Connect Gujarat

જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ
X

મેષ (અ,લ,ઇ) –તમે કોઈ બાબતે ચુકાદો આપતા હો ત્યારે સામેની વ્યક્તિની લાગણીઓની ખાસ દરકાર લો. તમારા દ્વારા લેવામાં આવેલો કોઈ ખોટો નિર્ણય નમાત્ર તેમના પર અવળી અસર કરશે બલ્કે તમને પણ માનસિક તાણ આપશે. નવા સંપર્કો કદાચ લાભદાયી લાગશે પણ અપેક્ષા મુજબના લાભ નહીં લાવે- નાણાં રોકવાની વાત આવે ત્યારે ઉતાવળા નિર્ણયો ન લેવામાં જ સાર છે. તમે ભાગ્યે જ મળતા હો એવા લોકો સાથે સંપર્ક સાધવા માટે સારો દિવસ. આજે તમે તમારા સ્વપ્નની સુંદરીને મળતા જ તમારી આંખો ખુશીથી ચમકી ઊઠશે તથા તમારા હૃદયની ગતિ તેજ થઈ જશે. તમારો સમય અને શક્તિ અન્યોની મદદ કરવામાં ફાળવો-પણ તમારી સાથે સંબંધ ન હોય તેવી બાબતો સાથે સંકળાતા નહીં. આજે તમે તમારા જીવનસાથીના પ્રેમમાં ફરીથી પડશો

વૃષભ (બ,વ,ઉ) - તમારૂં અવિચારી વર્તન પત્ની સાથેના સંબંધો બગાડી શકે છે. કંઈપણ કરતા પહેલા તમારા વર્તનના પ્રત્યાઘાતો વિશે વિચારજો. શક્ય હોય તો તમારો મૂડ બદલવા ક્યાક બહાર જતા રહો. આજે તમારી સામે અનેક આર્થિક યોજનાએ રજૂ કરવામાં આવશે-કોઈપણ નિર્ણય લેતા પહેલા તમામ સારાં નરસાં પાસાંને તકેદારીપૂર્વક ચકાસજો. તમારી મુલાકાતે આવનારા મહેમાનો તમારી સાંજ પર કબજો જમાવશે. પ્રપોઝ કર્યા બાદ તમને કદાચ જબરજસ્ત અનુભૂતિ થશે કેમ કે તેનાથી તમારા પરનો બોજો ઉતરી ગયાનું તમે અનુભવશો. તમારાં જમા પાસાં તથા ભાવિ યોજનાઓનું પુનરાવલોકન કરવાનો સમય. ઘણા બધા ખરાબ દિવસો બાદ, તમે અને તમારા જીવનસાથી આજે ફરીથી એકમેકના પ્રેમમાં પડશો.

મિથુન (ક,છ,ઘ) – તમારૂં ઝઘડાખોર વર્તન તમારા શત્રુઓની યાદીમાં વધારો કરશે. કોઈને પણ તમને એટલા ગુસ્સે કરવા ન દો કે જેનો પસ્તાવો તમને પછીથી થાય. મનોરંજન અથવા કૉસ્મૅટિક્સ સુધારા પાછળ વધુ પડતો ખર્ચ કરતા નહીં. તમારા પરિવાર સાથે જડતાપૂર્વક વર્તન ન કરતા-તેનાથી શાંતિ જોખમાઈ શકે છે. સાવધાન રહેજો કેમ કે આજે પ્રેમમાં પડવું એ તમારી માટે અપવિત્ર બાબત બની શકે છે. ઝળહળતો અને ખડખડાટ હાસ્યથી ભરેલો દિવસ જ્યારે મોટા ભાગની ઘટનાઓ તમારી ધારણા મુજબ આકાર લેશે. તમારા વ્યસ્ત સમયપત્રકને કારણે તમારા જીવનસાથી તમારી વફાદારી પર શંકા કરશે, પણ દિવસના અંતે તેને આ વાત સમજાશે અને તે તમને આલિંગન આપશે.

કર્ક (ડ,હ)- સારી તબિયત તમને રમતગમતની સ્પર્ધામાં ભાગ લેવામાં મદદરૂપ થશે. જૂની શિલ્પકૃતિઓ તથા ઘરેણાંમાં રોકાણ લાભ તથા સમૃદ્ધિ લાવશે. તમારો ભાઈ તમારી જરૂરિયાતો પ્રત્યે તમારી ધારણા કરતાં વધુ સહકાર આપશે. જો તમે આજે આજે પ્રેમ કરવાની તક નહીં ગુમાવો તો, આ દિવસ તમે તમારા આખા આયુષ્યમાં નહીં ભૂલી શકો. પ્રવાસને કારણે તમે નવા સ્થળો જોઈ શકશો તથા મહત્વના લોકો ને મળી શકશો. આજે તમારા જીવનસાથી તમારી માટે કશુંક ખરેખર અદભુત ખરીદશે.

સિંહ (મ,ટ) - બાળકો સાથે રમવાથી તમને દર્દ દૂર કરનાર અદભુત અનુભવ થશે. આજનો જ વિચાર કરીને જીવનના તમારા અભિગમને તથા મનોરંજન પાછળ વધુ પડતો સમય અને નાણાં ખર્ચવાના તમારા વલણ પર અંકુશ રાખો. ગ્રુપને લગતી પ્રવૃત્તિઓ સાથે સંકળાવાથી તમે નવા મિત્રો બનાવશો. આજે તમારૂં પ્રિયપાત્ર તમારા અનિશ્ચિત વર્તન સાથે પનારો પાડવામાં ખૂબ જ મુશ્કેલી અનુભવશે. એવા ઉતાવળા નિર્ણય લેતા નહીં, જેનાથી જીવનમાં આગળ જતાં તમને તેના વિશે અફસોસ થાય. આજે તમે અથવા તમારા જીવનસાથી પલંગમાં ઈજાગ્રસ્ત થઈ શકો છો, આથી એકમેક સાથે નજાકતથી વર્તજો.

કન્યા (પ,ઠ,ણ) – તમારો માયાળુ સ્વભાવ આજે અનેક ખુશીભરી ક્ષણો લાવશે. અન્યો પર વધુ પડતો ખર્ચ કરશો એવી શક્યતા છે. તમારા મિત્રો તથા સંબંધીઓને તમારી આર્થિક બાબતોનું સંચાલન ન સોંપતા, નહીંતર તમારૂં બજૅટ વેરવિખેર થઈ જશે. કામ બાકી હોવા છતાં રૉમાન્સ તથા સામાજિક બાબતો તમારા મગજ પર રાજ કરશે. તમારો સ્પર્ધાત્મક સ્વભાવ તમે જે પણ સ્પર્ધામાં ભાગ લેશો તેમાં તમને જીતવામાં મદદરૂપ થશે. આજનો દિવસ તમારા પરિણીત જીવનનો શ્રેષ્ઠતમ દિવસ બની રહેશે. પ્રેમના ખરા આનંદની અનુભૂતિ તમને આજે થશે.

તુલા (ર,ત) – હૃદયરોગના દર્દીઓ માટે કૉફી છોડવાનો આ યોગ્ય સમય છે. તેનો હજી વધુ ઉપયોદ હૃદય પર બિનજરૂરી દબાણ વધારશે. જૂની શિલ્પકૃતિઓ તથા ઘરેણાંમાં રોકાણ લાભ તથા સમૃદ્ધિ લાવશે. મિત્રો સાથે સાંજ મોજ-મજા માટે તથા રજાઓના આયોજન માટે સારી રહેશે. રોમાન્સ રોમાંચક હશે-આથી તમે જેને પ્રેમ કરો છો એવી વ્યક્તિનો સંપર્ક કરો અને દિવસને શ્રેષ્ઠ બનાવો. આજે તમે તમારા મગજને કસોટીની એરણ પર મુકશો-તમારામાંના કેટલાક શતરંજ, ક્રોસવર્ડ રમવા પ્રેરાશે તો કેટલાક વાર્તા કે કવિતા લખવા અથવા ભાવિ યોજનાઓ ઘડવા તરફ વળશે. આજનો દિવસ તમારા લગ્નજીવન માટે ખરેખર મહત્વનો છે. તમે તમારા જીવનસાથીને કેટલો પ્રેમ કરો છો તેની જાણ તેને થવા દો.

વૃશ્વિક (ન,ય) – નફરતની લાગણી મોંઘી પુરવાર થઈ શકે છે.તે ન માત્ર તમારી સહનશક્તિનો ગુપ્ત રીતે નાશ કરે છે બલ્કે તમારી વિવેકબુદ્ધિને પણ મંદ કરે છે તથા સંબંધમાં કાયમી તિરાડ ઊભી કરે છે. દિવસમાં મોડેથી નાણાકીય સ્થિતિ સુધરશે. બાળકો તથા તમારાથી ઓછો અનુભવ ધરાવતા લોકો સાથ તમારે ધીરજથી કામ લેવું પડશે. પ્રેમ જીવન ગતિશીલ હશે. અપાર રચનાત્મકતા અને ઉત્સાહ તમને વધુ એક લાભકારક દિવસ તરફ દોરી જશે. આજે તમે અનુભવશો કે તમારા જીવનસાથીનો પ્રેમ તમને જીવનની પીડાઓ ભુલાવવામાં મદદરૂપ થાય છે.

ધન (ભ,ફ,ધ,ઢ) – તમારી ઊર્જાનું સ્તર ઊંચું રહેશે. તમે તમારી જાતને નવી રોમાંચક પરિસ્થિતિમાં જોશો-જે તમને આર્થિક લાભ પણ અપાવશે. ઘરના મોરચે મુશ્કેલીઓનો ચરૂ ઉકળી રહ્યો છે આથી તમે જે બોલો છો તે અંગે સાવચેતી રાખજો. રૉમાન્સ માટે બહુ સારો દિવસ નથી કેમ કે તમને સાચો પ્રેમ નહીં મળે. ટૅક્સ તથા વીમાને લગતી બાબતમાં ધ્યાન આપવાની જરૂર પડશે. તમારા જીવનસાથીની તબિયતમાં બગાડો તમારા કામમાં બાધા બની શકે છે, પણ તેમ કોઈક રીતે બધું જ સંભાળી લેવામાં સફળ રહેશો.

મકર (ખ,જ) - આજે ખાસ દિવસ છે કેમ કે સારૂં સ્વાસ્થ્ય તમને કશુંક અસાધારણ કરવાની ક્ષમતા આપશે. સટ્ટા અથવા અણધાર્યા લાભ દ્વારા તમારી આર્થિક હાલત સુધરશે. પરિવારના સભ્યો તથા જીવનસાથી કેટલીક સમસ્યા સર્જશે. પ્રેમમાં તમારા કઠોર વર્તન માટે માફી માગો. સાનુકૂળ ગ્રહો તમને આજે ખુશ થવાના અનેક કારણો આપશે. તમારા જીવનસાથી દ્વારા તમારો જન્મદિવસ કે અન્ય કોઈક બાબત ભૂલી જવાની કોઈક જૂના મુદ્દાને કારણે તમે તેમની સાથે ઝઘડશો. પણ દિવસના અંતે બધું જ સમૂસુતરૂં પાર પડશે.

કુંભ (,શ,સ,ષ) :- કોઈક આજે તમારો મૂડ બગાડી શકે છે પણ તેને લગતી હતાશાને તમારા પર સવાર થવા ન દો. આ વ્યર્થ ચિંતા તથા બેચેની તમારા શરીર પર વિપરિત અસર કરી તમને ત્વચાને લગતી તકલીફ આપી શકે છે. આજે તમારી સામે રજૂ કરવામાં આવતી રોકાણ યોજનાઓ તરફ તમારે બેવાર જોઈ લેવું. બાળકોને તેમના અભ્યાસ પર ધ્યાન આપવાની તથા તેમના ભવિષ્યની યોજનાઓ ઘડવા પર ધ્યાન આપવાની જરૂર છે. તમારા પ્રિયપાત્રના સાથ વગર તમને ખાલી-ખાલી લાગશે. પ્રવાસ તથા પર્યટન આનંદ લાવશે તથા શૈક્ષણિક પણ પુરવાર થશે. તમારા જીવનસાથીના જૂઠાણાને કારણે તમારા નારાજ થવાની શક્યતા આજે જોવાય છે, જો કે એ સાવ નાની બાબત હશે.

મીન (દ,ઝ,ચ,થ) જે લોકો માત્ર મજા કરવા માટે જ બહાર નીકળ્યા છે તેઓ માટે નિર્ભેળ ખુશી તથા મોજમજા. તમે જાણો છો એવા લોકો દ્વારા આવકનો નવો સ્રોત ઊભો થશે. મિત્રની કોઈ સમસ્યા તમને ખરાબ લગાડી શકે છે અથવા ચિંતાતુર કરી શકે છે. એકતરફી આકર્ષણ આજે તમારી માટે માથાનો દુખાવો જ લાવશે. આઉટસ્ટૅશન પ્રવાસ આરામદાયક નહીં હોય-પણ તે તમને મહત્વના સંપર્કો બનાવવામાં મદદરૂપ થશે. કોઈ અજાણી વ્યક્તિને કારણે તમારા અને તમારા જીવનસાથી વચ્ચે ખટરાગ થવાની શક્યતા છે.

Next Story