Connect Gujarat

જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ
X

મેષ (અ,લ,ઇ) – તમારૂં ઈર્ષાયુક્ત વર્તન તમને દુઃખી તથા નિરાશ કરી શકે છે. પણ એ પોતાની જાત પર જ કરેલી ઈજા જેવું છે આથી તેના વિશે વિલાપ કરવા જેવો નથી. અન્યોની ખુશીઓમાં સહભાગી થવા તમારી જાતને પ્રેરો અને આમાંથી બહાર આવો. તમારા ખર્ચમાં અણધાર્યો વધારો તમારી માનસિક શાંતિમા ખલેલ પહોંચાડશે. કોઈપણ ભોગે ઘરની જવાબદારીઓ તરફ આંખ આડા કાન કરતા નહીં. રૉમાન્સમાં તમારા મગજનો ઉપયોગ કરજો કેમ કે પ્રેમ આંધળો હોય છે. કામના સ્થળે તમારી માટે નવી સમસ્યાઓ ઊભી થશે- ખાસ કરીને જો તમે પરિસ્થિતિ સાથે મુત્સદીપણાથી કામ નહીં લો તો. તમે આજે કેવું અનુભવો છો તે અન્યોને જણાવવા ઉતાવળા ન બનો. તમે તમારા જીવનસાથી સાથે ગમે એટલો ઝઘડા કરો, પણ એક વાત ભૂલતા નહીં કે તમે એકબીજાને પ્રેમ કરો છો.

વૃષભ (બ,વ,ઉ) - વધુ પડતો ખોરાક લેવાથી દૂર રહો અને સ્વસ્થ રહેવા માટે હૅલ્થ ક્લબની નિયમિત મુલાકાત લો. આજે ફક્ત બેઠા રહેવા કરતાં-કોઈક પ્રવૃત્તિ સાથે સંકળાઓ-જે તમારી આવકની ક્ષમતાને વધારશે. તમે તમારા સંતાન પાસેથી કોઈક પાઠ શીખવાના છો. તેમનો સૂક્ષ્મ તેજપુંજ ખૂબ જ પવિત્ર હોય છે અને તેમના આસાપાસના લોકોને તેમની નિર્દોષતા,આનંદીપણું તથા નકારાત્મકતાના અભાવ દ્વારા બદલી શકે છે. એકાએક થયેલો રૉમેન્ટિક મેળાપ તમારા મિજાજને ખીલવશે. આજે તમે કામના સ્થળે તમારો પિત્તો ગુમાવી શકો છો. આથી તૈયાર રહેજો. તમે જે હંમેશાં સાંભળવા માગતા હતા- એ સાર વખાણભર્યા શબ્દોની આજે લોકો તમારા પર વર્ષા કરશે. તમને પામીને તમારા જીવનસાથી ધન્યતા અનુભવતા હોય એવું લાગે છે. આજે આ ક્ષણનો શ્રેષ્ઠતમ ઉપયોગ કરી લો.

મિથુન (ક,છ,ઘ) – સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ બેચેની લાવી શકે છે. બૅન્કને લગતા કાર્યો ખૂબ જ તકેદારીપૂર્વક પાર પાડવાની જરૂર પડશે. તમારી મુલાકાતે આવનારા મહેમાનો તમારી સાંજ પર કબજો જમાવશે. ચમારી પરિસ્થિતિ વિશે તમારા સાથીદારને સમજાવવામાં તમને ખૂબ મુશ્કેલી પડશે. કામના સ્થાળે આજે બધું જ તમારી તરફેણમાં હોવાનું જણાય છે. તમારી યોજનાઓમાં છેલ્લી ઘડીએ ફેરફાર થાય એવો દિવસ. કામવાળી આજે કદાચ કામ પર નહીં આવે, જેને કારણે તમારા જીવનસાથી તાણ સર્જાવાની શક્યતા છે.

કર્ક (ડ,હ) – તમારી સ્વાસ્થ્ય તથા શક્તિ બચાવવાની આદત તમને ખૂબ જ મદદ કરશે કેમ કે તમે લાંબી મુસાફરી પર જવાની યોજના ઘડી રહ્યા છો. વ્યસ્ત સંયપત્રક છતાં તમે થાક સાથે આસાનીથી કામ પાડી શકશો. ગ્રુપમાં સંકળાવું મનોરંજક છતાં ખર્ચાળ સાબિત થશે-ખાસ કરીને જો તમે અન્યો પર ખર્ચ કરવાનું બંધ નહીં કરો. પારિવારિક મોરચો તકલીફદાયક બની શકે છે. પારિવારિક જવાબદારી તરફ તમારૂં બેધ્યાનપણું તેમને ખફા કરી શકે છે. તમારા જીવનસાથી આજે આખો દિવસ તમારા વિશે જ વિચારશે. તમે કામના સ્થળે તમારો મોબાઈલ ફોન તમારાથી દૂર નહીં રાખો તો, તમારાથી ગોટાળો થવાની શક્યતા છે. આજે જો તમે ખરીદી માટે જશો તો તમે પોતાની માટે સારૂં ડ્રેસ મટિરિયલ ખરીદશો. એવી શક્યતા પ્રબળ છે કે તમારા અને તમારા જીવનસાથી વચ્ચેના પ્રેમનું કદાચ ધોવાણ થાય. મતભેદો દૂર કરવા માટે વાતચીત કરો અન્યથા પરિસ્થિતિ વણસી શકે છે

સિંહ (મ,ટ) – તમારા ખભા પર ઘણી જવાબદારી આવી પડી છે અને નિર્ણય લેવા માટે મગજની સ્પષ્ટતા તમારી માટે મહત્વની સાબિત થશે. તમને આકર્ષક જણાતી હોય તેવી રોકાણ યોજના વિશે વધુ જાણકારી મેળવવા માટે સપાટીની નીચે ઊંડું ખોદકામ કરો-આગળ વધતા પૂર્વે તમારા સલાહકારની સલાહ લો. તમારી જાતને ઘરની પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રાખો. એ દરમિયાન જ થોડોક સમય આનંદ-પ્રમોદની પ્રવૃત્તિઓમાં પણ ખર્ચો, જેથી વેગ જળવાઈ રહે તથા તમારૂં શરીર રિચાર્જ થાય. તમારા પ્રિયપાત્રથી દૂર રહેવું ખૂબ જ મુશ્કેલ બની રહેશે. કામના સ્થળે તમારો સારો મિત્ર આજે તકલીફનું કારણ બની શકે છે. તમે જો પ્રવાસને લગતી કોઈ યોજના ઘડી હોય -તો તમારા સમયપત્રકમાં છેલ્લી ઘડીના ફેરફારને કારણે તે મુલત્વી રહેશે. લગ્ન એટલે માત્ર એક છત નીચે રહેવું એટલું જ નથી. તમારા જીવનસાથી સાથે કેટલોક સમય વીતાવવો પણ જરૂરી છે.

કન્યા (પ,ઠ,ણ) – બાળક જેવો તમારો સ્વભાવ સપાટી પર આવશે તથા તમે આનંદના મિજાજમાં હશો. ખર્ચ વધશે પણ આવકમાં થતો વધારો તમારા ખર્ચને પહોંચી વળશે. તમારી સમસ્યાઓ ગંભીર હશે-પણ તમે જે પીડામાંથી પસાર થઈ રહ્યા છો તેની નોંધ તમારી આસપાસના લોકો નહીં લે-કદાચ તેમને લાગે છે કે આમાં તેમણે માથું ન મારવું જોઈએ. પ્રેમ એ તમારા પ્રિયપાત્ર સાથે અનુભવવાની તથા શૅર કરવાની લાગણી છે. નવા સંયુક્ત સાહસો તથા ભાગીદારી પર સહી-સિક્કા કરવાથી દૂર રહો. પ્રવાસની તકોનો લાભ લેવો જોઈએ. આજે તમે તમારા જીવનસાથી સાથે તમારા જીવનનો શ્રેષ્ઠતમ દિવસ વિતાવશો.

તુલા (ર,ત) – ગુસ્સાની લહેર આજે વાદ-વિવાદ તથા ઘર્ષણ ભણી દોરી જશે. લાંબા ગાળાથી આવવાના બાકી નાણાં અથવા કોઈને ઉછીની આપેલી રકમ પરત આખરે પરત મળશે. આજે કામ તાણયુક્ત અને થકાવનારૂં હશે-પણ મિત્રોની સંગત તમને ખુશખુશાલ અને આરામદાયક મિજાજમાં રાખશે. રૉમાન્સ માટે બહુ સારો દિવસ નથી કેમ કે તમને સાચો પ્રેમ નહીં મળે. કામ પર ધ્યાન કેન્દ્રિત કરો અને લાગણીશીલ સંઘર્ષથી દૂર રહો. સંવાદ સાધવાની કળા આજે તમારૂં સુદૃઢ પાસું રહેશે. આજનો દિવસ સુંદર તથા રોમેન્ટિક રહેશે, પણ સ્વાસ્થ્યને લગતી કેટલીક બાબતો તમને હેરાન કરી શકે છે.

વૃશ્વિક (ન,ય) – હવાઈ કિલ્લા રચવાથી તમને ફાયદો નહીં થાય. પરિવારના સભ્યોની અપેક્ષા પર પાર ઉતરવા માટે તમારે કશુંક કરવું જોઈએ. ઘરને લગતી લક્ઝરી પર વધુ પડતો ખર્ચ ન કરશો. તમારા પ્રિયપાત્ર સાથે દલીલો સર્જી શકે એવા વિવાદાસ્પદ મુદ્દાઓને છેડવાનું ટાળવું જોઈએ. કોઈક રસપ્રદ વ્યક્તિને મળવાની શક્યતા છે. આજે તમારા હૃદયના ધબકારા તમારા પ્રિયપાત્રવા લય સાથે તાલ મેળવશે અને પ્રેમનું સંગીત રેલાવશે. અંગત અને ગોપનીય હોય તેવી માહિતી કોઈને જણાવતા નહીં. તમારા જીવનસાથી આજે થનગનાટ અને પ્રેમથી છલોછલ હશે.

ધન (ભ,ફ,ધ,ઢ) – તમારા વિનમ્ર વર્તનની સરાહના થશે. અનેક લોકો તમારા છુટ્ટા મોંએ વખાણ કરશે. આર્થિક બાબતોને લગતી અસ્થિરતા તમારા મગજ પર તાણ નિર્માણ કરશે. કેટલાક લોકો પોતે કરી શકે તેનાથી વધુ કામરી બડાઈ ફૂંકશે-જેઓ માત્ર વાતો જ કરે છે અને કોઈ પરિણામ આપતા નથી એવા લોકો વિશે ભૂલી જવામાં જ સાર છે. તમારા પ્રિયપાત્રનું. કાનું ટૅન્શને તમારા મગજને હજી પણ ઘેરો ઘાલ્યો છે જેને કારણે તમારી પાસે પરિવાર તથા મિત્રો માટે સમય નથી. તમારી ચીજો પ્રત્યે બેદરકાર રહેશો તો તે ખોવાઈ શકે છે અથવા ચોરી થઈ શકે છે. તમારા જીવનસાથી આજે તમારી જરૂરિયાતો સંતોષવામાં કદાચ ના પાડશે, જે સરવાળે તમને હતાશ કરી મુકશે.

મકર (ખ,જ) – ધ્યાન તથા સ્વયં-સમજ લાભદાયક પુરવાર થશે. અફવાઓ પર આધરિત સટ્ટામાં પડતા નહીં. અણધાર્યા શુભ સમાચાર તમારો ઉત્સાહ વધારશે. તમારા પરિવારના સભ્યો સાથે તમે આ સમાચાર વહેંચશો ત્યારે તેઓ પણ ખુશખુશાલ થઈ જશે. તમારા મિત્ર સાથે બહાર જાવ ત્યારે સારી રીતે વર્તો. કામના સ્થળે આજે તમને સારા સમાચાર મળી શકે છે. તમે જો પ્રવાસને લગતી કોઈ યોજના ઘડી હોય -તો તમારા સમયપત્રકમાં છેલ્લી ઘડીના ફેરફારને કારણે તે મુલત્વી રહેશે. આજે તમે અને તમારા જીવનસાથીએ સારી ખાણી-પીણી કરી હશે તો સ્વાસ્થ્ય બગડવાની શક્યતા છે.

કુંભ (ગ,શ,સ,ષ) – આજનો દિવસ તમારી માટે બહુ ઊર્જાવાળો નથી અને તમે નાની-નાની બાબતોમાં ચીડાઈ જશો. આજે કોઈપણ પ્રકારનું રોકાણ ટાળવું. પરિવારના સભ્યો તમારા મત સાથે સહમત થશે. તમારા જીવનસાથીની નાદુરસ્ત તબિયતને કારણે આજે રૉમાન્સ પર અસર પડશે. લાગે છે કે તમારા વરિષ્ઠો કામમાં આજે દેવદૂતની જેમ વર્તી રહ્યા છે. તમારૂં ચુંબકીય-બર્હિમુખી વ્યક્તિત્વ તમને લાઈમલાઈટમાં મુકી દેશે. તમારા લગ્નજીવનમાં આજે તમારે મુશ્કેલ સમયનો સામનો કરવાનો આવી શકે છે.

મીન (દ,ઝ,ચ,થ) - શારીરિક લાભ અને ખાસ કરીને માનસિક દૃઢતા માટે ધ્યાન અને યોગ કરવાનું શરૂ કરો. આર્થિક સમસ્યાઓ રચનાત્મક રીતે વિચારવાની તમારી ક્ષમતાને હાનિ પહોંચાડશે. પત્ની સાથે ઝઘડો માનસિત તાણ ભણી દોરી જઈ શકે છે. બિનજરૂરી તાણ લેવાની જરૂર નથી. આપણે જે બાબતને બદલી નથી શકવાના તેને તે જેમ છે તેમ જ સ્વીકારવી એ જ જીવનની મહાન બાબત છે. રૉમેન્ટિક મૂડમાં એકાએક પરિવર્તન તમને હતાશ કરશે. કામના સ્થળે તાણ આજે તમારા પર ભારે પડી શકે છે. થોડા અજાણ બનવાની કોશિશ કરો. તમારા જીવનમાં કશુંક રસપ્રદ થાય એની તમે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હો- તો તમને ચોક્કસ કંઈક રાહત મળશે. તમારા જીવનસાથીની તબિયતમાં થોડો બગાડ થઈ શકે છે.

Next Story