Connect Gujarat

જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ
X

મેષ (અ,લ,ઇ) – સફળતા હાથવેંતમાં હોવા છતાં શક્તિનો ક્ષય થતો લાગશે. પ્રૉપર્ટીને લગતા સોદા સાકાર થશે તથા અકલ્પ્ય લાભ લાવશે. તમારૂં બાળક જેવું તથા નિદોર્ષ વર્તન પારિવારિક સમસ્યા ઉકેલવામાં મહત્વની ભૂમિકા ભજવશે. પ્રવાસને કારણે રૉમેન્ટિક સંબંધોને વંગ મળશે. રચનાત્મક ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો માટે સફળતાભર્યો દિવસ કેમ કે લાંબા સમયથી જેની વાટ જોવાતી હતી તે નામના તથા સ્વીકૃતિ તેમને મળશે. તમે જો કોઈ પરિસ્થિતિથી દૂર ભાગશો-તો એ શક્ય હોય એટલી ખરાબ રીતે તમારો પીછો કરશે. આજે તમારા જીવનસાથીના પ્રેમને કારણે તમે જીવનની તમામ મુશ્કેલીઓને ભૂલી જશો

વૃષભ (બ,વ,ઉ) - કાયદાકીય બાબતોને કારણે ટૅન્શન થવાની શક્યતા છે. અન્યોને પ્રભાવિત કરવા વધુ પડતો ખર્ચ ન કરી નાખતા. તમારી આસપાસના લોકોના વર્તનથી આજે તમે થોડાઘણા ચીડાયેલા રહેશો. તમે દરકાર કરનાર તથા સમજુ મિત્રને મળશો. તમારી સખેત મહેનતનું વળતર મળશે કેમ કે તમને પ્રમોશન મળવાની શક્યતા છે. નાણાંકીય લાભો વિશે વિચારતા નહીં કારણ કે લાંબા ગાળામાં તમે જ લાભાર્થી ઠરવાના છો. ટૅક્સ તથા વીમાને લગતી બાબતમાં ધ્યાન આપવાની જરૂર પડશે. તમારા જીવનસાથી આજ પૂર્વે આટલા અદભુત ક્યારેય નહોતા.

મિથુન (ક,છ,ઘ) – તમારી માટે એ સમજી લેવાનો સમય આવી ગયો છે કે માનસિક શત્રુઓ શરીરની રોગપ્રતિકારક શક્તિ ઘટાડે છે આથી મગજમાં કોઈ બિનજરૂરી વિચારોને પ્રવેશવા ન દો. આર્થિક બાબતોને લગતી અસ્થિરતા તમારા મગજ પર તાણ નિર્માણ કરશે. મિત્રો સાથે સાંજ મોજ-મજા માટે તથા રજાઓના આયોજન માટે સારી રહેશે. લાંબા સમયથી કોઈક સાથે ચાલતો તમારો વિવાદ આજે ઉકેલવાનો પ્રયાસ કરો કેમ કે આવતી કાલે કદાચ બહુ મોડું થઈ જશે. તમારા બૉસ નોંધ લે એ પૂર્વે બાકી રહેલા કાયર્યો પૂરાં કરો. આજે તમે નવા વિચારોથી તરબતર હશો તથા પ્રવૃત્તિની તમારી પસંદગી તમારી અપેક્ષા કરતાં અનેક ગણો વધારે લાભ અપાવશે. તમારા જીવનસાથી તમારા સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર બને એવી શક્યતા છે.

કર્ક (ડ,હ) – રમતગમત તથા અન્ય આઉટડૉર પ્રવૃત્તિઓમાં ભાગ લેવાથી તમે તમારી ખોવાયેલી શક્તિ ભેગી કરવામાં તમને મદદ મળશે. રિયલ એસ્ટેટમાં રોકાણ લલચાવનારૂં હશે. નવા સંબંધો લાંબા ગાળાના તથા ખૂબ જ લાભદાયક ઠરશે. અંગત બાબતો અંકુશ હેઠળ રહેશે. આજે પ્રેમનો જાદુ તમને અંધ કરી મુકશે. આ પરમ સુખને માણો. તમારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડે તેવા લોકો સાથે જોડાવાનું ટાળો. આજનો દિવસ તમારા જીવનની વસંત સમાન છે, રોમાન્સથી ભરપૂર અને એમાં માત્ર તમે અને તમારા જીવનસાથી

સિંહ (મ,ટ) – ઘરે કામ કરતી વખતે ખાસ કાળજી રાખો. ઘરની કોઈક ચીજ-વસ્તુ સાથે બેદરકારીપૂર્વક કામ લેવાથી તમારી માટે સમસ્યા નિર્માણ થઈ શકે છે. અચાનક તથા અણધાર્યો ખર્ચ તમારા પર આર્થિક દબાણ લાવી મુકશે. અન્યો સાથે વાદ-વિવાદ તથા બોલાચાલી અને તેમનામાં અકારણ ભૂલો શોધવાનું ટાળો. પ્રેમમાં ઉતાવળિયું પગલું લેવાનું ટાળવું. વિકાસ અને સમૃદ્ધિ માટે સંબંધીઓ નવા પ્રસ્તાવો લાવી શકે છે. સીધા પ્રાપ્ત ન થયા હોય એવા સમાચારની ફેર ચકાસણી કરી લેવી. તમારા જીવનસાથીના કારણે તમને આજે નુકસાન થઈ શકે છે.

કન્યા (પ,ઠ,ણ) – આજે તમારે હળવાશ અનુભવવાની તથા નિકટના મિત્રો અને પરિવારના સભ્યો વચ્ચે ખુશી શોધવાનો પ્રયાસ કરવાની જરૂર છે. આજનો દિવસ છેલ્લો છે એ રીતે જીવવાના તથા મનોરંજન પાછળ વધુ પડતો ખર્ચ કરવાના તમારા વલણ પ્રત્યે ધ્યાન આપો. તમારા પારિવારિક જીવનને યોગ્ય સમય અને ધ્યાન આપો.ઑફિસમાં વધુ સમય આપવો એ તમારા પારિવારિક મોરચે સમસ્યાઓ સર્જી શકે છે. તમારા પરિવારના સભ્યોને એ અનુભૂતિ થવા દો કે તમે તેમની પરવા કરો છો. કામદેવના બાણથી બચવાની શક્યતા આજે ઓછી છે. સાવચેતી રાખો-કામના સ્થળે લોકો સાથે કામ લેતી વખતે હોંશિયારી અને ધીરજ રાખજો. સાનુકૂળ ગ્રહો તમને આજે ખુશ થવાના અનેક કારણો આપશે. તમારી જીવનસંગીની તમારી નબળાઈઓને પણ પ્રેમ કરશે. આ બાબત તમને મદહોશ બનાવી દેશે.

તુલા (ર,ત) – તાણ નાનકડી બીમારીમાં પરિણમી શકે છે. કેટલીક મહત્વની યોજનાઓ અમલમાં મુકાશે જેને કારણે તમને નવો આર્થિક લાભ થશે. આજે ઘરે તમારાથી કોઈની પણ લાગણી ન દુભાય તેની કાળજી રાખજો અને તમારા પરિવારની જરૂરિયાતોને અનુકુળ થજો. આજે તમારૂં જીવન એક સુંદર વળાંક લેશે. પ્રેમમાં હોવાની સ્વર્ગીય અનુભૂતિ તમને આજે થશે. તમારો ગુસ્સો આજે તમને કામના સ્થળે મુશ્કેલીભરી પરિસ્થિતિમાં ધકેલી શકે છે. શાંત રહેવાનો પ્રયત્ન કરજો. તમે જો પ્રવાસને લગતી કોઈ યોજના ઘડી હોય -તો તમારા સમયપત્રકમાં છેલ્લી ઘડીના ફેરફારને કારણે તે મુલત્વી રહેશે. આંખો બધું જ કહે છે, અને તમે આજે તમારા જીવનસાથી સાથે આંખોમાં આંખો પરોવી લાગણીસભર વાતચીત કરવાના છો.

વૃશ્વિક (ન,ય) – હસતા રહો કેમ કે એ તમારી તમામ સમસ્યાનું મારણ છે. આજે વધુ એક ઉચ્ચ-ઊર્જાયુક્ત દિવસ છે તથા અણધાર્યા લાભની શક્યતા છે. પારિવારિક મોરચે કેટલીક સમસ્યાઓ પરિવારની શાંતિ તથા સ્વસ્થ વાતાવરણને ખોરવી નાખશે. આજે તમને તમારા જીવનમાં સાચા પ્રેમની કમી સાલશે.ચિંતા ન કરો સમય સાથે બધું જ બદલાઈ જાય છે અને તેમાં તમારૂં રૉમેન્ટિક જીવન પણ અપવાદ નથી. કેટલાક મહત્વના મુદ્દા સાથે કામ પાડવાની તમારી રીત કેટલાક સહ-કર્મચારીઓને નહીં ગમે-પણ તેઓ કદાચ આ વિશે બધું જ નહીં કહે- તમને જો એવું લાગે કે પરિણામો યોગ્ય અથવા તમે ઈચ્છો છો એવા નથી- તો તમારા યોજનાનું અવલોકન કરી તેમાં ફેરફાર કરવા એ બાબત સમજદારીનું કામ ગણાશે. તમારૂં ચુંબકીય-બર્હિમુખી વ્યક્તિત્વ તમને લાઈમલાઈટમાં મુકી દેશે. તમારા લગ્નજીવનમાંથી હાલ રસ ઊડી ગયો છે, તમારા જીવનસાથી સાથે વાત કરો અને કોઈક મજેદાર યોજના ઘડો.

ધન (ભ,ફ,ધ,ઢ) – તમારી આસપાસનો લોકોનો સહકાર મળવાથઈ તમે ખુશ થશો. તમે જો બધું જ બરાબર કરશો તો આજે તમે વધારાના નાણાં કમાઈ શકશો. તમારા ભાગે માતા-પિતાની તબિયત પ્રત્યે બેદરકારી ભયંકર પુરવાર થશે તથા તેમની બીમારી પણ લંબાશે. તુરંત આરામ માટે ફિઝિશિયનની સલાહ લો. તમારા વ્યસ્ત સમયપત્રકને કારણે રૉમાન્સને આજે ઓછું મહત્વ મળશે. કામના સ્થળે વખાણ થાય એવી શક્યતા છે. તમારા ભૂતકાળમાંથી કોઈએ આજે તમારો સંપર્ક કરશે અને તમારો દિવસ યાદગાર બની જશે. તમે તમારા જીવનસાથી પર આજે શંકા કરશો જેને કારણે ઘરની શાંતિમાં ભંગ પડવાની શક્યતા છે.

મકર (ખ,જ) – આજે ધાર્મિક તથા આધ્યત્મિક બાબતોમાં રસ લેવા માટે પણ સારો દિવસ છે. વધારાનાં નાણાં રિયલ એસ્ટેટમાં રોકજો. બાળકો સાથે કામ લેવા માટે આજનો દિવસ મુશ્કેલ છે. પ્રેમ પ્રકરણમાં બળપૂર્વક કામ લેવાનું ટાળો. રચનાત્મક પ્રકારના કામો સાથે સંકળાઓ. જરૂરિયાતમંદ લોકોને મદદ કરવાની તમારી ક્ષમતા તમને માન અપાવશે. તમારા જીવનસાથીના જૂઠાણાને કારણે તમારા નારાજ થવાની શક્યતા આજે જોવાય છે, જો કે એ સાવ નાની બાબત હશે

કુંભ (,શ,સ,ષ) :- તમને તમારા ટૅન્શનમાંથી મુક્તિ મળે એવી શક્યતા છે. બિનજરૂરૂ નુકસાન ટાળવા મૂડીરોકાણને લગતા તમામ નિર્ણયો સાવચેતીપૂર્વક તથા યોગ્ય સલાહ સાથે લેવા. બાળકો શાળાને લગતા પ્રૉજેક્ટ્સ વિશે સલાહ માગી શકે છે. કેટલાક માટે નવો રૉમાન્સ ચોક્કસ જણાય છે-તમારો પ્રેમ તમારા જીવનને ખીલવશે. નવા પ્રૉજેક્ટ અને ભવિષ્ય પર ધકેલી દો. બાકી રહી ગયેલા કાર્યોને જલ્દીથી ઉકેલવા રહ્યા અને તમ જાણો છો કે તમારે ક્યાંકથી તો શરૂઆત કરવી જ પડશે-આથી હકારાત્મક રીતે વિચારો તથા આજથી જ પ્રયાસો કરવાના શરૂ કરી દો. તમારા જીવનસાથી આજે તમારી માટે કશુંક ખરેખર ખાસ કરશે.

મીન (દ,ઝ,ચ,થ)તમારો મજબૂત પ્રતિકાર તથા નિર્ભયતા તમારા માનસિક સાર્મથ્યમાં જબરજસ્ત વધારો કરશે. આ ગતિને જાળવી રાખો જેથી તે તમને ગમે તે પરિસ્થિતિને અંકુશમાં રાખવા નો ઉત્સાહ પૂરો પાડશે. એક નવો આર્થિક સોદો પાર પડશે અને નાણાંનો નવો ધોધ વહેતો થશે. જ્ઞાન માટેની તમારી તૃષ્ણા નવા મિત્રો બનાવવામાં મદદ કરશે. પ્રેમ પ્રકરણમાં તમારી જીભને વશમાં રાખો, કેમ કે તેનાથી તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો. તમારી આંતરિક ક્ષમતા કામના સ્થળે તમારો દિવસ અદભુત બનાવવામાં તમારી મદદ કરશે. સાવચેતીભર્યાં પગલાંનો દિવસ-જ્યારે તમને મગજ કરતાં દિલની વધુ જરૂર પડશે. મુશ્કેલીઓ જીવનનો હિસ્સો છે, આજે તમારૂં લગ્નજીવન તેનો શિકાર બની શકે છે

Next Story