Connect Gujarat

જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ
X

મેષ (અ,લ,ઇ) – શારીરિક માંદગીમાંથી સાજા થવાની શક્યતા છે, જે તમને રમતગમતની સ્પર્ધામાં ભાગ લેવામાં મદદરૂપ થશે. ખર્ચ વધશે પણ આવકમાં થતો વધારો તમારા ખર્ચને પહોંચી વળશે. બાળકો તથા તમારાથી ઓછો અનુભવ ધરાવતા લોકો સાથ તમારે ધીરજથી કામ લેવું પડશે. આજે કોઈક તમારા વખાણ કરશે. તમારા ટીમની સૌથી કંટાળાજનક વ્યક્તિ આજે એકાએક બુદ્ધિશાળી બની જશે. તમારાં જમા પાસાં તથા ભાવિ યોજનાઓનું પુનરાવલોકન કરવાનો સમય. કેટલાક લોકો માને છે કે લગ્નજીવન એટલે ઝધડા અને સેક્સ, પણ આજે બધું જ શાંત અને સૌમ્ય રહેશે.

વૃષભ (બ,વ,ઉ) - કોઈક આધ્યાત્મિક વ્યક્તિ તમારા પર શુભાશિષ વર્ષાવશે તથા તેને કારણે માનસિક શાંતિ આવશે. તમારી ઈચ્છાઓ પૂર્ણ થશે કેમ કે આશીર્વાદ અને સારૂં ભાગ્ય તમારી તરફ આવી રહ્યું છે-તથા અરાઉના દિવસની સખત મહેનત પણ રંગ લાવી રહી છે. તમારી સિદ્ધિઓ તમારા પરિવારના સભ્યોનું મનોબળ વધારશે અને તમારી પ્રતિષ્ઠામાં એક નવા ઘરેણાનો વધારો થશે. તમારી જાતને અન્યો માટે રૉલ મૉડૅલ બનાવવા માટે સખત મહેનત કરો. તમારૂં પ્રિયપાત્ર તમારી પાસેથી ભેટ-સોગાદો ઉપરાંત તમારા સમયની પણ અપેક્ષા રાખશે. કોઈક ખર્ચાળ સાહસ પર સહી-સિક્કા કરવા પહેલા તમારી નિર્ણયશક્તિનો ઉપયોગ કરો. તમારી યોજનાઓમાં છેલ્લી ઘડીએ ફેરફાર થાય એવો દિવસ. આજે તમારા જીવનસાથી ખાસ્સા રોમેન્ટિક જણાય છે.

મિથુન (ક,છ,ઘ) – નાની-નાની બાબતોને તમારા મગજ પર અસર કરવા ન દેતા. આજનો જ વિચાર કરીને જીવનના તમારા અભિગમને તથા મનોરંજન પાછળ વધુ પડતો સમય અને નાણાં ખર્ચવાના તમારા વલણ પર અંકુશ રાખો. તમારા અભિગમમાં ઉદાર બનો અને તમારા પરિવારના સભ્યો સાથે સારી પ્રેમાળ ક્ષણો માણો. એકમેકને વધુ સારી રીતે સમજવા તમારે તમારા પ્રિયપાત્ર સાથે સમય વિતાવવાની જરૂર છે. આજે તમારા કામની સરાહના થશે. મહત્વનાં લાકો સાથે વાતચીત કરતી વખતે તમારા શબ્દો તકેદારીપૂર્વક પસંદ કરો. તમારા જીવનસાથી આજે ખરેખર સારા મિજાજમાં છે. તમને આજે સરપ્રાઈઝ મળી શકે છે.

કર્ક (ડ,હ) – શક્ય હોય તો લાંબી મુસાફરી ટાળવી કેમ કે મુસાફરી કરવા માટે તમે ખૂબ જ નબળા છો અને આ મુસાફરી તમને વધુ નબળા પાડી શકે છે. નાણાં તમારા હાથમાંથી આસાનીથી સરી જવા છતાં-તમારા શુકનવંતા ગ્રહો નાણાં પ્રવાહ જાળવી રાખશે. તમારૂં બેદરકારીભર્યું તમારા માતા-પિતાને ચિંતિત કરશે. કોઈ નવો પ્રૉજેક્ટ શરૂ કરતા પહેલા તેમને વિશ્વાસમાં લેજો. તમારે તમારૂં શ્રેષ્ઠ વર્તન દાખવવું જોઈએ-કેમ કે આજે તમારૂં પ્રિયપાત્ર જલ્દીથી નારાજ થઈ જશે. કામના સ્થળે તમારા પ્રતિસ્પર્ધીઓને આજે તેમના ખરાબ કામનો બદલો મળશે. આજે તમે તમારી જાતને સ્પૉટલાઈટ હેઠળ મહેસૂસ કરશો જ્યારે તમે કોઈને કરેલી મદદને કારણે તેને વળતર મળશે અથવા તેના કામની નોંધ લેવાશે. તમારા જીવનસાથીની આળસ આજે તમારા અનેક કામ રખડાવી શકે છે.

સિંહ (મ,ટ) – મજા માટેની ટ્રીપ તથા સામાજિક મેળાવડા તમને નિરાંતવા તથા ખુશ રાખશે. આર્થિક સમસ્યાઓ રચનાત્મક રીતે વિચારવાની તમારી ક્ષમતાને હાનિ પહોંચાડશે. ઘરમાં બોલાચાલીને કારણે પરિવારના સભ્યો વચ્ચે અપ્રિય વાતાવરણ સર્જાશે. કામ બાકી હોવા છતાં રૉમાન્સ તથા સામાજિક બાબતો તમારા મગજ પર રાજ કરશે. તમારી અપેક્ષા મુજબ કામ ન કરવા બદ્દલ તમે તમારા હાથ નીચેના લોકોથી ખાસ્સા નારાજ થાવ તેવી શક્યતા છે. આજે અનેક બાબતો ઊભી થશે-જેના પર તમારે તાત્કાલિક ધ્યાન આપવું પડશે. આજે તમે તમારા જીવનસાથીના પ્રેમમાં ફરીથી પડશો.

કન્યા (પ,ઠ,ણ) – તમારો પરિવાર તમારી પાસેથી ઘણી અપેક્ષાઓ રાખશે એ બાબત તમને ચીડવી મુકશે. દિવસમાં મોડેથી નાણાકીય સ્થિતિ સુધરશે. કેટલાક લોકો પોતે કરી શકે તેનાથી વધુ કામરી બડાઈ ફૂંકશે-જેઓ માત્ર વાતો જ કરે છે અને કોઈ પરિણામ આપતા નથી એવા લોકો વિશે ભૂલી જવામાં જ સાર છે. પ્રેમ પ્રકરણમાં બળપૂર્વક કામ લેવાનું ટાળો. આજે તમે તમારા કામમાં પ્રગતિ જોઈ શકો એવી શક્યતા છે. ખરીદી તથા અન્ય પ્રવૃત્તિઓ તમને દિવસના મોટ ભાગનો સમય વ્યસ્ત રાખશે. આજે મુશ્કેલ પરિસ્થિતિમાં તમને ટેકો આપવામાં તમારા જીવનસાથી ખાસ રસ નહીં દેખાડે.

તુલા (ર,ત) – તમારી પીવાની આદતથી મુક્ત થવા માટે આજે ખૂબ જ શુકનવંતો દિવસ છે. સટ્ટાકીય પ્રવૃત્તિ જોખમી પુરવાર થશે-આથી તમામ રોકાણો સંપૂર્ણ તકેદારી રાખીને કરવા. વૈવાહિક જોડાણમાં પ્રવેશવા માટે સારો સમય. આજે તમને તમારા જીવનમાં સાચા પ્રેમની કમી સાલશે.ચિંતા ન કરો સમય સાથે બધું જ બદલાઈ જાય છે અને તેમાં તમારૂં રૉમેન્ટિક જીવન પણ અપવાદ નથી. તમે જે નથી કરવાના એ કામ કરવાની ફરજ અન્યોને ન પાડતા. અન્યોના ગળે તમારી વાત ઉતારવાની તમારી આવડત ઊંચા લાભ અપાવશે. ઘણા લાંબા સમયથી કામનું દબાણ તમારા લગ્નજીવન પર વિપરિત અસર કરી રહ્યું હતું. પણ આજે, તમામ ફરિયાદો ગાયબ થઈ જશે.

વૃશ્વિક (ન,ય) – કોઈ ઈજા ન થાય તે માટે બેસતી વખતે ખાસ સંભાળવું. કેમ કે બેસવાની ઢબ ન માત્ર વ્યક્તિના વ્યક્તિત્વને નીખારે છે બલ્કે સ્વાસ્થ્ય અને આત્મવિશ્વાસ વધારવામાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે. મનોરંજન તથા લક્ઝરી પર વધુ પડતો ખર્ચ ન કરશો. આજે ઘરના કેટલાક સંવેદનશીલ મુદ્દા ઉકેલવા તમારે તમારૂં બુદ્ધિચાર્તુય તથા ધાક અજમાવવાની જરૂર પડશે. આજે આનંદની અનુભૂતિ થશે. આજનો દિવસ મુશ્કેલ રહેશે, પણ ધીરજ અને શાંતિ તમને દરેક અંતરાય પર વિજય મેળવી આપવા સક્ષમ છે. અંગત અને ગોપનીય હોય તેવી માહિતી કોઈને જણાવતા નહીં. આજે તમારૂં લગ્નજીવન મુશ્કેલ સમયમાંથી પસાર થાય એવી શક્યતા છે.

ધન (ભ,ફ,ધ,ઢ) – અપ્રિય, ક્ષોભજનક તથા ઉત્સાહ પર ઠંડું પાણી રેડી દે એવી પરિસ્થિતિ તમારી સામે આવે એવી શક્યતા છે. પણ તેનાથી નાસીપાસ થવાને બદલે તેમાંથી તમારે બોધપાઠ લઈ આગળ વધવું જોઈએ. અન્યો પર વધુ પડતો ખર્ચ કરશો એવી શક્યતા છે. આજે તમારી ધીરજ ખૂબ જ મર્યાદિત હશે-પણ ધ્યાન રાખજો કેમ કે કઠોર અથવા અસંતુલિત શબ્દો તમારી આસપાસના લોકોને નાખુશ કરી શકે છે. વ્યસ્ત રસ્તા પર તમે અનુભવશો કે તમે સૌથી નસીબદાર છો, કેમ કે તમારું પ્રિયપાત્ર સૌથી શ્રેષ્ઠ છે. તમે જે કંઈ કામ કરો છો તેનું શ્રેય બીજાને ન લેવા દેતા. તમારો સમય અને શક્તિ અન્યોની મદદ કરવામાં ફાળવો-પણ તમારી સાથે સંબંધ ન હોય તેવી બાબતો સાથે સંકળાતા નહીં. પરિણીત દંપત્તિ હંમેશાં સાથે રહે થે, પણ એ દર વખતે રોમેન્ટિક હોતું નથી. આથી આજનો દિવસ ખૂબ જ રોમેન્ટિક બની રહેવાનો છે.

મકર (ખ,જ) – આઉટડૉર રમતો તમને આકર્ષશે-ધ્યાન તથા યોગ લાભ લાવશે. આજે કોઈપણ પ્રકારનું રોકાણ ટાળવું. ઘરને લગતી તમારી જવાબદારીઓ પૂરી કરવામાં બાળકો તમને મદદ કરશે. તેમની નવરાશના સમયમાં તેમને આવી પ્રવૃત્તિઓ કરવા માટે પ્રોત્સાહિત કરો. અંગત માર્ગદર્શન તમારા સંબંધોને સુધારશે. કામના સ્થળે આજે કોઈક વ્યક્તિ તમારી સાથે કંઈક સારૂં વર્તન કરશે. કાયદાકીય સલાહ મેળવવા માટે વકીલની મુલાકાત લેવા માટે સારો દિવસ. આજનો દિવસ તમારા લગ્નજીવનના સુંદર દિવસોમાંનો એક બની શકે છે

કુંભ (ગ,શ,સ,ષ) – તમને જો એમ લાગતું હોય કે તમે વધુ પડતા તાણગ્રસ્ત થઈ ગયા છો- તો બાળકો સાથે વધુ સમય વિતાવો-તેમનું ઉષ્માભર્યું આલિંગન અથવા તેમનું નિર્દોષ સ્મિત તમને તમારી તકલીફોમાંથી બહાર કાઢશે. તમે જો લાંબા-ગાળા માટે રોકાણ કરશો તો તમને નોંધપાત્ર લાભ મળશે. તમારી અનુકંપા તથા સમજદારીનું વળતર તમને મળશે. પણ તકેદારી રાખજો કેમ કે ઉતાવળે લીધેલો કોઈપણ નિર્ણય તમને દબાણ હેઠળ લાવી શકે છે. તમારી વાણી પર અંકુશ રાખવાનો પ્રયાસ કરો કેમ કે તમારા કઠોર શબ્દો તમારા પ્રિયપાત્ર અને તમારા વચ્ચેની શાંતિ તથા સંબંધની સરળ ગતિને અસર કરી શકે છે. તમારા ટીમની સૌથી કંટાળાજનક વ્યક્તિ આજે એકાએક બુદ્ધિશાળી બની જશે. તમારા દેખાવ અને વ્યક્તિત્વને નીખારવા કરેલા પ્રયત્નો તમારા સંતોષ મુજબનું પરિણામ આપશે. તમારા જીવનસાથી આજે તમારી રોજબરોજની જરૂરિયાતો સંતોષવાનું બંધ કરી દેશે, જે આખરે તમારો મૂડ બગાડી મુકશે.

મીન (દ,ઝ,ચ,થ) - તમારૂં શારીરિક સાર્મથ્ય જાળવવા માટે તમે રમતગમતમાં તમારો સમય ખર્ચ કરો એવી સંભાવના છે. આજે તમે સારૂં એવું ધન કમાશો-પણ ધનને તમારી આંગળીઓ વચ્ચેથી સરકી જવા ન દેતા. તમારી મદદની જરૂર હોય એવા મિત્રની મુલાકાત લેજો. તમે વાસ્તવિક્તા સાથે મુકાબલો કરશો તેથી તમારે તમારા પ્રિયપાત્રને ભૂલી જવું પડશે. કોઈક નવા સંયુક્ત સાહસ માટે તમારી જાતને તૈયાર કરવાનું ટાળો-અને જરૂરી હોય તો તમારી નિકટના લોકોની સલાહ લો. તમારૂં ચુંબકીય-બર્હિમુખી વ્યક્તિત્વ તમને લાઈમલાઈટમાં મુકી દેશે. તમારા જીવનસાથીના કારણ વગરના બબડાટને કારણે તમે ચીડાશો, પણ તે તમારી માટે કશુંક અદભુત કરશે.

Next Story