Connect Gujarat

જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ
X

મેષ: તમારૂં ઝઘડાખોર વર્તન તમારા શત્રુઓની યાદીમાં વધારો કરશે. કોઈને પણ તમને એટલા ગુસ્સે કરવા ન દો કે જેનો પસ્તાવો તમને પછીથી થાય. આગળ જતાં જેનું મૂલ્ય વધવાનું છે એવી ચીજ ખરીદવા માટે શ્રેષ્ઠ દિવસ. તમારી પત્ની પરનો કામનો બોજ ઘટાડવા ઘરના કામકાજમાં તેની મદદ કરજો. આ બાબત શૅરિંગ તથા આનંદની લાગણીને પ્રોત્સાહિત કરશે. તમારા પ્રિયપાત્ર સાથે પિકનિક પર જઈ તમારી અમૂલ્ય ક્ષણોને ફરીથી જીવો. આજે તમારા મગજમાં આવતા નાણાં બનાવવાની યોજનાનો લાભ લો. પ્રવાસ કરવાના હો તો એ વાતની ખારતરી કરી લે જો કે તમામ મહત્વના દસ્તાવેજો તમારી સાથે છે. બધા જ ઝઘડા અને ગેરસમજ બાજુ પર મુકી તમારા જીવનસાથી તમને પ્રેમથી આલિંગન આપશે ત્યારે જીવન ખરેખર ઉત્સાહથી સભર હોવાનું તમને વાગશે.

વૃષભ: હસતા રહો કેમ કે એ તમારી તમામ સમસ્યાનું મારણ છે. આર્થિક સમસ્યાઓ રચનાત્મક રીતે વિચારવાની તમારી ક્ષમતાને હાનિ પહોંચાડશે. સંબંધીઓ તથા મિત્રો તરફથી અણધારી ભેટ અને સોગાદો. તમારી હાજરી તમારા પ્રિયપાત્ર માટે આ વિશ્વ યોગ્ય સ્થળ બનાવશે. નવી યોજનાઓ તથા સાહસોને અમલમાં મુકવા માટે સારો દિવસ. તમે જો પ્રવાસને લગતી કોઈ યોજના ઘડી હોય -તો તમારા સમયપત્રકમાં છેલ્લી ઘડીના ફેરફારને કારણે તે મુલત્વી રહેશે. શું તમે એવું વિચારો છો કે લગ્નજીવન એટલે માત્ર સમાધાન? જો એવું હોય તો, તમને આજે સમજાશે કે લગ્ન તમારા જીવનમાં બનેલી સૌથી શ્રેષ્ઠતમ ઘટના છે.

મિથુન: સ્વાસ્થ્ય બરાબર રહેશે. લાંબા ગાળાથી આવવાના બાકી નાણાં અથવા કોઈને ઉછીની આપેલી રકમ પરત આખરે પરત મળશે. પિતા તરફથી કઠોર વર્તન તમને સંતાપ આપશે. પણ તમારે મગજ શાંત રાખી પરિસ્થિતિને તમારા અંકુશમાં રાખવાની જરૂર છે. એનાથી તમને લાભ થશે. પ્રેમ જીવન આજે વિવાદાસ્પદ બની શકે છે. વ્યાપારને લગતા મહત્વના નિર્ણયો લેતી વખતે અન્યોના દબાણ હેઠળ ન આવતા. તમારા દેખાવ અને વ્યક્તિત્વને નીખારવા કરેલા પ્રયત્નો તમારા સંતોષ મુજબનું પરિણામ આપશે. તમારા જીવનસાથીનું વર્તન આજે તમારા વ્યાવસાયિક સંબંધો બગાડી શકે છે.

કર્ક : મુશ્કેલીમાં હોય એવી કોઈ વ્યક્તિની મદદ કરવા તમારી ઊર્જાનો ઉપયોગ કરો. યાદ રાખો- આ નાશવંત શરીરનો શો ઉપયોગ જો તેનો તે અન્યોના ભલા માટે ન વાપરીએ. એક નવો આર્થિક સોદો પાર પડશે અને નાણાંનો નવો ધોધ વહેતો થશે. તમે જેમની સાથે પ્રેમ કરો છો એવા લાકા સાથેની ગેરસમજ દૂર થશે. આજે તમને તમારા મિત્રની ગેરહાજરીમાં તેની સુવાસ વર્તાશે. આજનો દિવસ તમારા બધા માટે ખૂબ જ સક્રિય તથા સામાજિક પ્રવૃત્તિઓથી ભરેલો દિવસ રહેશે.-લોકો તમારી સલાહ લેવા આવશે તથા તમારા મોઢામાંથી બહાર આવતી દરેક વાત માન્ય રાખશે. સાવચેતીભર્યાં પગલાંનો દિવસ-જ્યારે તમને મગજ કરતાં દિલની વધુ જરૂર પડશે. આજે તમે તમારા જીવનસાથી સાથે બહાર જશો અને તમે બંને સાથે સારો દિવસ વિતાવશો.

સિંહ: તમારા વિચારોને કેટલાક હકારાત્મક વિચારોમાં વાળો કેમ કે તમે ભયના ડરામણા દૈત્ય સામે લડી રહ્યા છો, અન્યથા તમે આ કટ્ટર દૈત્યના નિષ્ક્રિય તથા આસાન ભોગ બની જશો. વધારાનાં નાણાં રિયલ એસ્ટેટમાં રોકજો. પારિવારિક જવાબદારીઓ પર તાકીદે ધ્યાન આપવાની જરૂર છે. તમારા તરફથી બેદરકારી મોંઘી સાબિત થઈ શકે છે. આજે તમારા પ્રિયપાત્ર સાથે સારી રીતે વર્તજો. અદ્યતન ટેક્નોલૉજી તથા હુન્નર શીખવામાં તમારી મદદ કરે તેવા ટૂંકા-ગાળાના પ્રોગ્રામમાં સહભાગી થાવ. ટૅક્સ તથા વીમાને લગતી બાબતમાં ધ્યાન આપવાની જરૂર પડશે. આજે તમારા જીવનસાથી તમને ઈરાદાપૂવર્વક ઠેસ પહોંચાડશે, જે તમને થોડા સમય માટે વિચલિત કરી મુકશે

કન્યા: તમારો ખુશમિજાજ સ્વભાવ અન્યોને ખુશ રાખશે. ધંધામાં ઉધાર માગવાના ઈરાદે તમારો સંપર્ક કરનારાઓની અવગણના કરો. તમારા નવા પ્રૉજેક્ટ્સ તથા યોજનાઓ વિશે તમારા ભાગીદારને વિશ્વાસમાં લેવા માટે પણ આ સમયગાળો સારો છે. આનંદ આપીને તથા ભૂતકાળની ભૂલોને માફ કરીને તમે તમારા જીવનને લાયક બનાવશો. સંયુક્ત સાહસ તથા ભાગીદારીથી દૂર રહો. તમને જો કોઈ દલીલબાજીમાં ખેંચવામાં આવે તો કોઈ કઠોર ટીકા કે ટિપ્પણી તમે ન કરો એની સાવચેતી રાખજો. સામાન્ય લગ્નજીવનમાં આજનો દિવસ સ્વાદિષ્ટ મીઠાઈ જેવો બની રહેશે.

તુલા: તમારૂં સ્વાસ્થ્ય અને દેખાવ સુધારવા માટેની બાબતો હાથ ધરવા માટે અઢળક સમય મળશે. રિયલ એસ્ટેટ અને આર્થિક વ્યવહારો માટે સારો દિવસ. લાયક ઉમેદવારો માટે વૈવાહિક જોડાણની શક્યતા. તમારો પ્રેમ સંબંધ જાદુઈ થઈ રહ્યો છે, બસ તેની અનુભૂતિને માણો. કોઈ મોટી બિઝનેસ ડીલ પાર પાડી રહ્યા હો ત્યારે તમારી લાગણીઓ પર અંકુશ રાખો. એવા ઉતાવળા નિર્ણય લેતા નહીં, જેનાથી જીવનમાં આગળ જતાં તમને તેના વિશે અફસોસ થાય. આજે તમને વિશ્વમાં સૌથી પૈસાદાર હોવાની અનુભૂતિ થશે, કેમ કે તમારા જીવનસાથી તમારી સાથે એવું વર્તન કરશે.

વૃશ્ચિક: મિત્રો સહકાર આપશે તથા તમને ખુશ રાખશે. વિવિધ સ્થળેથી આર્થિક લાભ મળી રહેશે. ઘરે ઉત્સવ જેવો માહોલ તમારૂં ટૅન્શન ઘટાડશે. તમારા પ્રેમની બિનજરૂરી માગણીઓ સામે ઝૂકતા નહીં. તમે જો નવી વ્યાપારી ભાગીદારી વિશે વિચારી રહ્યા હો - તો તમે કશુંક નક્કર પગલું લો એ પૂર્વે તમામ માહિતી તમારા હાથમાં હોય અ જરૂરી છે. આઉટસ્ટૅશન પ્રવાસ આરામદાયક નહીં હોય-પણ તે તમને મહત્વના સંપર્કો બનાવવામાં મદદરૂપ થશે. સંબંધીઓને કારણે તમારી વચ્ચે તકરાર થવાની શક્યતા છે, પણ દિવસના અંતે બધું જ સુંદર રીતે આટોપવામાં તમે સફળ રહેશો.

ધન: તમે તમારા હકારાત્મક અભિગમ તથા આત્મવિશ્વાસ દ્વારા તમારી આસપાસના લોકોને પ્રભાવિત કરો એવી શક્યતા છે. તમારી રચનાત્મક પ્રતિભાનો યોગ્ય ઉપયોગ લેવાશે તો તે ખૂબ જ આકષર્ષક સાબિત થશે. મિત્રો તમારો દિવસ ઝળહળતો કરી મુકશે કેમ કે તેઓ સાંજ માટે કશુંક ઉત્સાહજનક કરશે. પ્રેમીઓ પારિવારિક લાગણીઓ પ્રત્યે ખૂબ જ વિચારશીલ બનશે. કામમાં ગતિશીલ અને પ્રગતિશીલ પરિવર્તન લાવવામાં સહકર્મચારીઓ તમને સહકાર આપશે. ઝડપી પગલું લેવા તમારે પણ તમારી જાતને તૈયાર કરવી પડશે. તમારા હાથ નીચેના લોકોને વધુ મહેનત કરવા પ્રેરિત કરવાનો પ્રયાસ સારા પરિણામો આપી શકે છે. સાનુકૂળ ગ્રહો તમને આજે ખુશ થવાના અનેક કારણો આપશે. આજે તમારૂં લગ્નજીવન મસ્તી, આનંદ અને અત્યંત શાંતિનો અનુભવ કરાવનારૂં ઠરશે.

મકર: સામાજિક જીવન કરતાં સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપજો. લાંબા ગાળાથી આવવાના બાકી નાણાં અથવા કોઈને ઉછીની આપેલી રકમ પરત આખરે પરત મળશે. કેટલાક લોકો માટે- પરિવારમાં કોઈ નવી વ્યક્તિનું આગમન ઉજવણી અને પાર્ટીની ક્ષણો લાવશે. આજે રૉમાન્સની આશા નથી. થોડીવાર માટે તમને લાગશે કે તમે એકલા છો-તમારા સહકર્મચારી-સાથી કદાચ તમારી મદદે આવશે-પણ તેઓ તમને વધુ મદદ કરી શકશે નહીં. વ્યપાર માટે હાથ ધરવામાં આવેલી મુસાફરી લાંબા ગાળે લાભદાયક પુરવાર થશે. આજનો દિવસ સારો જોય એવું તમે ઈચ્છતા હો તો, તમારા જીવનસાથીનો મિજાજ ખરાબ હોય ત્યારે એકપણ શબ્દ ઉચ્ચરતા નહીં.

કુંભ: લાંબા ગાળાની માંદગીથી તમને મુક્તિ મળે એવી શક્યતા છે. તમે તમારી જાતને નવી રોમાંચક પરિસ્થિતિમાં જોશો-જે તમને આર્થિક લાભ પણ અપાવશે. તમારી ખાનગી માહિતી તમારા જીવનસાથી સાથે શૅર કરતા પહેલા વિચારજો. શક્ય હોય તો. એવું કરવલાનું ટાળજો કેમ કે તે આ વાત કોઈક અન્યને જણાવી શકે છે. રૉમાન્સ આનંદદાયક તથા અત્યંત આકર્ષક રહેશે. કોઈ સંયુક્ત સાહસમાં પ્રવેશતા નહીં- કેમ કે ભાગીદારો તમારો ફાયદો ઉપાડવાનો પ્રયાસ કરશે. મજા માટેની ટ્રીપ સંતોષકારક રહેશે. તમારા જીવનસાથી આજ તમને વખાણશે, તમારા વિશે સારી વાત કરશે અને તમારા પ્રેમમાં નવેસરથી પડશે

મીન: તમારે કેટલાક આઘાતનો સામનો કરવાની શક્યતા હોવાથી તમારે તમારી લાગણીઓને અંકુશમાં લેવાની તથા તમારા ભયથી મુક્ત થવાની તાકીદે જરૂર છે. તમારા આશાવાદી અભિગમ દ્વારા તમે આ બંનેનો સામનો કરી શકો છો. તમારા ઘરને લગતું રોકાણ ફાયદાકારક પુરવાર થશે. તમારો વિનોદી સ્વભાવ તમારી આસપાસનું વાતાવરણ ઝળકાવશે. તમારો પ્રણય સાથીદાર તમારી ખુશામત કરશે-આ એકલવાયા વિશ્વમાં મને એકલો-એકલી ન મુકતા. તમારા કામના સ્થળે આજે ઢગલાબંધ પ્રેમ પ્રવર્તતો જોઈ શકશો. પ્રવાસ કરવા માટે બહુ સારો દિવસ નથી. આજ પહેલા લગ્નજીવન આટલું અદભુત ક્યારેય નહોતું.

Next Story