Connect Gujarat

જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ
X

મેષ: બેચેનીને કારણે તમારી માનસિક શાંતિમાં ખલેલ પહોંચશે પણ સમસ્યા ઉકેલવામાં મિત્ર ખૂબ જ મદદરૂપ થશે. તાણ ભગાવવા માટે શાતા પહોંચાડે તેવું સંગીત સાંભળો. આર્થિક સંકળામણથી બચવા માટે તમારા બજેટને વળગી રહો. સાંજે તમારા જીવનસાથી સાથે સિનેમાઘરમાં ફિલ્મ અથવા ડીનર તમને નિરાંતવા તથા અદભુત મૂડમાં લાવી મુકશે. સઘન પ્રયત્નો કરો તમે ચોક્કસ જ નસીબવાન પુરવાર થશો કેમ કે આજનો દિવસ તમારો છે. તમે જે હંમેશાં કરવા માગતા હતા એ કામ કરવાની તક તમને આજે મળી શકે છે. તમારે યાદ રાખવાની જરૂર છે કે ઈશ્વર એની જ મદદ કરે છે જે પોતાની મદદ કરે છે. પરણેલા હોવાનો ખરો આનંદ તમે આજે જાણશો.

વૃષભ: બાળકો તમારી સાંજને આહલાદક બનાવી દેશે. દોડધામભર્યા અને નીરસ દિવસની અલવિદા કહેવા એક સારા ડીનરનું આયોજન કરો. તેમનો સાથ તેમારા શરીરમાં નવું જોમ ભરી દેશે. તમારી રચનાત્મક પ્રતિભાનો યોગ્ય ઉપયોગ લેવાશે તો તે ખૂબ જ આકષર્ષક સાબિત થશે. તમારી સમયસરની મદદ કોઈકનું જીવન બચાવશે. આ સમાચાર તમારા પરિવારના સભ્યોને ગર્વ કરાવશે તથા તેમને પ્રેરણા આપશે. આવતીકાલે તમને કામ પર મોડું થવાનું છે એ સંદેશ તમારે તમારા પ્રિયપાત્રને જરૂર પહોંચાડવો જોઈએ. તમારામાં ઘણું બધું પ્રાપ્ત કરવાની ક્ષમતા છે-આથી તમારી સામે આવતી તકોની પાછળ લાગો. સમસ્યાઓ વચ્ચે ઝડપથી કામ કરવાની તમારી ક્ષમતા તમને માન-મરતબો અપાવશે. આજે, તમે તમારા લગ્નજીવનની તમામ દુખદ ક્ષણોને ભૂલી જઈ અદભુત વર્તમાનને માણશો

મિથુન: આજનો દિવસ તમારી માટે બહુ ઊર્જાવાળો નથી અને તમે નાની-નાની બાબતોમાં ચીડાઈ જશો. ઉતાવળમાં મૂડીરોકણને લગતા નિર્ણયો લેતા નહીં- દરેક શક્ય બાજુથી તમે રોકાણ અંગે ચકાસણી નહીં કરો તો નુકસાન થવું ચોક્કસ છે. બાળકો તથા તમારાથી ઓછો અનુભવ ધરાવતા લોકો સાથ તમારે ધીરજથી કામ લેવું પડશે. પ્રેમ પ્રવાસ મધુર પણ ટૂંકી આવરદાનો. કામમાં તમે જે સખત મહેનત કરી રહ્યા છો એનું વળતર તમને આજે મળશે. સેમિનાર તથા પ્રદર્શન તમને નવું જ્ઞાન તથા નવા સંપર્કો આપશે. તમારા જીવનસાથીની તબિયત બગડતી તબિયતને કસારણે તમે આજે તાણ હેઠળ રહેશો

કર્ક : સ્વાસ્થ્ય બરાબર રહેશે. આજે નાણાં સંભાળવામાં તમને મુશ્કેલી પડશે-તમે વધુ પડતો ખર્ચ કરી બેસશો કાં તમારૂં વૉલૅટ ખોવાઈ જશે- બેદરકારીને કારણે કેટલુંત નુકસાન ચોક્કસ છે. પારિવારિક જવાબદારીઓ વધશે, તમારા મગજ પર તાણ વધશે. ઊંડી લાગણી ધરાવતા પ્રેમનો અત્યાનંદ તમે આજે અનુભવશો. તેના માટે થોડો સમય ફાળવો. રચનાત્મક ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો માટે સફળતાભર્યો દિવસ કેમ કે લાંબા સમયથી જેની વાટ જોવાતી હતી તે નામના તથા સ્વીકૃતિ તેમને મળશે. તમારૂં ચુંબકીય-બર્હિમુખી વ્યક્તિત્વ તમને લાઈમલાઈટમાં મુકી દેશે. લગ્ન પછી પ્રેમ મુશ્કેલ જણાય છે, પણ એ આજે આખો દિવસ તમારી માટે શક્ય બનશે.

સિંહ: કેટલાક લોકો માનશે કે કશુંક નવું શીખવા માટે તમે ઉંમરમાં વધુ છો-પણ એ બાબત સત્યથી સદંતર વેગળી છે-તમારા તીવ્ર અને સક્રિય મગજને કારણે તમે નવી બાબત ઝડપથી શીખી લેશો. આજનો જ વિચાર કરીને જીવનના તમારા અભિગમને તથા મનોરંજન પાછળ વધુ પડતો સમય અને નાણાં ખર્ચવાના તમારા વલણ પર અંકુશ રાખો. પરિવારના સભ્યો સાથે સમય વિતાવવો આનંદદાયક સાબિત થશે. તમારા પ્રિયપાત્ર સાથે બહાર જતા હો ત્યારે દેખાવ અને વર્તનમાં તમે જેવા છો એવા જ રહો. નવી બાબતો શીખવાની અભિરૂચિ નોંધપાત્ર રહેશે. એવા ઉતાવળા નિર્ણય લેતા નહીં, જેનાથી જીવનમાં આગળ જતાં તમને તેના વિશે અફસોસ થાય. નજીકના ભૂતકાળમાં જે કંઈપણ થયું છે તેમ છતાં તમારા જીવનસાથી આજે તમારી માટેની તેની સારી લાગીઓ આજે પ્રદર્શિત કરશે.

કન્યા: લાભદાયક દિવસ અને તમને લાંબા ગાળાની માંદગીમાંથી રાહત મળી શકે છે. તમે પ્રવાસ કરવાના તથા ખર્ચ કરવાના મૂડમાં હશો-પણ તમે જો એવું કરસો તો તમે પછીથી દિલગીરી અનુભવશો. તમારા જીવનસાથીની તબિયત તાણ તથા બેચેનીનું કારણ બની શકે છે. પોતાના જીવન કરતાં તમને વધુ પ્રેમ કરતી વ્યક્તિને તમે મળશો. તમે તમારી યોજનાઓ વિશે સૌને જણાવ્યા કરશો તો તમે તમારા પ્રૉજેક્ટને બરબાદ કરી મુકશો. તમારા માર્ગમાં જે પણ આવતું હોય તેની સાથે વિનમ્રતાપૂર્વક અને સારી રીતે વર્તો-કેટલાક ચુનંદા લોકો જ તમારી મોહકતા પાછળનું રહસ્ય જાણી શકશે. તમારા જીવનસાથી તમારા ખરા દેવદૂત છે, અને તમને એ બાબત આજે સમજાશે.

તુલા: તમારા અધીરો તથા જિદ્દી સ્વભાવ પર અંકુશ રાખવાનો પ્રયાસ કરો ખાસ કરીને પાર્ટીમાં કેમ કે ત્યાં આ સ્વભાવ મૂડ બગાડી શકે છે. ઝડપથી નાણાં કમાઈ લેવાની ઈચ્છા તમે ધરાવશો. તમને ખુશ રાખવા તમારા બાળકો તેમનાથા બનતા શ્રેષ્ઠ પ્રયાસો કરશે. આજે તમારા પ્રિયપાત્રને કોઈ પ્રેમભરી વાત ન કરતા. તમે જો નવી વ્યાપારી ભાગીદારી વિશે વિચારી રહ્યા હો - તો તમે કશુંક નક્કર પગલું લો એ પૂર્વે તમામ માહિતી તમારા હાથમાં હોય અ જરૂરી છે. જરૂરિયાતમંદ લોકોને મદદ કરવાની તમારી ક્ષમતા તમને માન અપાવશે. દિવસ દરમિયાન ભારે બોલાચાલી બાદતમારા જીવનસાથી સાથે સુંદર સાંજ માણો.

વૃશ્ચિક: વાહન ચલાવતી વખતે ચેતતા રહેજો ખાસ કરીને વળાંક પર. અન્ય કોઈકની બેદરકારી તમારી માટે સમસ્યા ઊભી કરે શકે છે. રિયલ એસ્ટેટમાં રોકાણ લલચાવનારૂં હશે. પારિવારિક જવાબદારીઓનો ડુંગર ખડકાશે-તેના કારણે તમારા મગજ પર તાણ વધશે. સૅક્સ અપીલ વાંછિત ફળ આપશે. વૅબ ડિઝાઈનર્સ માટે સારો દિવસ. તમારા ઝળકવાની શક્યતા છે આથી તમારૂં તમામ ધ્યાન કેન્દ્રિત કરો. કેટલાકને વિદેશ જવાની તક પણ મળી શકે છે. ઝળહળતો અને ખડખડાટ હાસ્યથી ભરેલો દિવસ જ્યારે મોટા ભાગની ઘટનાઓ તમારી ધારણા મુજબ આકાર લેશે. બધા જ ઝઘડા અને ગેરસમજ બાજુ પર મુકી તમારા જીવનસાથી તમને પ્રેમથી આલિંગન આપશે ત્યારે જીવન ખરેખર ઉત્સાહથી સભર હોવાનું તમને વાગશે.

ધન: શારીરિક માંદગીમાંથી સાજા થવાની શક્યતા છે, જે તમને રમતગમતની સ્પર્ધામાં ભાગ લેવામાં મદદરૂપ થશે. લાંબા ગાળાથી આવવાના બાકી નાણાં અથવા કોઈને ઉછીની આપેલી રકમ પરત આખરે પરત મળશે. તમારા ઘરનું દૃશ્ય કેટલીક હદે અણધાર્યું રહેશે. આજે રૉમાન્‍સ માટે ગૂંચવણભર્યું જીવન છોડો. તમારે નિરાશાથી પીડાશો-કેમ કે જે નામ-પ્રતિષ્ઠા તથા વળતરની તમને અપેક્ષા હતી તે-થોડા સમય માટે મુલત્વી રહ્યું છે. ટૅક્સ તથા વીમાને લગતી બાબતમાં ધ્યાન આપવાની જરૂર પડશે. તમારા પાડોશીઓ તમારા લગ્નજીવનમાં સમસ્યા ઊભી કરવાનો પ્રયાસ કરી શકે છે. પણ તમારી વચ્ચેના જોડાણને તોડવું મુશ્કેલ છે.

મકર: કામના સ્થળે વરિષ્ઠો તરફથી દબાણ તથા ઘરે વિસંવાદિતા તાણને આમંત્રણ આપી શકે છે-જે કામમાં તમારા ધ્યાનમાં ખલેલ પહોંચાડી શકે છે. તમે જાણો છો એવા લોકો દ્વારા આવકનો નવો સ્રોત ઊભો થશે. મોટી વયના લોકો તથા પરિવારના સભ્યો તમને પ્રેમ અને સંભાળ આપશે. તમારો પ્રેમ અસ્વીકારને આમંત્રમ આપશે. તમારી સખત મહેનત આજે કામના સ્થળે રંગ લાવશે. એવા ઉતાવળા નિર્ણય લેતા નહીં, જેનાથી જીવનમાં આગળ જતાં તમને તેના વિશે અફસોસ થાય. તમે જો તમારી જીવનસંગિનીની સરખામણીએ કોઈ અન્યને તમારા પર નિંયત્રણ રાખવાની વધુ તક આપશો તો તમારા સાથી તરફથી ઊંધી પ્રતિક્રિયા મળવાની શક્યતા છે.

કુંભ: તમારી ઘટેલી જીવનશક્તિ સિસ્ટમમાંના ધીમા ઝેરની જેમ કામ કરશે. તમારી જાતને કોઈક રચનાત્મક કામમાં વ્યસ્ત રાખવી તથા બીમારી સામે લડવા માટે પ્રેરણા આપવાનું ચાલુ રાખવું જોઈએ. આર્થિક લાભ તમારી અપેક્ષા મુજબ નહીં હોય. આજે તમે જે સામાજિક મેળાવડામાં સહભાગી થવાના છો તેમાં તમે આકર્ષણનું કેન્દ્ર હશો. તમારે તમારા પરાજયોમાંથી પદાર્થપાઠ લેવો જોઈએ કેમ કે આજે પ્રેમનો એકરાર કદાચ નિષ્ફળ જઈ શકે છે. તમે જે હંમેશાં કરવા માગતા હતા એ કામ કરવાની તક તમને આજે મળી શકે છે. તમારા ભૂતકાળમાંથી કોઈએ આજે તમારો સંપર્ક કરશે અને તમારો દિવસ યાદગાર બની જશે. આજે તમારા જીવનસાથી તમને ઈરાદાપૂવર્વક ઠેસ પહોંચાડશે, જે તમને થોડા સમય માટે વિચલિત કરી મુકશે.

મીન: મિત્રો સહકાર આપશે તથા તમને ખુશ રાખશે. આજે કરેલું રોકાણ તમારી સમૃદ્ધિ તથા આર્થિક સુરક્ષામાં વધારો કરશે. પરિવારના સભ્યોની માગ ખૂબ વધારે હશે. તમારા પ્રિયપાત્ર સાથે કેટલાક મતભેદોસ થઈ શકે છે-તમારી પરિસ્થિતિથી તમારા સાથીદારને વાકેફ કરાવવામાં તમને ખાસ્સી મુશ્કેલી પડશે. સહકર્મચારીઓ અને તમારા હાથ નીચે કામ કરતા લોકો ચિંતા તથા તાણની ક્ષણો ઊભી કરી શકે છે. તમારી રમૂજવૃત્તિ તમારી મહામૂલી મૂડી સાબિત થશે. આજે તમે અને તમારા જીવનસાથીએ સારી ખાણી-પીણી કરી હશે તો સ્વાસ્થ્ય બગડવાની શક્યતા છે.

Next Story