Connect Gujarat

જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ
X

મેષ: થોડી મોજ-મજા માટે ઑફિસમાંથી વહેલા નીકળવાનો પ્રયાસ કરજો. બૅન્કને લગતા કાર્યો ખૂબ જ તકેદારીપૂર્વક પાર પાડવાની જરૂર પડશે. તમારા વધુ પડતા ઉદાર સ્વભાવનો સંબંધીઓ ગેરફાયદો ઉપાડવાનો પ્રયાસ કરશે. તમારી જાત પર અંકુશ રાખો અન્યથા તમે છેતરાઈ શકો છો. તમારે એ સમજવું જોઈએ કે એક હદ સુધીની ઉદારતા ારી છે પણ જો તે એક હદ વટાવે તો તેનાથી મુશ્કેલીઓ સર્જાઈ શકે છે. એકતરફી આકર્ષણ આજે તમારી માટે માથાનો દુખાવો જ લાવશે. નિર્ણય લેવાના તમારા માર્ગમાં ગવર્વને આવવા ન દેતા-તમારી હાથ નીચેના લોકોનું શું કહેવું છે તે સાંભળજો. તમારૂં ચુંબકીય-બર્હિમુખી વ્યક્તિત્વ તમને લાઈમલાઈટમાં મુકી દેશે. તમારૂં લગ્નજીવન આજે મોકળાશની માગ કરે એવી શક્યતા છે.

વૃષભ: બિનજરૂરી વિચારોને તમારા મગજમાં સ્થાન જમાવવા ન દો. શાંત તથા તાણમુક્ત રહેવાનો પ્રયાસ કરો, એ તમને માનસિક દૃઢતા બક્ષશે. તમારા ઘરને લગતું રોકાણ ફાયદાકારક પુરવાર થશે. સાંજે બાળકો સાથે થોડો આનંદદાયક સમય વિતાવજો. સમય, કામ, નાણાં, મિત્રો, પરિવાર, સંબંધીઓ, બધું જ આજે એક તરફ હશે અને તમારા પ્રિયપાત્ર બીજી તરફ હશે, બધું જ એકમેકમાં સમાયેલું જણાશે. કોઈ મોટી બિઝનેસ ડીલ પાર પાડી રહ્યા હો ત્યારે તમારી લાગણીઓ પર અંકુશ રાખો. તમે આજે જે સ્વયંસેવી કામ કરશો તે માત્ર તમારી મદદ કરનારાઓને જ નહીં બલ્કે તમને પણ તમારી જાત તરફ વધુ હકારાત્મક રીતે જોતા કરશે. આજે તમે તમારા જીવનસાથીને તમારી માટે વધુ દરકાર રાખા થયેલા જોશો.

મિથુન: દાંતનો દુખાવો અથવા પેટમાં ગરબડ તમારી માટે સમસ્યા સર્જી શકે છે. તરત રાહત મેળવવા માટે ફિઝિશિયનની સલાહ લો. સમજદારીપૂર્વક સરેલું રોકાણ જ વળતર આપશે-આથી તમે તમારી પરસેવાની કમાણી ક્યાંય રોકો તે પૂર્વે પૂરેપૂરી ખાતરી કરી લેજો. તમારે બાળકો સાથે કેટલોક સમય વિતાવવાની તથા તેમને સારા મૂલ્યો શીખવવાની તથા તેમને તેમની જવાબદારીની જાણ થાય તેવા પ્રયાસો કરવાની જરૂર છે. પ્રેમની મસ્તીનો અનુભવ કરવા માટે તમને કોઈ મળી શકે છે. પ્રવાસ તમારી માટે વ્યાપારની નવી તકો લાવશે. ટૅક્સ તથા વીમાને લગતી બાબતમાં ધ્યાન આપવાની જરૂર પડશે. આજે તમે તમારા લગ્નજીવનની શૃંગારિક બાબતમાં સુંદર પરિવર્તનનો અનુભવ કરશો.

કર્ક : આજે સ્વાસ્થ્ય બરાબર રહેશે. સંયુક્ત સાહસો તથા શંકાસ્પદ આર્થિક યોજનાઓમાં રોકાણ કરતા નહીં. કોઈક નવા-સવા પરિચયમાં આવેલા સાથે તમારી અંગત બાબતો શૅર કરતા નહીં. મોજ-મજા માટે તમે કોઈ ટ્રીપ પર જાવ એવી શક્યતા છે, જે તમારામાં શક્તિનો સંચાર કરશે તથા તમને જુસ્સાથી ભરી મુકશે. સાવચેતી રાખો-કામના સ્થળે લોકો સાથે કામ લેતી વખતે હોંશિયારી અને ધીરજ રાખજો. સાનુકૂળ ગ્રહો તમને આજે ખુશ થવાના અનેક કારણો આપશે. બધા જ ઝઘડા અને ગેરસમજ બાજુ પર મુકી તમારા જીવનસાથી તમને પ્રેમથી આલિંગન આપશે ત્યારે જીવન ખરેખર ઉત્સાહથી સભર હોવાનું તમને વાગશે.

સિંહ: તમારે કેટલાક આઘાતનો સામનો કરવાની શક્યતા હોવાથી તમારે તમારી લાગણીઓને અંકુશમાં લેવાની તથા તમારા ભયથી મુક્ત થવાની તાકીદે જરૂર છે. તમારા આશાવાદી અભિગમ દ્વારા તમે આ બંનેનો સામનો કરી શકો છો. આજે તમારી સામે અનેક આર્થિક યોજનાએ રજૂ કરવામાં આવશે-કોઈપણ નિર્ણય લેતા પહેલા તમામ સારાં નરસાં પાસાંને તકેદારીપૂર્વક ચકાસજો. સંબંધીઓ તથા મિત્રો તરફથી અણધારી ભેટ અને સોગાદો. આજે પ્રેમ જીવન ખૂબ જ સુંદર રીતે ખીલશે. કામમાં ધીમી પ્રગતિ નાનકડું ટૅન્શન લાવશે. તમારે યાદ રાખવાની જરૂર છે કે ઈશ્વર એની જ મદદ કરે છે જે પોતાની મદદ કરે છે. પરિણીત દંપત્તિ હંમેશાં સાથે રહે થે, પણ એ દર વખતે રોમેન્ટિક હોતું નથી. આથી આજનો દિવસ ખૂબ જ રોમેન્ટિક બની રહેવાનો છે.

કન્યા: ઑફિસમાંથી વહેલા નીકળવાનો પ્રયાસ કરજો અને તમને ખરેખર આનંદ આપતી પ્રવૃત્તિઓ કરો. આજે તમે સારૂં એવું ધન કમાશો-પણ ધનને તમારી આંગળીઓ વચ્ચેથી સરકી જવા ન દેતા. તમારી ખાનગી માહિતી તમારા જીવનસાથી સાથે શૅર કરતા પહેલા વિચારજો. શક્ય હોય તો. એવું કરવલાનું ટાળજો કેમ કે તે આ વાત કોઈક અન્યને જણાવી શકે છે. સુંદર સ્મિત સાથે તમારા પ્રેમી કે પ્રેમિકાનો દિવસ ઝળકાવો. કામના સ્થળે પરિસ્થિતિ સારી જણાય છે. આજે આખો દિવસ તમારો મિજાજ સારો રહેશે. પ્રવાસ તથા પર્યટન આનંદ લાવશે તથા શૈક્ષણિક પણ પુરવાર થશે. તમને જો લાંબા સમયથી શાપિત હોવાની અનુભૂતિ થતી હોય તો આજે તમને આશીર્વાદ મળવાની અનુભૂતિ થશે.

તુલા: સ્વાસ્થ્ય સારૂં રહેશે પણ મુસાફરી મુશ્કેલ તથા થકવનારી પુરવાર થશે. તમામ જવાબદારીઓ તથા આર્થિક વ્યવહારો સાવચેતીપૂર્વક પાર પાડવા. તમે જો પાર્ટી કરવાની યોજના ઘડી રહ્યા હો તો તમારા ખાસ મિત્રને જરૂર આમંત્રણ આપજો-એવા ઘણા લોકો હશે જે તમારો ઉત્સાહ વધારશે. કોઈકની દખલને કારણે તમારા પ્રિયપાત્ર સાથેના તમારા સંબંધો વણસી શકે છે. કામમાં પરિસ્થિતિ તમારી તરફેણમાં હોય એવું જણાય છે. તમારા દેખાવ અને વ્યક્તિત્વને નીખારવા કરેલા પ્રયત્નો તમારા સંતોષ મુજબનું પરિણામ આપશે. કોઈ અજાણી વ્યક્તિને કારણે તમારા અને તમારા જીવનસાથી વચ્ચે ખટરાગ થવાની શક્યતા છે.

વૃશ્ચિક: તબિયતના મોરચે છોડીક દરકારની જરૂર છે. મોટી યોજનાઓ તથા વિચારો ધરાવતી વ્યક્તિ તમારૂં ધ્યાન આકર્ષિત કરશે-રોકાણ કરતા પહેલા એ વ્યક્તિની વિશ્વસનિયતા તથા સત્યતા ચકાસી લેજો ઘરમાં સુધારણા લાવવાની યોજના વિશે વિચારજો. આજના અદભુત દિવસે તમારા સંબંધોમાંની તમામ ફરિયાદો તથા તથા રોષ આજે અદૃશ્ય થઈ જશે. અદ્યતન ટેક્નોલૉજી તથા હુન્નર શીખવામાં તમારી મદદ કરે તેવા ટૂંકા-ગાળાના પ્રોગ્રામમાં સહભાગી થાવ. નિંદા-કૂથલી તથા અફવાઓથી દૂર રહો. તમારા જીવનસાથીએ તમને નીચા દેખાડ્યા એવું તમને લાગશે અને આ બાબત તમને તમારા લગ્ન તોડવાની ફરજ પાડી શકે છે.

ધન: લાંબા ગાળાની માંદગીથી તમને મુક્તિ મળે એવી શક્યતા છે. ધંધામાં ઉધાર માગવાના ઈરાદે તમારો સંપર્ક કરનારાઓની અવગણના કરો. બહેન જેવો પ્રેમ તમારો ઉત્સાહ વધારશે. પણ તમારે નાની ચણભણમાં મગજ પરનો કાબુ ન ખોવો જોઈએ કેમ કે એનાથી તમારા હિતોને નુકસાન થશે. તમે લોકપ્રિય હશો તથા સામી જાતિની વ્યક્તિને આસાનીથી તમારી તરફ આકર્ષી લેશો. આજે તમે જે વધારાનું જ્ઞાન મેળવશો તે તમારા સાથીઓ સાથે કામ લેવામાં તમારો ગુણવિશેષ સાબિત થશે. કાયદાકીય સલાહ મેળવવા માટે વકીલની મુલાકાત લેવા માટે સારો દિવસ. આજે તમે તમારા જીવનસાથી સાથે ઊંડી ભાવનાઓ ધરાવતી વાતચીત કરશો એવી શક્યતા છે.

મકર: મિત્રો તમારો પરિચય કોઈક ખાસ વ્યક્તિ સાથે કરાવશેજે તમારા વિચારો પર નોંધપાત્ર અસર છોડશે. વધુ પડતો ખર્ચ કરાવાનું ટાળો તથા શંકાસ્પદ આર્થિક સ્કીમ્સથી દૂર રહો. દૂરનાં કોઈ સગાં તરફથી અણધાર્યો સંદેશ આખા પરિવાર માટે ઉત્સાહ લાવશે. તમારૂં પ્રિયપાત્ર વચનબદ્ધતાની અપેક્ષા રાખશે-તમને પાળવામાં મુશ્કેલી પડે તેવા વચનો આપતા નહીં. તમારા વ્યાવસાયિક ધ્યેયોને હાંસલ કરવા માટે તમારી ઊર્જાને યોગ્ય દિશામાં વાળવા માટે આ યોગ્ય સમય છે. તમારે યાદ રાખવાની જરૂર છે કે ઈશ્વર એની જ મદદ કરે છે જે પોતાની મદદ કરે છે. તમને અને તમારા જીવનસાથીને પ્રેમ કરવાનો ખાસ્સો સમય મળી રહ્યો હોવાનું જણાય છે.

કુંભ: પ્રશંસા કરીને તમને અન્યોની ખુશીનો આનંદ લો એવી શક્યતા છે. તમારા ખર્ચ પર અંકુશ લાવવાનો પ્રયાસ કરો-અને આજે જરૂરી હોય એવી ચીજો જ ખરીદજો. સંબંધીઓ-મિત્રો એક સુંદર સાંજ માટે તમને મળવા આવશે. તમે વાસ્તવિક્તા સાથે મુકાબલો કરશો તેથી તમારે તમારા પ્રિયપાત્રને ભૂલી જવું પડશે. ટીમ બનાવી ને એક જ ધ્યેય માટે કામ કરવાની મજબૂત સ્થિતિમાં તમે હશો. ઝળહળતો અને ખડખડાટ હાસ્યથી ભરેલો દિવસ જ્યારે મોટા ભાગની ઘટનાઓ તમારી ધારણા મુજબ આકાર લેશે. સંબંધીઓને કારણે તમારી વચ્ચે તકરાર થવાની શક્યતા છે, પણ દિવસના અંતે બધું જ સુંદર રીતે આટોપવામાં તમે સફળ રહેશો.

મીન: તમારૂં સૌથી પ્રિય સપનું સાકાર થશે. પણ તમારો આવેશ કાબૂમાં રાખજો કેમ કે વધુ પડતી ખુશી કેટલીક સમસ્યાઓ સર્જી શકે છે. કેટલાક લોકો માટે પ્રવાસ દોડધામભર્યો અને તાણયુક્ત પુરવાર થશે-પણ આર્થિક રીતે વળતર આપશે. તમારી ઉડાઉ જીવનશૈલી ઘરમાં તણાવનું કારણ બનશે, આથી રાત્રે મોડા સુધી બહાર રહેવાનું તથા અન્યો પર ખર્ચ કરવાનું ટાળો. પ્રેમમાં કોઈને સફળ થવાની કલ્પના કરવામાં મદદ કરજો. જમીનને લગતા મોટા સોદા પાર પાડવાની સ્થિતિમાં તમે હશો તથા મનોરંજક પ્રૉજેક્ટમાં અનેક લોકોને સાંકળો. સેમિનાર તથા પ્રદર્શન તમને નવું જ્ઞાન તથા નવા સંપર્કો આપશે. આજે તમે અનુભવશો કે તમારા જીવનસાથીનો પ્રેમ તમને જીવનની પીડાઓ ભુલાવવામાં મદદરૂપ થાય છે.

Next Story