Connect Gujarat

જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ
X

મેષ: અન્યો સાથે તમે ખુશહાલ ક્ષણો માણી રહ્યા હોવાથી તમારૂં સ્વાસ્થ્ ખીલી ઉઠશે. પર સાવચેત રહેજો કેમ કે સ્વાસ્થય પ્રત્યેની બેદરકારી તમને આગળ જતાં પજવી શકે છે. રિયલ એસ્ટેટમાં રોકાણ લલચાવનારૂં હશે. તમે જાણતા હો એવા લોકો પર જો આજે તમે કોઈપણ નિણર્ણય થોપવાનો પ્રયાસ કરશો-તો તમે તમારા હિતોને જ નુકસાન કરશો-ધીરજપૂર્વક પરિસ્થિતિ સાથે કામ લેવું એ એકમાત્ર બાબત જ તમને અનુકુળ પરિણામો તરફ દોરી જશે. સાવધાન રહો કેમ કે કોઈક તમારી છબીને બટ્ટો લગાડવાની કોશિષ કરી શકે છે. આજે આરામ કરવા માટે બહુ થોડો સમય મળશે-કેમ કે બાકી રહેલા કામ તમારી વ્યસ્તતા વધારશે. તમારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડે તેવા લોકો સાથે જોડાવાનું ટાળો. તમારા જીવનસાથી આજે તમને તમારી સાથે જીવન વીતાવવા અંગેની અણગમતી વાતો કદાચ જણાવશે.

વૃષભ: છેલ્લા થોડા સમયથી તમારામાંના જે લોકો ઑવરટાઈમ કામ કરી રહ્યા છે- તેઓ આજે તાણ અને દુવિધા આ બે બાબતો નહીં ઈચ્છે. મનોરંજન અથવા કૉસ્મૅટિક્સ સુધારા પાછળ વધુ પડતો ખર્ચ કરતા નહીં. બહેન જેવો પ્રેમ તમારો ઉત્સાહ વધારશે. પણ તમારે નાની ચણભણમાં મગજ પરનો કાબુ ન ખોવો જોઈએ કેમ કે એનાથી તમારા હિતોને નુકસાન થશે. રૉમાન્સને આજે ઓછું મહત્વ મળે એવું લાગે છે કેમ કે તમારૂં પ્રિયપાત્ર ખૂબ જ વધારે પડતી માગ કરી રહ્યું હોય એવું લાગે છે. તમે અનુભવશો કે તમારી રચનાત્મકતા ખોવાઈ ગઈ છે તથા નિર્ણય લેવામાં તમને ખૂબ જ મુશ્કેલી પડશે. પ્રવાસ તથા પર્યટન આનંદ લાવશે તથા શૈક્ષણિક પણ પુરવાર થશે. તમારા જીવનસાથીના કારણ વગરના બબડાટને કારણે તમે ચીડાશો, પણ તે તમારી માટે કશુંક અદભુત કરશે.

મિથુન: માનસિક સ્પષ્ટતા જાળવવા માટે કોઈપણ પ્રકારની મૂંઝવણ અને હતાશા ટાળો. બૅન્કને લગતા કાર્યો ખૂબ જ તકેદારીપૂર્વક પાર પાડવાની જરૂર પડશે. કોઈક જૂની ઓળખાણ તમારી માટે સમસ્યા ઊભી કરી શકે છે. તમે લોકપ્રિય હશો તથા સામી જાતિની વ્યક્તિને આસાનીથી તમારી તરફ આકર્ષી લેશો. કામના સ્થળે આજે પરિસ્થિતિ તમારી તરફેણમાં જણાય છે. મહત્વનાં લાકો સાથે વાતચીત કરતી વખતે તમારા શબ્દો તકેદારીપૂર્વક પસંદ કરો. આજે તમે અનુભવશો કે તમારા જીવનસાથીનો પ્રેમ તમને જીવનની પીડાઓ ભુલાવવામાં મદદરૂપ થાય છે.

કર્ક : મિત્રો તમારો પરિચય કોઈક ખાસ વ્યક્તિ સાથે કરાવશેજે તમારા વિચારો પર નોંધપાત્ર અસર છોડશે. તમારી જાતને મોટા ગ્રુપ સાથે સાંકળવાની પ્રવૃત્તિ ખૂબ જ મનોરંજક સાબિત થશે- પણ તમારો ખર્ચ ખાસ્સો વધી જશે. મિત્રો તથા પરિવાર સાથે આનંદદાયક સમય. કેટલાક માટે નવો રૉમાન્સ ચોક્કસ જણાય છે-તમારો પ્રેમ તમારા જીવનને ખીલવશે. સાવધાનીપૂર્વક પગલાં લેવાનો દિવસ- આથી જ્યાં સુધી તમને વિશ્વાસ ન બેસે કે તમારા વિચારો નિષ્ફળ નહીં જાય, ત્યાં સુધી તેમને રજૂ ન કરતા. વ્યપાર માટે હાથ ધરવામાં આવેલી મુસાફરી લાંબા ગાળે લાભદાયક પુરવાર થશે. આજે લગ્ન તમારા જીવનના શ્રેષ્ઠ તબક્કે પહોંચશે.

સિંહ: ધ્યાન તથા સ્વયં-સમજ લાભદાયક પુરવાર થશે. નાણાં તમારા હાથમાંથી આસાનીથી સરી જવા છતાં-તમારા શુકનવંતા ગ્રહો નાણાં પ્રવાહ જાળવી રાખશે. પરિવારના સભ્યો સાથે શાંતિભર્યો દિવસ માણો-લોકો જો સમસ્યાઓ સાથે તમારો સંપર્ક સાધે- તેમને અવગણો અને તેની અસર તમારા મગજ પર થવા ન દો. પ્રેમ તથા રૉમાન્સ તમને ખુશખુશાલ મૂડમાં રાખશે. કોઈક નવા સંયુક્ત સાહસ માટે તમારી જાતને તૈયાર કરવાનું ટાળો-અને જરૂરી હોય તો તમારી નિકટના લોકોની સલાહ લો. તમારૂં ચકોર નિરીક્ષણ તમને અન્યોથી આગળ રહેવામાં મદદ કરશે. લાગે છે કે તમારા વરિષ્ઠો કામમાં આજે દેવદૂતની જેમ વર્તી રહ્યા છે.

કન્યા: તમને તમારી જાત માટે સારી લાગણી થાય એવી બાબતો કરવા માટે અદભુત દિવસ. લાંબા ગાળાના કોઈપણ રોકાણ ટાળો તથા તમારા સારા મિત્ર સાથે કેટલીક ખુશીભરી ક્ષણો વિતાવો. સમગ્રતઃ લાભદાયી દિવસ પણ તમે જેના પર તમે વિશ્વાસ કરી શકો છો એવું તમે વિચારો છો એ તમને નિરાશ કરશે. તમે દરકાર કરનાર તથા સમજુ મિત્રને મળશો. તમારા કામના સ્થળે આજે ઢગલાબંધ પ્રેમ પ્રવર્તતો જોઈ શકશો. પ્રવાસ લાભદાયક છતાં ખર્ચાળ રહેશે. આજે તમને અનુભૂતિ થશે કે તમારા લગ્ન વખતે લીધેલી દરેક પ્રતિજ્ઞાઓ સાચી હતી. તમારા જીવનસાથી તમારા સાચ્ચા સાથી છે.

તુલા: તમારે તમારી લાગણીઓ પર અંકુશ મુકવો પડશે તથા તમારા ભયથી બને એટલી જલ્દી મુક્તિ મેળવવી પડશે, કેમ કે તમારા સ્વાસ્થ્ય પર તેના પર તરત અસર પડવાની શક્યતા છે તથા સારા સ્વાસ્થ્યનો આનંદ લેવાના તમારા માર્ગમાં તે અંતરાય બની શકે એવી શક્યતા જોવાય છે. તમે તમારી જાતને નવી રોમાંચક પરિસ્થિતિમાં જોશો-જે તમને આર્થિક લાભ પણ અપાવશે. તમે ભાગ્યે જ મળતા હો એવા લોકો સાથે સંપર્ક સાધવા માટે સારો દિવસ. આજે મિત્રતામાં ભંગ પડવાની પૂરેપૂરી શક્યતા હોવાથી ચોકસાઈ રાખો. કામના સ્થળે તમારા પ્રતિસ્પર્ધીઓને આજે તેમના ખરાબ કામનો બદલો મળશે. ઝળહળતો અને ખડખડાટ હાસ્યથી ભરેલો દિવસ જ્યારે મોટા ભાગની ઘટનાઓ તમારી ધારણા મુજબ આકાર લેશે. આજે તમારા જીવનસાથી તમને ઈરાદાપૂવર્વક ઠેસ પહોંચાડશે, જે તમને થોડા સમય માટે વિચલિત કરી મુકશે.

વૃશ્ચિક: તમને જો એમ લાગતું હોય કે તમે વધુ પડતા તાણગ્રસ્ત થઈ ગયા છો- તો બાળકો સાથે વધુ સમય વિતાવો-તેમનું ઉષ્માભર્યું આલિંગન અથવા તેમનું નિર્દોષ સ્મિત તમને તમારી તકલીફોમાંથી બહાર કાઢશે. અયોગ્ય આર્થિક સ્થિતિને કારણે કેટલાક મહત્વના કાર્યો અટકી પડશે. પરિવારના સભ્યો તમારા મત સાથે સહમત થશે. પ્રેમ એ ઈન્દ્રિઓની મર્યાદા બહારની બાબત છે, પણ આજે તમારી ઈન્દ્રિઓ પ્રેમના અતિઆનંદની અનુભૂતિ કરશે. હિંમતભર્યા નિર્ણયો તથા પગલાં હકારાત્મક પરિણામો લાવશે. તમને જો કોઈ દલીલબાજીમાં ખેંચવામાં આવે તો કોઈ કઠોર ટીકા કે ટિપ્પણી તમે ન કરો એની સાવચેતી રાખજો. આજે તમારા જીવનસાથી તમને એવી અનુભૂતિ કરાવશે જાણે કે તમારા જેવા તમે માત્ર એક છો.

ધન: આપવાનો તમારો સ્વભાવ છૂપા આશીર્વાદ સમાન સાબિત થશે કેમ કે શંકા, નાહિંમત થવું, શ્રદ્ધાનો અભાવ,લાલચ, જોડાણ,અહંકાર તથા ઈર્ષા જેવા દુર્ગુણોથી તમને મુક્ત કરશે. આર્થિક મુશ્કેલીઓનો અંત આવતો હોય એવું જણાય છે, કેમ કે તમારા માતા-પિતા તમને સહકાર આપશે. તમારા પરિવાર સાથે જડતાપૂર્વક વર્તન ન કરતા-તેનાથી શાંતિ જોખમાઈ શકે છે. પ્રેમ જીવન આશા લાવશે. વ્યાપારી ભાગીદારો સહકારપૂર્વક વર્તશે અને તમે સાથે મળીને અધૂરાં કાર્યો પૂરાં કરશો. પ્રવાસ કરવા માટે બહુ સારો દિવસ નથી. તમે તમારા જીવન સાથે આજે સારી વાતચીત કરશો અને તેનાથી તમને અંદાજ આવશ કે તમે એકમેકને કેટલો પ્રેમ કરો છે

મકર: મજા માટેની ટ્રીપ તથા સામાજિક મેળાવડા તમને નિરાંતવા તથા ખુશ રાખશે. આજનો દિવસ છેલ્લો છે એ રીતે જીવવાના તથા મનોરંજન પાછળ વધુ પડતો ખર્ચ કરવાના તમારા વલણ પ્રત્યે ધ્યાન આપો. આજે ઘરે તમારાથી કોઈની પણ લાગણી ન દુભાય તેની કાળજી રાખજો અને તમારા પરિવારની જરૂરિયાતોને અનુકુળ થજો. ચિંતા ન કરતા આજે તમારા દુઃખ બરફની જેમ ઓગળી જશે. આજે તમે પ્રૉજેક્ટ પૂરો કરશો ત્યારે તમને ઘણો સંતોષ મળશે- જે તમે ઘણા સમય પહેલા શરૂ કર્યો હતો. પ્રવાસ કરવાના હો તો એ વાતની ખારતરી કરી લે જો કે તમામ મહત્વના દસ્તાવેજો તમારી સાથે છે. તમારા જીવનસાથી તમારા દિલની વાત સાંભળવા માટે પૂરતો સમય આપશે.

કુંભ: તમારૂં મગજ સારી બાબતોને સ્વીકારશે. આજનો જ વિચાર કરીને જીવનના તમારા અભિગમને તથા મનોરંજન પાછળ વધુ પડતો સમય અને નાણાં ખર્ચવાના તમારા વલણ પર અંકુશ રાખો. બાળકો તરફથી અણધાર્યા સમાચાર ખુશીની ક્ષણો લાવશે. પ્રેમમાં તમારા કઠોર વર્તન માટે માફી માગો. પ્રેમના દેવદૂત તમારા જીવનમાં પ્રેમનો વરસાદ વરસાવવા તમારી તરફ આવી રહ્યા છે. તમારી આસપાસ શું થઈ રહ્યું છે, તમારે માત્ર તેનું જ ધ્યાન રાખવાનું છે. તમારા દેખાવ અને વ્યક્તિત્વને નીખારવા કરેલા પ્રયત્નો તમારા સંતોષ મુજબનું પરિણામ આપશે. કામવાળી આજે કદાચ કામ પર નહીં આવે, જેને કારણે તમારા જીવનસાથી તાણ સર્જાવાની શક્યતા છે

મીન: હસતા રહો કેમ કે એ તમારી તમામ સમસ્યાનું મારણ છે. આજે નાણાં સંભાળવામાં તમને મુશ્કેલી પડશે-તમે વધુ પડતો ખર્ચ કરી બેસશો કાં તમારૂં વૉલૅટ ખોવાઈ જશે- બેદરકારીને કારણે કેટલુંત નુકસાન ચોક્કસ છે. તમારૂં બેદરકારીભર્યું તમારા માતા-પિતાને ચિંતિત કરશે. કોઈ નવો પ્રૉજેક્ટ શરૂ કરતા પહેલા તેમને વિશ્વાસમાં લેજો. તમારા પ્રિયપાત્રથી દૂર રહેવું ખૂબ જ મુશ્કેલ બની રહેશે. અનુભવી લોકો સાથે આજે જોડાણ કરજો અને તેઓ શું કહે છે તેમાંથી શીખો. સામાજિક તથા ધાર્મિક કાર્યક્રમો માટે અદભુત દિવસ. તમારા જીવનસાથી સાથે તમે આરામદાયક દિવસ વીતાવશો.

Next Story