લગ્નજીવન ખૂબ જ હતાશાજનક બની રહે છે. એવું લાગે છે કે આજે હતાશ થવાનો વારો તમારો છે.

Next Story