Connect Gujarat

જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ
X

મેષ (અ,લ,ઇ) – ખુશ થાવ કેમ કે સારો સમય આવી રહ્યો છે અને તમારામાં વધારાની ઊર્જાનો સંચાર થશે. તમારૂં અવાસ્તવિક આયોજન નાણાંના વેડફાટમાં પરિણમશે. તમારૂં જિદ્દી વલણ ઘરના લોકોને તથા તમારા નિકટના મિત્રોને આહત કરશે. પ્રેમમાં તમે નિરાશ થયા હશો પણ નાસીપાસ થશે નહીં કેમ કે પ્રેમીઓ ખૂબ જ અધીરા હોય છે. કામ પર ધ્યાન કેન્દ્રિત કરો અને લાગણીશીલ સંઘર્ષથી દૂર રહો. તમારા માર્ગમાં જે પણ આવતું હોય તેની સાથે વિનમ્રતાપૂર્વક અને સારી રીતે વર્તો-કેટલાક ચુનંદા લોકો જ તમારી મોહકતા પાછળનું રહસ્ય જાણી શકશે. તમારી જીવનસંગિનીને નિયમિત ધોરણે સરપ્રાઈઝ આપો, અન્યથા તેને લાગશે કે તમારા જીવનમાં તેનું કોઈ મહત્વ જ નથી.

વૃષભ (બ,વ,ઉ) - ગમગીનીને દૂર ફગાવી દો-જે તમારી આસપાસ ઘેરાઈ રહી છે તથા તમારા વિકાસમાં અંતરાય ઊભા કરી રહી છે. તમારા ખર્ચ પર અંકુશ લાવવાનો પ્રયાસ કરો-અને આજે જરૂરી હોય એવી ચીજો જ ખરીદજો. મિત્રો તથા સંબંધીઓ સાથે મજા માણજો. આજે તમને પ્રેમની ગેરહાજરી અનુભવાશે. તમારા વરિષ્ઠોને હળવાશથી લેતા નહીં. આધ્યાત્મિક ગુરૂ અથવા કોઈક વડીલ તમને માર્ગદર્શન પૂરું પાડશે. તમારા જીવનસાથીના સ્વાસ્થ્યને કારણે કોઈક સાથેની તમારી મુલાકાત બગડી હોય તો, ચિંતા કરતા નહીં કેમ કે તમે તમારા જીવનસાથી સાથે સારો સમય વીતાવી શકશો.

મિથુન (ક,છ,ઘ) – તમારો ઝઘડાખોર સ્વભાવ અંકુશમાં રાખો કેમ કે તેનાથી તમારા સંબંધો પર કાયમી અસર પડી શકે છે. મોકળાશભર્યું મન અને કોઈના પણ પ્રત્યે પૂર્વગ્રહ ત્યજીને તમે તેમાંથી બહાર આવી શકો છો. તમે જો અન્યોના શબ્દો પર ધ્યાન આપીને રોકાણ કરશો તો આજે આર્થિક નુકસાનની શક્યતા જોવાય છે. ઘરના મોરચે મુશ્કેલીઓનો ચરૂ ઉકળી રહ્યો છે આથી તમે જે બોલો છો તે અંગે સાવચેતી રાખજો. તમારા સ્મિતોનો કોઈ જ અર્થ નથી-હાસ્યનો કોઈ અવાજ નથી-હૃદય પણ થડકો ચૂકી ગયું છે કેમ કે તમે કોઈકનો સાથ મિસ કરી રહ્યા છો. લાંબા સમયથી અટકેલા નિર્ણયોને અંતિમ સ્વરૂપ મળશે તથા નવા સાહસ માટેની યોજનાઓ સુવ્યવ્યસ્થિતપણે પાર પડશે. વ્યપાર માટે હાથ ધરવામાં આવેલી મુસાફરી લાંબા ગાળે લાભદાયક પુરવાર થશે. લગ્નજીવન તમને થોડુંક કંટાળાજનક લાગશે. કશુંક ઉત્સાહજનક સોધી કાઢો.

કર્ક (ડ,હ)- તમને નિર્ભેળ આનંદ તથા મોજમજા મળશે-કેમ કે તમે તમારા જીવનને સંપૂર્ણપણે માણવાનો નિશ્ચય કર્યો છે. આર્થિક લાભ તમારી અપેક્ષા મુજબ નહીં હોય. ઘરના પ્રવર્વતમાન પરિસ્થિતિને કારણે તમે હતાશ થઈ શકો છો. તમારી હિંમત પ્રેમ અપાવશે. આજે કરાયેલા સંયુક્ત સાહસો આગળ જતાં લાભદાયક પુરવાર થશે, પણ માતા-પિતા તરફથી આ બાબતે તમારે મોટા વિરોધનો સામનો કરવા પડશે. આજે જો તમે ખરેખર લાભ મેળવવા માગતા હો તો-અનોય દ્વારા આપવામાં આવતી સલાહને કાને ધરજો. આજે તમારા જીવનસાથી અને તમારી વચ્ચે ઊંડાણભરી અને અર્થસભર રોમેન્ટિક વાતચીત થશે

સિંહ (મ,ટ) – આશાવાદી બનો અને ઉજળી બાજુ જોવાનો પ્રયાસ કરો. આત્મવિશ્વાસસભર અપેક્ષાઓ તમારી આશાઓ અને ઈચ્છાઓની પૂર્તિના દ્વાર ખોલશે. સટ્ટાકીય પ્રવૃત્તિઓ નફો લાવશે. વૈવાહિક જોડાણમાં પ્રવેશવા માટે સારો સમય. આજે પ્રેમમાં તમારે ભાગ્યવંત દિવસ છે. તમે લાંબા ગાળાથી જેની કલ્પના કરી રહ્યા હતા એ તમારી કલ્પનાઓની પૂર્તિ કરી તમારૂં પ્રિયપાત્ર તમને સરપ્રાઈઝ આપશે. તમારા કાર્ય અને પ્રાથમિકતાઓ પર ધ્યાન આપો. સાવચેતીભર્યાં પગલાંનો દિવસ-જ્યારે તમને મગજ કરતાં દિલની વધુ જરૂર પડશે. તમારા અદભુત જીવનસાથીની ઉષ્મા સાથે તમે આજે તમે રજવાડી અનુભવ કરશો.

કન્યા (પ,ઠ,ણ) – લાગણીની દૃષ્ટિએ તમે આજે સ્થિર નહીં હો-આથી અન્યોની સામે તમે કઈ રીતે વર્તો છો તથા શું બોલો છો તે અંગે સાવચેત રહેજો. ભૂતકાળના રોકાણમાંથી આવકમાં વધારો જોવાય છે. લાગણીશીલ જોખમ તમારી તરફેણમાં જશે. તમારા પ્રિયપાત્ર અથવા જીવનસાથી સાથે સારો સંવાદ અથવા તેમના તરફથી સારો સંદેશ આજે તમારૂં મનોબળ વધારશે. કામના સ્થળે મામલો ઉકેલવા માટે તમારે તમારૂં બુદ્ધિચાતુર્ય તથા તમારી વગ વાપરવાની જરૂર છે. કાયદાકીય સલાહ મેળવવા માટે વકીલની મુલાકાત લેવા માટે સારો દિવસ. તમારા જીવનસાથી આજે તમારી માટે કશુંક ખરેખર ખાસ કરશે

તુલા (ર,ત) – હળવા થવા માટે નિકટના મિત્રો સાથે સમય વિતાવજો. સટ્ટા અથવા અણધાર્યા લાભ દ્વારા તમારી આર્થિક હાલત સુધરશે. પરિવારમાં નવા સભ્યના આગમનના સમાચાર તમને મુગ્ધ કરશે. પૂર્વાનુમાનમાં તમારી ખુશીની ઉજવણી માટે પાર્ટી આપો. તમે તમારા ભાગીદાર પર પૂરતું ધ્યાન નહીં આપો તો તે તમારાથી નારાજ થઈ જશે. આજે તમે તમારા પ્રિયપાત્રનો પ્રેમ તમારી આસપાસ અનુભવશો. આજનો દિવસ ખૂબ જ સુંદર અને પ્રેમભર્યો રહેશે. આજના દિવસે હાથમાં લેવાયેલું બાંધકામ તમારા સંતોષ મુજબ પૂરૂં થશે. કોઆ સંબંધી તમને આજે સરપ્રાઈઝ આપી શકે છે, પણ એ તમારી યોજનાઓને બગાડી શકે છે.

વૃશ્વિક (ન,ય) – તમારી શક્તિ પાછી મેળવવા માટે સંપૂર્ણ આરામ કરો. તમારા ઘરને લગતું રોકાણ ફાયદાકારક પુરવાર થશે. તમારી નિકટનું કોઈક આજે અંદાજ ન લગાડી શકાય એવા મિજાજમાં હશે. તમારૂં પ્રેમ જીવન આયુષ્યભરના બંધનમાં પરિણમશે અને લગ્નનો પ્રસ્તાવ મળશે. નોકરી માટેના ઈન્ટરવ્યુમાં હાજર થવા અથવા તમારો બાયો-ડૅટા મોકલવા માટે સારો દિવસ. અણધાર્યો પ્રવાસ કેટલાક માટે દોડધામભર્યો તથા તાણયુક્ત સાબિત થઈ શકે છે. સ્ત્રીઓ ગુરૂ ગ્રહની છે અને પુરૂષો મંગળના. પણ આજે એવો દિવસ છે જ્યારે ગુરૂ અને મંગળ એકમેકમાં ઓગળી જશે

ધન (ભ,ફ,ધ,ઢ) – ઘરની ચિંતાઓ તમને બેચેન કરી મુકશે. આજે કોઈપણ પ્રકારનું રોકાણ ટાળવું. તમારા વધુ પડતા ઉદાર સ્વભાવનો સંબંધીઓ ગેરફાયદો ઉપાડવાનો પ્રયાસ કરશે. તમારી જાત પર અંકુશ રાખો અન્યથા તમે છેતરાઈ શકો છો. તમારે એ સમજવું જોઈએ કે એક હદ સુધીની ઉદારતા ારી છે પણ જો તે એક હદ વટાવે તો તેનાથી મુશ્કેલીઓ સર્જાઈ શકે છે. રૉમાન્સ માટેની તકો દેખીતી છે-પણ તેનું આયુષ્ય ટૂંકું હશે. કામના સ્થળે જો તમે વધુ પડતા ઉતાવળા કે ઉત્સાહી બનશો તો ગુસ્સાનું વર્ચસ્વ વધશે-કોઈપણ નિણર્ણય લેતા પહેલા અન્યોની જરૂરિયાતોને સમજવાનો પ્રયાસ કરો. તમારૂં ચકોર નિરીક્ષણ તમને અન્યોથી આગળ રહેવામાં મદદ કરશે. કામના સ્થળે પરિસ્થિતિ સારી જણાય છે. આજે આખો દિવસ તમારો મિજાજ સારો રહેશે

મકર (ખ,જ) – મિત્ર તરફથી પ્રસંશાના ખાસ શબ્દો તમારી ખુશીનું સબબ બનશે. આવું થવાનું કારણ એ કે તમે તમારા જીવનને વૃક્ષ જેવું બનાવ્યું છે-જે અન્યોને છાંયડો આપે છે અને પોતે તડકામાં ઊભા રહી સૂરજનો તાપ સહે છે. દિવસમાં મોડેથી નાણાકીય સ્થિતિ સુધરશે. ઘરમાં કોઈક વિધી અથવા મંગળ સંસ્કાર થવા જોઈએ. તમારો પ્રેમ એક નવી ઊંચાઈએ પહોંચશે. તમારો દિવસ તમારા પ્રિયપાત્રના હાસ્ય સાથે શરૂ થશે તથા તેનો અંત એકમેકના સપનાંમાં થશે. કામના સ્થળે આજે બધા તમને ખરા દિલથી સાંભળશે. સાવચેતીભર્યાં પગલાંનો દિવસ-જ્યારે તમને મગજ કરતાં દિલની વધુ જરૂર પડશે. આજે તમે અનુભવશો કે તમારા જીવનસાથી સાકર કરતાં પણ વધુ મધૂર છે

કુંભ (,શ,સ,ષ) :- ખિન્ન તથા નિરાશ ન થાવ. સમજદારીપૂર્વક સરેલું રોકાણ જ વળતર આપશે-આથી તમે તમારી પરસેવાની કમાણી ક્યાંય રોકો તે પૂર્વે પૂરેપૂરી ખાતરી કરી લેજો. દૂરનાં કોઈ સગાં તરફથી અણધાર્યો સંદેશ આખા પરિવાર માટે ઉત્સાહ લાવશે. પ્રેમ જીવન આજે વિવાદાસ્પદ બની શકે છે. કામના સ્થળે તમારી સફળતના માર્ગમાં જેઓ અંતરાય બની રહ્યા હતા, તેઓ આજે તમારી નજર સામે ગંભીર પડતીનો સામનો કરશે. તમારો અભિપ્રાય પૂછાય ત્યારે શરમાતા નહીં-કેમ કે તમારા અભિપ્રાય માટે તમારા ખાસ્સા વખાણ થવાના છે. તમારા જીવનસાથીની માગણીઓ તમને થોડી તાણ આપી શકે છે

મીન (દ,ઝ,ચ,થ) આજે તમે આશાવાદના જાદુઈ તબક્કા હેઠળ છો. ખર્ચ વધશે પણ આવકમાં થતો વધારો તમારા ખર્ચને પહોંચી વળશે. તમારે નિરાંત અનુભવવાની તથા નિકટના મિત્રો અને પરિવારના સભ્યો વચ્ચે ખુશી શોધવાની જરૂર છે. કોઈકની દખલને કારણે તમારા પ્રિયપાત્ર સાથેના તમારા સંબંધો વણસી શકે છે. આજે નવી ભાગીદારી આશાસ્પદ ઠરશે. દિવસને શ્રેષ્ઠ બનાવવા તમે તમારા છૂપા ગુણોનો ઉપયોગ કરશો. સંબંધીઓ આજે તમારા અને તમારા જીવનસાથી વચ્ચેની તકરારનું કારણ બની શકે છે.

Next Story