Connect Gujarat

જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ
X

મેષ (અ,લ,ઇ) –દરેક વ્યક્તિની વાત સાંભળો શક્ય છે કે તમને એમાંથી તમારી સમસ્યાનો ઉકેલ મળી જાય. તમારી જાતને મોટા ગ્રુપ સાથે સાંકળવાની પ્રવૃત્તિ ખૂબ જ મનોરંજક સાબિત થશે- પણ તમારો ખર્ચ ખાસ્સો વધી જશે. બાળકો શાળાને લગતા પ્રૉજેક્ટ્સ વિશે સલાહ માગી શકે છે. તમારા પ્રેમની બિનજરૂરી માગણીઓ સામે ઝૂકતા નહીં. નાના અંતરાયો સાથે-આજનો દિવસ મોટી સિદ્ધિઓનો લાગે છે- એવા સહકર્મચારીઓ પર ધ્યાન આપજો જેમને જે જોઈએ છે તે નહીં મળે તો તેઓ પોતાની મુનસફી પ્રમાણે વર્તવાની ટેવ ધરાવતા હોય. તમારી તરફ મદદ માટે મીટ માંડનારાઓને તમે વચન આપશો. આજે તમે અથવા તમારા જીવનસાથી પલંગમાં ઈજાગ્રસ્ત થઈ શકો છો, આથી એકમેક સાથે નજાકતથી વર્તજો.

વૃષભ (બ,વ,ઉ) - અન્યો સાથે તમે ખુશહાલ ક્ષણો માણી રહ્યા હોવાથી તમારૂં સ્વાસ્થ્ ખીલી ઉઠશે. પર સાવચેત રહેજો કેમ કે સ્વાસ્થય પ્રત્યેની બેદરકારી તમને આગળ જતાં પજવી શકે છે. તમારી આર્થિક સ્થિતિ સુધરશે આમ છતાં નાણાખર્ચમાં વધારો તમારી યોજનાઓને પાર પાડવામાં અંતરાયો ઊભા કરશે. તમે તમારી મોહિની તથા તમારૂં બુદ્ધિચાતુર્ય વાપરશો તો તમે લોકો પાસેથી ધાર્યું કામ કઢાવી શકશો. પ્રેમની વેદના આજે તમને સૂવા નહીં દે. હાથમાં લીધેલા નવા કાર્યો અપેક્ષાથી ઊણા ઉતરશે. અપાર રચનાત્મકતા અને ઉત્સાહ તમને વધુ એક લાભકારક દિવસ તરફ દોરી જશે. જીવનસાથીને એચાનક આવી પડેલા કામને કારણે તમારા દિવસની યોજનાઓમાં ખલેલ પહોંચી શકે છે, પણ અંતે તમને સમજાશે કે જે કંઈ પણ થયું છે તે સારા માટે જ થયું છે.

મિથુન (ક,છ,ઘ) – હવાઈ કિલ્લા રચવામાં તમારો સમય વેડફશો નહીં. એના કરતાં કશું અર્થપૂર્ણ કરવા માટે તમારી શક્તિ બચાવો. તમારા ખર્ચમાં અણધાર્યો વધારો તમારી માનસિક શાંતિમા ખલેલ પહોંચાડશે. તમારા ઘરના વાતાવરણમાં તમે કોઈ ફેરફાર કરો તે પૂર્વે સૌની મંજૂરી છે કે નહીં તેની ખાતરી કરો. આજે તમે પ્રેમની પીડા અનુભવશો. માનસિક સ્પષ્ટતા તમને બિઝનેસમાં અન્યોની સરખામણીએ આગળ રાખશે. તમે ભૂતકાળની તમારી તમામ મૂંઝવણો દૂર કરી શકશો. આધ્યાત્મિક ગુરૂ અથવા કોઈક વડીલ તમને માર્ગદર્શન પૂરું પાડશે. લગ્ન એટલે માત્ર એક છત નીચે રહેવું એટલું જ નથી. તમારા જીવનસાથી સાથે કેટલોક સમય વીતાવવો પણ જરૂરી છે.

કર્ક (ડ,હ) – તમારો વિપુલ આત્મવિશ્વાસ તથા કામનું સરળ સમયપત્રક તમને આજે હળવા થવાનો પૂરતો સમય આપશે. મનોરંજન અથવા કૉસ્મૅટિક્સ સુધારા પાછળ વધુ પડતો ખર્ચ કરતા નહીં. તમને જે સમયે તમારા મિત્રની જરૂર સૌથી વધારે હશે એ સમયે જ તે તમને નિરાશ કરશે. લાંબા સમય બાદ તમારા મિત્રને મળવાનો વિચાર તમારા હૃદયની ગતિ એકાદ ગબડતા પથ્થર જેવી કરી મુકશે. તમે જો એમ માનતા હો કે સમય જ નાણાં છે તે તમારે તમારી ઉચ્ચતમ ક્ષમતાએ પહોંચવા માટે જરૂરી પગલાં લેવાં જોઈએ. સારી તથા હચમચાવનારી ઘટનાઓનો દિવસ જે તમને મૂંઝાયેલા અને થાકેલા કરી મૂકશે. આજે તમારા જીવનસાથી સાથે તમને તમારા જીવનની શ્રેષ્ઠ સાંજ ગાળવા મળશે.

સિંહ (મ,ટ) – વધુ આશાવાદી બનવા માટે તમારી જાતને પ્રોત્સાહિત કરો. તે તમારો આત્મવિશ્વાસ તથા લવચિકપણું વધારશે પણ તેની સાથે જ ભય, નફરત, ઈર્ષા અને બદલો જેવી નકારાત્મક ભાવનાઓ છોડવા તૈયાર કરો. સટ્ટાકીય પ્રવૃત્તિઓ નફો લાવશે. તમે ભાગ્યે જ મળતા હો એવા લોકો સાથે સંપર્ક સાધવા માટે સારો દિવસ. તમને આજે પ્રેમની સુંદર ચોકલેટના સ્વાદ માણવા મળશે. ભાગીદારીમાં નવું સાહસ શરૂ કરવા માટે સારો દિવસ. સૌને લાભ થવાની શક્યતા છે. પણ ભાગીદાર સાથે હાથ મેળવતા પૂર્વે વિચારજો. સાવચેતીભર્યાં પગલાંનો દિવસ-જ્યારે તમને મગજ કરતાં દિલની વધુ જરૂર પડશે. આજે દુનિયા પ્રલયને કારણે કદાચ નાશ પણ પમશે, પણ તમે તમારા જીવનસાથીના આલિંગનમાંથી બહાર નહીં આવો.

કન્યા (પ,ઠ,ણ) – શારીરિક તથા માનસિક રીતે તમે તમારી જાતને આજે થાકેલા મહેસૂસ કરશો-થોડો આરમ તથા પોષચ આહાર તમારી ઉર્જાનું સ્તર ઉપર લાવવામાં ખૂબ જ મદદ કરશે. તમારી બચતને તમે રૂઢિગત રોકાણમાં મુકશો તો નાણાં મેળવશો. પરિવારના સભ્યોની લાગણીને દુભાવવી ન હોય તો તમારા ગુસ્સા પર કાબૂ રાખજો. એ સાથે જ યાદ રાખો કે ગુસ્સો એ ટૂંકા ગાળાનું ગાંડપણ છે , જે તમને કેટલીક ગંભીર ભૂલો કરવાની ફરજ પાડી શકે છે. પ્રવાસને કારણે રૉમેન્ટિક સંબંધોને વંગ મળશે. વ્યાવસાયિક મોરચે જવાબદારીમાં વધારો થવાની શક્યતા છે. આજે અનેક બાબતો ઊભી થશે-જેના પર તમારે તાત્કાલિક ધ્યાન આપવું પડશે. તમે તમારા જીવનસાથીના પ્રેમને ઝંખતા હતા, આજનો દિવસ તમને તમારા જીવનસાથીનો પ્રેમ આશીર્વાદ રૂપે આપશે.

તુલા (ર,ત) – માત્ર તમે જ જાણો છો કે તમને શું જોઈએ છે-આથી દૃઢ અને નીડર બનો અને ઝડપી નિર્ણય લો અને પરિણામો સાથે જીવવાની તૈયારી રાખો. તમે જાણો છો એવા લોકો દ્વારા આવકનો નવો સ્રોત ઊભો થશે. પારિવારિક પ્રસંગમાં નવા મિત્રો બનશે.પણ તમારી પસંદગીમાં સાવચેત રહેજો. સારા મિત્રો ખજાના જેવા હોય છે જે તમે હંમેશાં સાચવવા માગો છો. તમારૂં પ્રિયપાત્ર થોડુંક ચીડાયેલું લાગે છે-આ બાબત તમારા મગજ પરની તાણમાં વધારો કરશે. આકાશ તમને વધુ તેજસ્વી લાગશે, ફૂલો વધુ રંગીન જણાશે, તમારી આસપાસ બધું જ ઝળકતું હોવાનો આભાસ તમને થશે, કેમ કે તમે પ્રેમમાં છો. તમારો દેખાવ સુધારે એવા ફેરફાર કરો તથા ભાવિ ભાગીદારોને આકર્ષો. આજે તમને તમારી જીવનસંગિની સાથે વીતાવવા માટે પૂરતો સંમય મળશે, પણ સ્વાસ્થ્ય પર અસર પડી શકે છે.

વૃશ્વિક (ન,ય) – આનંદથી ભરેલો સારો દિવસ. અન્યો પર વધુ પડતો ખર્ચ કરશો એવી શક્યતા છે. તમારી નિકટના લોકો અંગત સ્તરે સમસ્યાઓ ઊભી કરશે. તમારા પ્રિયપાત્ર સાથે કૅન્ડીફ્લૉસ તથા ટૉફી શૅર કરશો એવી શક્યતા જોવાય છે. વ્યાપારી ભાગીદારો સહકારપૂર્વક વર્તશે અને તમે સાથે મળીને અધૂરાં કાર્યો પૂરાં કરશો. પ્રવાસ લાભદાયક છતાં ખર્ચાળ રહેશે. સોશિયલ મિડિયા પર તમને લગ્ન વિશેના મેસેજીસ આવતા હોય છે, પણ આજે તમે આશ્ચર્યચકિત થઈ જશો જ્યારે લગ્નજીવનને લગતી કેટલીક ચોંકાવનારી વાસ્ચવિક્તાઓ તમારી સામે આવશે.

ધન (ભ,ફ,ધ,ઢ) – ભાગ્ય પર આધાર ન રાખો અને તમારૂં સ્વાસ્થ્ય સુધારવાના પ્રાયાસ કરો કેમ કે નસીબ એવી આળસું દેવી છે જે ક્યારેય તમારી પાસે નહીં આવે. આજનો દિવસ છેલ્લો છે એ રીતે જીવવાના તથા મનોરંજન પાછળ વધુ પડતો ખર્ચ કરવાના તમારા વલણ પ્રત્યે ધ્યાન આપો. પારિવારિક મોરચો ખુશખુશાલ તથા સરળ નથી લાગતો. આજે તમને સમજાશે કે પ્રેમ બધી જ બાબતોને પાછળ મુકી શકે છે. કોઈક નવા સંયુક્ત સાહસ માટે તમારી જાતને તૈયાર કરવાનું ટાળો-અને જરૂરી હોય તો તમારી નિકટના લોકોની સલાહ લો. તમારે બહાર નીકળીને ઊંચી જગ્યાએ બેઠેલા લોકોથી આગળ વધવા તમારી કોણીનો ઉપયોગ કરવાની જરૂર છે. તમારા જીવનસાથીએ તમને નીચા દેખાડ્યા એવું તમને લાગશે અને આ બાબત તમને તમારા લગ્ન તોડવાની ફરજ પાડી શકે છે.

મકર (ખ,જ) - આશાવાદી બનો અને ઉજળી બાજુ જોવાનો પ્રયાસ કરો. આત્મવિશ્વાસસભર અપેક્ષાઓ તમારી આશાઓ અને ઈચ્છાઓની પૂર્તિના દ્વાર ખોલશે. રિયલ એસ્ટેટમાં રોકાણ લલચાવનારૂં હશે. આજે કામ તાણયુક્ત અને થકાવનારૂં હશે-પણ મિત્રોની સંગત તમને ખુશખુશાલ અને આરામદાયક મિજાજમાં રાખશે. વ્યસ્ત રસ્તા પર તમે અનુભવશો કે તમે સૌથી નસીબદાર છો, કેમ કે તમારું પ્રિયપાત્ર સૌથી શ્રેષ્ઠ છે. કામમાં પરિસ્થિતિ તમારી તરફેણમાં હોય એવું જણાય છે. સાવચેતીભર્યાં પગલાંનો દિવસ-જ્યારે તમને મગજ કરતાં દિલની વધુ જરૂર પડશે. આજે તમને સવારે કંઈક એવું મળશે, જે તમારા આખા દિવસને અદભુત બનાવી મુકશે.

કુંભ (,શ,સ,ષ) :- અણધાર્યો પ્રવાસ થકવી નાખનારો હોઈ શકે છે જે તમને અસ્તવ્યસ્ત કરી મુકશે. સ્નાયુઓને આરામ આપવા તમારા શરીરની તેલથી માલિશ કરો. આર્થિક બાબતોમાં ચોક્કસ સુધારો થશે-પણ તેની સાથે જ ખર્ચમાં પણ વધારો થશે. તમારી જાતને લાડ લડાવવાનો દિવસ અને તમને જે સૌથી વધુ ગમે છે એ કાયર્ય કરવાનો દિવસ. આજે મિત્રતામાં ભંગ પડવાની પૂરેપૂરી શક્યતા હોવાથી ચોકસાઈ રાખો. તમારા એક સારા કામને કારણે, કામના સ્થળે તમારા શત્રુઓ આજે તમારા મિત્ર બની શકે છે. સમસ્યાઓ વચ્ચે ઝડપથી કામ કરવાની તમારી ક્ષમતા તમને માન-મરતબો અપાવશે. તમારા જીવનસાથી તમારી યોજના અથવા પ્રોજેક્ટમાં ખલેલ પાડી શકે છે, તમારી ધીરજ ખોતા નહીં

મીન (દ,ઝ,ચ,થ)તમારૂં મગજ સારી બાબતોને સ્વીકારશે. સંયુક્ત સાહસો તથા શંકાસ્પદ આર્થિક યોજનાઓમાં રોકાણ કરતા નહીં. તમારા પરિવારના સભ્યો કહે ચે એ દરેક બાબત સાતે તમે કદાચ સહમત નહીં થાવ-પણ તમારે તમના અનુભવોમાંથી શીખવાનો પ્રયાસ કરવો જોઈએ. તમારા પ્રિયપાત્ર સાથે તમારી અંગત લાગણીઓ-રહસ્યો શૅર કરવા માટે આ યોગ્ય સમય નથી. છૂટક તથા જથ્થાબંધ વેપારીઓ માટે સારો દિવસ. તમારામાંના કેટલાક આજે લાંબી મુસાફરી કરશે-જે દોડધામભરી હશે- પણ તેનાથી ખાસ્સો લાભ થશે. તમારા સંબંધીઓ આજે તમારા સુખી લગ્નજીવનને થોડુંક નુકસાન પહોંચાડી શકે છે.

Next Story