Connect Gujarat

જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ
X

મેષ (અ,લ,ઇ) – તમારા આત્મવિશ્વાસ અને ઊર્જાનું સ્તર ઊંચું રહેશે. ખાસ લાભદાયક દિવસ જણાતો નથી-આથી તમારી આર્થિક સ્થિતિ તપાસો અને તમારા ખર્ચને ઘડાટો. દીકરીની બીમારી તમારો મિજાજ ખરાબ કરી મુકશે. તેને આ બીમારીમાંથી બહાર નીકળવા માટે તમારો પ્રેમ અને લાગણી આપી તેનો મિજાજ બદલવામાં મદદ કરો પ્રેમમાં લોકોને સાજા કરવાની ગજબની શક્યતા રહેલી છે. તમારો રૉમેન્ટિક સંબંધ આજે મુશ્કેલીમાં આવશે. અણધાર્યો પ્રવાસ કેટલાક માટે દોડધામભર્યો તથા તાણયુક્ત સાબિત થઈ શકે છે. તમારા જીવનસાથીની તબિયતમાં બગાડને કારણે તમારૂં કેટલુંક કામ ખોરંભે ચડી શકે છે.

વૃષભ (બ,વ,ઉ) - ભીડભરી બસમાં પ્રવાસ કરતી વખતે બ્લ્ડ પ્રૅશરના દરદીઓએ વધારે તકેદારી રાખવી. આજે તમારી સમક્ષ આવતી મૂડીરોકાણની નવી તકોને જાણો- પણ પ્રકલ્પના લાભ-હાનિ જાણ્યા બાદ જ તમારી જાતને નિર્ણય લેવા તૈયાર કરો. તમારે નિરાંત અનુભવવાની તથા નિકટના મિત્રો અને પરિવારના સભ્યો વચ્ચે ખુશી શોધવાની જરૂર છે. તમારા જુસ્સાને અંકુશમાં રાખો તેને કારણે તમારા પ્રેમ પ્રકરણમાં તકલીફ સર્જાઈ શકે છે. આજે જો તમે ખરીદી માટે જશો તો તમે પોતાની માટે સારૂં ડ્રેસ મટિરિયલ ખરીદશો. તમારો ખરાબ મિજાજ તમારા જીવનસાથીની કોઈ સરપ્રાઈઝ દ્વારા સારો થઈ જશે.

મિથુન (ક,છ,ઘ) – ગૅસને લગતી સમસ્યાઓ ધરાવતા દરદીઓએ તેલ તથા ચરબીયુક્ત ખોરાક ટાળવો કેમ કે તેનાથી તેમની બીમારી વધી શકે છે. અણર્ધાયા બિલ આર્થિક બોજો વધારશે. અન્યોને અપમાનિત ન કરવાનો પ્રયાસ કરજો તથા પરિવારની જરૂરિયાતોને અનુરૂપ થજો. તમારૂં પ્રેમ જીવન વસંતના વૃક્ષનાં પાંદડાં સમાન રહેશે. આજે તમે નવા વિચારોથી તરબતર હશો તથા પ્રવૃત્તિની તમારી પસંદગી તમારી અપેક્ષા કરતાં અનેક ગણો વધારે લાભ અપાવશે. તમારા જીવનાસાથીને આજે તમારા વ્યસ્ત સમયપત્રકને કારણે તેનું કશું જ મહત્વ નહીં હોવાનું લાગશે, અને તે સાંજે આ બાબતે તેનો અણગમો વ્યક્ત કરશે.

કર્ક (ડ,હ) – મિત્ર દ્વારા જ્યોતિષ માર્ગદર્શન તમારૂં સ્વાસ્થ્ય સુધારવા માટે તમને પ્રોત્સાહિત કરશે. તમારા ખર્ચમાં અણધાર્યો વધારો તમારી માનસિક શાંતિમા ખલેલ પહોંચાડશે. પરિવારના સભ્યો સાથે કેટલીક હળવાશભરી પળો વિતાવો. આજનો દિવસ તમારી આસપાસ ગુલાબની સુગંધ લાવશે. પ્રેમના અતિઆનંદને માણો. તમારી ચીજો પ્રત્યે બેદરકાર રહેશો તો તે ખોવાઈ શકે છે અથવા ચોરી થઈ શકે છે. સ્પર્શ, ચુંબન, આલિંગનનું લગ્નજીવનમાં આગવું મહત્વ હોય છે. આજે તમે તેનો અનુભવ કરવાના છો.

સિંહ (મ,ટ) – મિત્ર દ્વારા જ્યોતિષ માર્ગદર્શન તમારૂં સ્વાસ્થ્ય સુધારવા માટે તમને પ્રોત્સાહિત કરશે. તમારા ખર્ચમાં અણધાર્યો વધારો તમારી માનસિક શાંતિમા ખલેલ પહોંચાડશે. પરિવારના સભ્યો સાથે કેટલીક હળવાશભરી પળો વિતાવો. આજનો દિવસ તમારી આસપાસ ગુલાબની સુગંધ લાવશે. પ્રેમના અતિઆનંદને માણો. તમારી ચીજો પ્રત્યે બેદરકાર રહેશો તો તે ખોવાઈ શકે છે અથવા ચોરી થઈ શકે છે. સ્પર્શ, ચુંબન, આલિંગનનું લગ્નજીવનમાં આગવું મહત્વ હોય છે. આજે તમે તેનો અનુભવ કરવાના છો.

કન્યા (પ,ઠ,ણ) – રોજબરોજની પ્રવૃત્તિઓમાં તમારી તબિયત બાધારૂપ બની શકે છે. આજે તમે સારૂં એવું ધન કમાશો-પણ ખર્ચમાં વધારાને કારણે બચત કરવામાં તમને મુશ્કેલી પડશે. સંબંધીઓ તમારા દુઃખમાં ભાગ પડાવશે. તમારી સમસ્યાઓ તેમની સાથે બેફીકર થઈને શૅર કરો. તમે ચોક્કસ જ તેમને ઉકેલી શકશો. તમારા પ્રિયપાત્રના મિજાજમાં અણધાર્યા તાનપલટા આજે વધશે. એવા ઉતાવળા નિર્ણય લેતા નહીં, જેનાથી જીવનમાં આગળ જતાં તમને તેના વિશે અફસોસ થાય. કેટલીક વાર ગુસ્સામાં તમે બધી જ બાબતો પર શંકા કરવા લાગો છો, જે ખોટું છે અને તમે તે જાણો છો. પણ આજે તમે તમારા વૈવાહિક બંધન પર જ શંકા કરશો.

તુલા (ર,ત) – કુદરતે તમારા પર નોંધપાત્ર આત્મવિશ્વાસ તથા હોંશિયારી વર્ષાવી છે-આથી તેનો પૂરેપૂરો ઉપયોગ કરો. આર્થિક બાબતોમાં સુધારો ચોક્કસ થશે. ઘરમાં કેટલીક સાફસફાઈ કરવાની તાકીદે જરૂર છે. બાબતોને યોગ્ય રીતે હાથ ધરજો કેમ કે તમારા જીવનસાથીનો મૂડ બહુ સારો જણાતો નથી. પત્રવ્યવહાર તકેદારીપૂર્વક કરવાની જરૂર. તમારા ભૂતકાળનું કોઈ રહસ્ય જાણીને તમારા જીવનસાથીને થોડીઘણી ઠેસ પહોંચી શકે છે.

વૃશ્વિક (ન,ય) – લાંબા ગાળાની બીમારીમાંથી તમે સાજા થશો. પણ સ્વાર્થી તથા ઝટ ગુસ્સે થઈ જાય એવી વ્યક્તિને ટાળજો કેમ કે એ તમારી તાણ વધારી શકે છે-જ તમારી સમસ્યાને ઓર વકરાવી શકે છે. લાંબા ગાળાથી આવવાના બાકી નાણાં અથવા કોઈને ઉછીની આપેલી રકમ પરત આખરે પરત મળશે. તમારી લાગણીઓ પર અંકુશ મુકવો તમારી માટે મુશ્કેલ થઈ પડશે-પણ તમારી આસપાસના લોકોને કનડતા નહીં અન્યથા તમે એકલા પડી જશો. પ્રેમનું સંગીત એને જ સંભળાય છે જેઓ તેમાં સતત ખોવાયેલા રહે છે. આજે તમને આ સંગીત સાંભળવા મળશે, જે તમને વિશ્વના તમામ ગીતો ભુલાવી દેશે. સામાજિક તથા ધાર્મિક કાર્યક્રમો માટે અદભુત દિવસ. તમે અને જીવનસાથી કોઈક નાના મુદ્દા પર ઝઘડશો પણ લાંબા ગાળે આ બાબત તમારા લગ્નજીવનને નુકસાન કરશે. અન્યો જે કંઈ કહે છે અથવા સૂચવે છે તેના પર વિશ્વાસ ન રાખવા જેટલી તકેદારી રાખજો.

ધન (ભ,ફ,ધ,ઢ) – તાણ અને ટૅન્શન લેવાનું ટાળો કેમ કે તે તમારા સ્વાસ્થ્ય પર અસર પાડી શકે છે. તમારા મૂડીરોકાણ તથા ભાવિ ધ્યેયો વિશે ગુપ્તતા જાળવો. તમારા જીવનસાથી તરફ બેદરકારી તમારા સંબંધ પર અસર કરી શકે છે. તમારો મૂલ્યવાન સમય ફરીથી જીવો તથા તમારી મીઠી યાદોને યાદ કરી ખુશખુશાલ સોનેરી દિવસો પાછા મેળવો. તમારા પ્રિયપાત્ર સાથે બહાર જતા હો ત્યારે દેખાવ અને વર્તનમાં તમે જેવા છો એવા જ રહો. કાયદાકીય સલાહ મેળવવા માટે વકીલની મુલાકાત લેવા માટે સારો દિવસ. લાગે છે કે તમારા વરિષ્ઠો કામમાં આજે દેવદૂતની જેમ વર્તી રહ્યા છે.

મકર (ખ,જ) – તમારી સ્વાસ્થ્ય તથા શક્તિ બચાવવાની આદત તમને ખૂબ જ મદદ કરશે કેમ કે તમે લાંબી મુસાફરી પર જવાની યોજના ઘડી રહ્યા છો. વ્યસ્ત સંયપત્રક છતાં તમે થાક સાથે આસાનીથી કામ પાડી શકશો. એક નવો આર્થિક સોદો પાર પડશે અને નાણાંનો નવો ધોધ વહેતો થશે. તમારી જાતને લાડ લડાવવાનો દિવસ અને તમને જે સૌથી વધુ ગમે છે એ કાયર્ય કરવાનો દિવસ. પ્રેમમાં આજે તમારી વિવેકાધીન બુધ્ધિનો ઉપયોગ કરો. તમારી ચીજો પ્રત્યે બેદરકાર રહેશો તો તે ખોવાઈ શકે છે અથવા ચોરી થઈ શકે છે. આજે તમે તમારા જીવનસાથી સાથે બહાર જશો અને તમે બંને સાથે સારો દિવસ વિતાવશો.

કુંભ (ગ,શ,સ,ષ) – વાહન ચલાવતી વખતે તકેદારી રાખો. તમારી આર્થિક સ્થિતિ સુધરશે આમ છતાં નાણાખર્ચમાં વધારો તમારી યોજનાઓને પાર પાડવામાં અંતરાયો ઊભા કરશે. મિત્રો દ્વ્રારા તમે મહત્વના સંપર્કો બનાવશો. રૉમાન્સ, બહાર જવું તથા પાર્ટીઓ ઉત્સાહજનક પુરવાર થઈ શકે છે પણ આ બાબતો થકવનારી પણ છે. નવી વિચારોને કસોટીની એરણ પર મુકવા માટે શ્રેષ્ઠ દિવસ. તમે તમારા જીવનસાથી પર આજે શંકા કરશો જેને કારણે ઘરની શાંતિમાં ભંગ પડવાની શક્યતા છે.

મીન (દ,ઝ,ચ,થ) - તમારૂં ઝડપી પગલું લાંબા સમયથી તોળાતી સમસ્યાને ઉકેલશે. ખર્ચ વધશે પણ આવકમાં થતો વધારો તમારા ખર્ચને પહોંચી વળશે. ઘરનું કામ થકાવનારૂં હશે તથા માનસિક તાણનું મોટું કારણ બનશે. તમારા પ્રિયપાત્ર સાથેના સંબંધો કોઈક સાવ ક્ષુલ્લક બાબતને લઈને વણસી શકે છે. તમારી વાતચીતમાં તમે જેવા છો એવા જ રહો કેમ કે તમે જે નથી એ દેખાડવાથી તમને કોઈ જ ફાયદો નહીં થાય. આજે તમારા જીવનસાથી તમને તેમની બહુ સારી ન કહેવાય એવી બાજુ દેખાડશે.

Next Story