Connect Gujarat

જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ
X

મેષ (અ,લ,ઇ) – શક્ય હોય તો લાંબી મુસાફરી ટાળવી કેમ કે મુસાફરી કરવા માટે તમે ખૂબ જ નબળા છો અને આ મુસાફરી તમને વધુ નબળા પાડી શકે છે. નાણાંપ્રવાહમાં વધારો લાંબા સમયથી ચૂકવવાની બાકી રકમ તથા બિલો ચૂકવવા આસાન બનાવશે. તમે ધાર્મિક સ્થળ અથવા કોઈક સબંધીની મુલાકાત લો એવી શક્યતા જોવાય છે. તમારૂં સ્મિત તમારા પ્રિયપાત્રની ખુશા માટેની અકસીર દવા છે. આજે નવી ભાગીદારી આશાસ્પદ ઠરશે. ઝળહળતો અને ખડખડાટ હાસ્યથી ભરેલો દિવસ જ્યારે મોટા ભાગની ઘટનાઓ તમારી ધારણા મુજબ આકાર લેશે. આજનો દિવસ તમારા પરિણીત જીવનનો શ્રેષ્ઠતમ દિવસ બની રહેશે. પ્રેમના ખરા આનંદની અનુભૂતિ તમને આજે થશે.

વૃષભ (બ,વ,ઉ) - કામના સ્થળે વરિષ્ઠો તરફથી દબાણ તથા ઘરે વિસંવાદિતા તાણને આમંત્રણ આપી શકે છે-જે કામમાં તમારા ધ્યાનમાં ખલેલ પહોંચાડી શકે છે. સટ્ટા અથવા અણધાર્યા લાભ દ્વારા તમારી આર્થિક હાલત સુધરશે. સાંજે અણધાર્યા મહેમાનો તમારા ઘરમાં ભીડ કરશે. તમે તમારા પ્રિયપાત્રને મળશો તેનાથી તમારા મગજને રૉમાન્સ ઘેરી વળશે. સખત મહેનત અને ધીરજ દ્વ્રારા તમે તમારા ધ્યેયની પ્રાપ્તિ કરશો. તમારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડે તેવા લોકો સાથે જોડાવાનું ટાળો. તમારી આસપાસના લોકો આજે એવું કંઈક કરશે, જેનાથી તમારા જીવનસાથી નવેસરથી તમારા પ્રેમમાં પડશે

મિથુન (ક,છ,ઘ) – ધાર્મિક લાગણી ઊભી થશે અને તેનાથી તમે કોઈક સંતપુરૂષ પાસેથી દૈવી જ્ઞાન મેળવવા કોઈક ધાર્મિક સ્થળની મુલાકાત લેશો. મોડી પડેલી લેણી નીકળતી રકમ પાછી મળતા આર્થિક સ્થિતિ સુધરશે. સામાજિક કાર્યક્રમોમાં હાજર રહેવાની તકો મળવાની શક્યતા છે-જે તમને વગદાર લોકોના નિકટ સંપર્કમાં લાવી શકે છે. ઉત્સાહજનક દિવસ કેમ કે આજે તમને તમારા પ્રિયપાત્રનો કૉલ આવશે. નવું સાહસ લલચાવનારૂં તથા સારૂં વળતર આપનારૂં હશે. તમે આજે કેવું અનુભવો છો તે અન્યોને જણાવવા ઉતાવળા ન બનો. આજે તમે તમારા જીવનસાથી સાથે તમારા જીવનનો શ્રેષ્ઠતમ દિવસ વિતાવશો.

કર્ક (ડ,હ)- આજે તમારી પાસે સારો એઅવો સમય હશે આથી,તમારા સારા સ્વાસ્થ્ય માટે લાંબી વૉક પર જાવ. થોડા વધુ નાણાં બનાવવા માટે તમારા નાવિન્યસભર વિચારોનો ઉપયોગ કરો. તમારા બાળકો સાથે તંદુરસ્ત સંબંધને પ્રોત્સાહન આપો. ભૂતકાળને ભૂલાવી ને આગળ આવનારા ઝળહળતા તથા ખુશહાલ સમય પર મીટ માંડો. તમારા પ્રયત્નો ફળદાયી નીવડશે. તમારૂં કામ ઓછી મહત્વતા પ્રાપ્ત કરશે-કેમ કે તમને તમારા પ્રિયપાત્રની બાહોંમાં રાહત, આનંદ તથા અત્યંત લાગણીનો તરંગ મળ્યો છે. આજે કામના સ્થળે દરેક બાબતમાં તમારો હાથ ઉપર રહે એવી શક્યતા છે. નિંદા-કૂથલી તથા અફવાઓથી દૂર રહો. આજે તમે તમારા લગ્નજીવનની શૃંગારિક બાબતમાં સુંદર પરિવર્તનનો અનુભવ કરશો.

સિંહ (મ,ટ) – છેલ્લા થોડા સમયથી તમારામાંના જે લોકો ઑવરટાઈમ કામ કરી રહ્યા છે- તેઓ આજે તાણ અને દુવિધા આ બે બાબતો નહીં ઈચ્છે. ઝડપથી નાણાં કમાઈ લેવાની ઈચ્છા તમે ધરાવશો. મિત્રો તથા પરિવારના સભ્યો તમને મદદ અને પ્રેમ પૂરો પાડશે. તમારા પ્રેમી-પ્રેમિકા દ્વારા કરવામાં આવતી ટિપ્પણીઓ અંગે તમે ખૂબ જ સંવેદનશીલ હશો-તમારે તમારી લાગણીઓ પર અંકુશ રાખવો અને પરિસ્થિતિને વધુ બગાડે એવું કંઈપ કરવાનું ટાળવું જોઈએ. કામના સ્થાળે આજનો દિવસ અદભુત રીતે વિતશે એવું જણાય છે. તમારા ભૂતકાળમાંથી કોઈએ આજે તમારો સંપર્ક કરશે અને તમારો દિવસ યાદગાર બની જશે. તમે તમારી હતાશાને કારણે આજે કદાચ તમારા જીવનસાથી સાથે ઝઘડશો, જો કે એની પાછળ ખરેખર કોઈ કારણ નહીં હોય.

કન્યા (પ,ઠ,ણ) – હાલની ઘટનાઓને કારણે તમારૂં મગજ ખલેલ પામ્‍યું છે. આધ્યાત્મિક તથા શારીરિક લાભ માટે ધ્યાન તથા યોગ લાભકારક સાબિત થશે. વધુ પડતો ખર્ચ કરાવાનું ટાળો તથા શંકાસ્પદ આર્થિક સ્કીમ્સથી દૂર રહો. તમારા દિવસનું આયોજન સંભાળપૂર્વક કરજો-મદદ લેવા માટે જેમના પર તમે વિશ્વાસ મુકી શકતા હો એવા લોકો સાથે વાત કરો. આજે તમને તમારા જીવનમાં સાચા પ્રેમની કમી સાલશે.ચિંતા ન કરો સમય સાથે બધું જ બદલાઈ જાય છે અને તેમાં તમારૂં રૉમેન્ટિક જીવન પણ અપવાદ નથી. તમારી કમાવવાની ક્ષમતા કઈ રીતે વધારવી તે માટેની જાણકારી તથા શક્તિ તમારામાં હશે. વ્યપાર માટે હાથ ધરવામાં આવેલી મુસાફરી લાંબા ગાળે લાભદાયક પુરવાર થશે. તમારા વ્યસ્ત સમયપત્રકને કારણે તમારા જીવનસાથી તમારી વફાદારી પર શંકા કરશે, પણ દિવસના અંતે તેને આ વાત સમજાશે અને તે તમને આલિંગન આપશે.

તુલા (ર,ત) – તમારા સ્વાસ્થ્યને લગતી સમસ્યાને કારણે તમે મહત્વનના કામ માટે નહીં જઈ શકો તેને કારણે તમે પાછળ રહી જાવ એવી શક્યતા છે. તમારી જાતને આગળ લઈ જવા માટે તાકર્કિક આધાર લો. આર્થિક સમસ્યાઓ રચનાત્મક રીતે વિચારવાની તમારી ક્ષમતાને હાનિ પહોંચાડશે. ઘરના વાતાવરણમાં તમે કોઈ ફેરફાર કરો તે પૂર્વે અન્યોની મંજૂરી છે કે નહીં તેની ખાતરી કરો. આજે તમારો પ્રેમ સોળે કળાએ ખીલશે અને એ દેખાડશ કે તમે કેવું સુંદર કામ કર્યું છે. અટકી પડેલા પ્રકલ્પો તથા યોજનાઓ અંતિમ સ્વરૂપ લેવા આગળ વધશે. તમારી ચીજો પ્રત્યે બેદરકાર રહેશો તો તે ખોવાઈ શકે છે અથવા ચોરી થઈ શકે છે. સ્ત્રીઓ ગુરૂ ગ્રહની છે અને પુરૂષો મંગળના. પણ આજે એવો દિવસ છે જ્યારે ગુરૂ અને મંગળ એકમેકમાં ઓગળી જશે

વૃશ્વિક (ન,ય) – તમારૂં સૌથી પ્રિય સપનું સાકાર થશે. પણ તમારો આવેશ કાબૂમાં રાખજો કેમ કે વધુ પડતી ખુશી કેટલીક સમસ્યાઓ સર્જી શકે છે. લાંબા-ગાળાના દૃષ્ટિકોણથી રોકાણ કરવું જરૂરી. બાળકો તમને ઘરના કામમાં મદદ કરશે. તમારો પ્રેમ અસ્વીકારને આમંત્રમ આપશે. લાગે છે કે તમારા વરિષ્ઠો કામમાં આજે દેવદૂતની જેમ વર્તી રહ્યા છે. આજે સામાજિક મિલન -મુલાકાતો તથા તમને સૌથી વધુ કરવી ગમે તેવી બાબતો કરવા માટે તમારી પાસે ફાજલ સમય હશે. તમારા જીવનસાથી આજે તમારી જરૂરિયાતો સંતોષવામાં કદાચ ના પાડશે, જે સરવાળે તમને હતાશ કરી મુકશે.

ધન (ભ,ફ,ધ,ઢ) – નિરાશાવાદી અભિગમ ટાળવો જોઈએ કારણ કે તે તમારી શક્યતાઓને ન માત્ર ન્યૂનતમ કરશે બલ્કે તમારા શરીરની સંવાદિતામાં પણ ખલેલ પહોંચાડશે. તમારા ઘરને લગતું રોકાણ ફાયદાકારક પુરવાર થશે. અન્યોને પ્રભાવિત કરવાની તમારી આવડત તમને વળતર અપાવશે. પ્રેમમાં નિરાશા તમને નાસીપાસ કરશે. આજે જો તમે વિનમ્ર અને મદદરૂપ હશો તો તમને તમારા ભાગીદાર તરફથી ખૂબ જ હકારાત્મક પ્રતિસાદ મળશે. આધ્યાત્મિક ગુરૂ અથવા કોઈક વડીલ તમને માર્ગદર્શન પૂરું પાડશે. તમારા જીવનસાથી આજે તમારી રોજબરોજની જરૂરિયાતો સંતોષવાનું બંધ કરી દેશે, જે આખરે તમારો મૂડ બગાડી મુકશે.

મકર (ખ,જ) – સ્વાસ્થ્યની દૃષ્ટિએ આ સમયગાળો ખરાબ રહેશે આથી તમે શું ખાવ-પીઓ છો તે અંગે સાવચેત રહેજો. આજે કરેલું રોકાણ તમારી સમૃદ્ધિ તથા આર્થિક સુરક્ષામાં વધારો કરશે. કોઈક જૂની ઓળખાણ તમારી માટે સમસ્યા ઊભી કરી શકે છે. તમારા પ્રિયપાત્ર સાથે તમારી અંગત લાગણીઓ-રહસ્યો શૅર કરવા માટે આ યોગ્ય સમય નથી. તમારી કાર્યકુશળતા વધારવા માટે નવી પદ્ધતિનો સ્વીકાર કરો-તમારી શૈલી અને કામ કરવાની નવી રીતો તમને નિકટથી જોનારા લોકોમાં રસ જગાડશે. તમારા ભૂતકાળમાંથી કોઈએ આજે તમારો સંપર્ક કરશે અને તમારો દિવસ યાદગાર બની જશે. તમારા જીવનસાથીની તબિયતમાં બગાડને કારણે તમારૂં કેટલુંક કામ ખોરંભે ચડી શકે છે.

કુંભ (,શ,સ,ષ) :- તમારા લાંબા સમયની બીમારીના ઈલાજ માટે સ્મિત થૅરૅપીનો ઉપયોગ કરજો કેમ કે તે તમામ સમસ્યાની શ્રેષ્ઠ દવા છે. તમે જો બધું જ બરાબર કરશો તો આજે તમે વધારાના નાણાં કમાઈ શકશો. સામાજિક કાર્યક્રમોમાં હાજર રહેવાની તકો મળવાની શક્યતા છે-જે તમને વગદાર લોકોના નિકટ સંપર્કમાં લાવી શકે છે. તમારા પ્રિયપાત્રના સોશિયલ-મિડિયા પરના છેલ્લાં કેટલાક દિવસોના સ્ટેટસ ચેક કરો, તમને એક સુંદર આશ્ચયર્ય મળશે. આજે નવી ભાગીદારી આશાસ્પદ ઠરશે. પ્રવાસ કરવાના હો તો એ વાતની ખારતરી કરી લે જો કે તમામ મહત્વના દસ્તાવેજો તમારી સાથે છે. આજે તમે અનુભવશો કે તમારા જીવનસાથી સાકર કરતાં પણ વધુ મધૂર છે.

મીન (દ,ઝ,ચ,થ) તમારી જાતને તંદુરસ્ત અને સ્વસ્થ રાખવા માટે ઉચ્ચ કૅલૅરીયુક્ત આહાર ટાળો. મોડી પડેલી લેણી નીકળતી રકમ પાછી મળતા આર્થિક સ્થિતિ સુધરશે. સૌને તમારી મોટી પાર્ટી માટે બોલાવો-આજે તમારામાં એ વધારાની ઊર્જા હશે જે તમારા ગ્રુપ માટે કાર્યક્રમનું આયોજન કરવા પ્રેરશે. આંખો કદી જૂઠું બોલતી નથી અને તમારા સાથીની આંખો તમને આજે કશું બહુ ખાસ કહી જશે. તમારા કેટલાક સારા કામ માટે આજે કામના સ્થળે તમારૂં સન્માન થશે. તમે જો કોઈ પરિસ્થિતિથી દૂર ભાગશો-તો એ શક્ય હોય એટલી ખરાબ રીતે તમારો પીછો કરશે. જ્યાં સુધી લગ્નજીવનનો સવાલ છે, પરિસ્થિતિ આસાધારણપણે તમારી તરફેણમાં આવતી હોવાનું જણાશે.

Next Story