Connect Gujarat

જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ - Connect Gujarat

જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ - Connect Gujarat
X

મેષ (અ,લ,ઇ) – તમારા દિવસની શરૂઆત થોડાક વ્યાયામ સાથે કરો-તમે તમારી જાત અંગે સારી અનુભૂતિ કરો એ સમય આવી ગયો છે-તેને તમારી દૈનિક ક્રિયાનો નિયમિત હિસ્સો બનાવો અને તેને વળગી રહો. જૂની શિલ્પકૃતિઓ તથા ઘરેણાંમાં રોકાણ લાભ તથા સમૃદ્ધિ લાવશે. ઘરના મોરચે તમારૂં જીવન શાંત અને ગમે તેવું રહેશે. રૉમાન્સની શક્યતા છે પણ શારીરિક લાગણીઓ જાગી શકે છે અને તેને કારણે તમારો સંબંધ બગડવાની શક્યતા છે. તમે જો કોઈ પરિસ્થિતિથી દૂર ભાગશો-તો એ શક્ય હોય એટલી ખરાબ રીતે તમારો પીછો કરશે. તમારા જીવનસાથી આજે વધુ પડતું સ્વ-કેન્દ્રી વલણ અપનાવે એવી શક્યતા છે.

વૃષભ (બ,વ,ઉ) - સ્વાસ્થયની સંભાળ લો અને પરિસ્થિતિને થાળે પાડો. અન્યોને પ્રભાવિત કરવા વધુ પડતો ખર્ચ ન કરી નાખતા. તમારી ઉડાઉ જીવનશૈલી ઘરમાં તણાવનું કારણ બનશે, આથી રાત્રે મોડા સુધી બહાર રહેવાનું તથા અન્યો પર ખર્ચ કરવાનું ટાળો. પ્રેમ પ્રકરણમાં બળપૂર્વક કામ લેવાનું ટાળો. તમારી તરફ મદદ માટે મીટ માંડનારાઓને તમે વચન આપશો. તમારા જીવનસાથી આજે તમારી શાખે પર થોડી અવળી અસર કરે એવી શક્યતા છે.

મિથુન (ક,છ,ઘ) – તમારી ઊર્જાનું સ્તર ઊંચું રહેશે. વધારાનાં નાણાં રિયલ એસ્ટેટમાં રોકજો. પારિવારિક મેળાવડામાં તમે કેન્દ્રસ્થાને રહેશો. પ્રેમ જીવનમાં થોડીક મુશ્કેલી આવી શકે છે. સામાજિક તથા ધાર્મિક કાર્યક્રમો માટે અદભુત દિવસ. તમારા જીવનસાથી આજે તમના મિત્રો સાથે વધુ પડતા વ્યસ્ત થવાની શક્યચતા છે, જે તમને વ્યથિત કરી શકે છે.

કર્ક (ડ,હ)- તમારૂં સ્વાસ્થ્ય અને દેખાવ સુધારવા માટેની બાબતો હાથ ધરવા માટે અઢળક સમય મળશે. તમે જો અન્યોના શબ્દો પર ધ્યાન આપીને રોકાણ કરશો તો આજે આર્થિક નુકસાનની શક્યતા જોવાય છે. જ્ઞાન માટેની તમારી તૃષ્ણા નવા મિત્રો બનાવવામાં મદદ કરશે. તમારા પ્રેમને કોઈ મહામૂલી જણસની જેમ તાજો રાખો. તમારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડે તેવા લોકો સાથે જોડાવાનું ટાળો. તમારા જીવનસાથી પ્રેમ અને રોમાન્સના શરૂઆતના તબક્કાની યાદ દેવડાવશે, જાણે કે તેણે જીવનના એ તબક્કાને સજીવન કરવા માટે રિવાઈન્ડનું બટન ન દબાવ્યું હોય.

સિંહ : - આજે ધાર્મિક તથા આધ્યત્મિક બાબતોમાં રસ લેવા માટે પણ સારો દિવસ છે. દિવસમાં મોડેથી નાણાકીય સ્થિતિ સુધરશે. આ સારો સમય છે જે તમારી માટે સફળતા અને ખુશીઓ લાવશે, તેનું શ્રેય તમારા પરિવારના સભ્યોએ કરેલા પ્રયાસો તથા આપેલા સહકારને જાય છે. પ્રેમ જીવન ગતિશીલ હશે. આધ્યાત્મિક ગુરૂ અથવા કોઈક વડીલ તમને માર્ગદર્શન પૂરું પાડશે. તમારા જીવનસાથી આજે ખરેખર સારા મિજાજમાં છે. તમને આજે સરપ્રાઈઝ મળી શકે છે.

કન્યા (પ,ઠ,ણ) – તમારૂં મગજ સારી બાબતોને સ્વીકારશે. રોકાણ કરવું જોઈએ પણ એ પૂર્વે યોગ્ય સલાહ લો. તમારી વધારાની ઊર્જા તથા અસાધારણ ઉત્સાહ તમારી તરફેણમાં પરિણામો લાવશે તથા ઘરના મોરચે રહેલું ટૅન્શન હળવું કરશે. આવતીકાલે તમને કામ પર મોડું થવાનું છે એ સંદેશ તમારે તમારા પ્રિયપાત્રને જરૂર પહોંચાડવો જોઈએ. મહત્વનાં લાકો સાથે વાતચીત કરતી વખતે તમારા શબ્દો તકેદારીપૂર્વક પસંદ કરો. ઘણા બધા ખરાબ દિવસો બાદ, તમે અને તમારા જીવનસાથી આજે ફરીથી એકમેકના પ્રેમમાં પડશો.

તુલા (ર,ત) – સુસુપ્ત પડી રહેલી સમસ્યાઓ માથું ઊંચકશે અને પોતાની સાથે માનસિક તાણ લાવશે. તમારા મિત્રોની મદદથી આર્થિક મુશ્કેલીઓ હળવી થશે. તમારા એકધારા સમયપત્રકમાંથી સમય કાઢી મિત્રો સાથે બહાર જવાની જરૂર છે. તમારી હિંમત પ્રેમ અપાવશે. કાયદાકીય સલાહ મેળવવા માટે વકીલની મુલાકાત લેવા માટે સારો દિવસ. એવું જણાય છે કે તમને તમારા જીવનસાથી તરફથી વિશેષ ધ્યાન મળશે.

વૃશ્વિક (ન,ય) – ઘરની ચિંતાઓ તમને બેચેન કરી મુકશે. આજે વધુ એક ઉચ્ચ-ઊર્જાયુક્ત દિવસ છે તથા અણધાર્યા લાભની શક્યતા છે. તમારો વિનોદી સ્વભાવ તમારી આસપાસનું વાતાવરણ ઝળકાવશે. આજે તમને જાણ થશે કે તમારા સાથીનો પ્રેમ તમારી માટે સદાય ઊંડી ભાવના ધરાવતી લાગણી છે. જ્યાં સુધી મુશ્કેલીમાંથી માર્ગ કાઢવાની ઈચ્છા છે ત્યાં સુધી કશું જ અશક્ય નથી. એવી પૂરેપૂરી શક્યતા છે કે તમારી આસપાસના લોકો તમારા સંબધોમાં મતભેદ પાડવાની કોશિષ કરશે. બહારની વ્યક્તિની સલાહ મુજબ ચાલતા નહીં.

ધન (ભ,ફ,ધ,ઢ) – માનસિક તાણ છતાં સ્વાસ્થ્ય સારૂં રહેશે. તમે જાણો છો એવા લોકો દ્વારા આવકનો નવો સ્રોત ઊભો થશે. પરિવારના સભ્ય ોતમારા જીવનમાં મહત્વનું સ્થાન ધરાવતા હશે. રૉમાન્સને આજે ઓછું મહત્વ મળે એવું લાગે છે કેમ કે તમારૂં પ્રિયપાત્ર ખૂબ જ વધારે પડતી માગ કરી રહ્યું હોય એવું લાગે છે. આજનો દિવસ એવા દિવસોમાંનો એક છે જ્યારે પરિસ્થિતિ તમારી મરજી મુજબ આકાર નહીં લે. સંબંધીઓને કારણે તમારી વચ્ચે તકરાર થવાની શક્યતા છે, પણ દિવસના અંતે બધું જ સુંદર રીતે આટોપવામાં તમે સફળ રહેશો.

મકર (ખ,જ) – કોઈક સંતપુરુષનાં આશિષતમને માનસિક શાંતિ આપશે. વધારાનાં નાણાં રિયલ એસ્ટેટમાં રોકજો. અન્યો સાથે વાદ-વિવાદ તથા બોલાચાલી અને તેમનામાં અકારણ ભૂલો શોધવાનું ટાળો. કોઈક ખાસ વ્યક્તિનું ધ્યાન તમે તમારી તરફ ખેંચી શકશો-જો તમે તમારા ગ્રુપ સાથે રહેશો તો. આધ્યાત્મિક ગુરૂ અથવા કોઈક વડીલ તમને માર્ગદર્શન પૂરું પાડશે. સાંજનું સારૂં ભોજન તથા રાતની સારી ઊંઘ આજે તમારા લગ્નજીવનમાં આવવાની અપેક્ષા રખાય છે.

કુંભ (,શ,સ,ષ) :- શારીરિક લાભ અને ખાસ કરીને માનસિક દૃઢતા માટે ધ્યાન અને યોગ કરવાનું શરૂ કરો. તમારા ઘરને લગતું રોકાણ ફાયદાકારક પુરવાર થશે. તમે જેની સાથે રહો છો એમાથી કોઈ તમારાથી નારાજ છે કેમ કે તમે તમારી ઘરને લગતી ફરજોને નજરઅંદાજ કરી રહયા છો. તમને ખુશ રાખવા તમારૂં પ્રિયપાત્ર કેટલીક બાબતો કરશે. તમારે યાદ રાખવાની જરૂર છે કે ઈશ્વર એની જ મદદ કરે છે જે પોતાની મદદ કરે છે. તમારા લગ્નજીવનના આનંદ માટે આજે તમને એક અદભુત સરપ્રાઈઝ મળવાની શક્યતા છે.

મીન (દ,ઝ,ચ,થ) તમારી સાંજ મિશ્ર લાગણીઓથી ભરેલી હશે જે તમને તાણગ્રસ્ત રાખી શકે છે.પમ એમાં ઝાઝી ચિંતા કરવા જેવું નથી- કેમ કે તમારી ખુશી તમને નિરાશા કરતાં વધુ આનંદ આપશે. આર્થિક સંકળામણથી બચવા માટે તમારા બજેટને વળગી રહો. મિત્રો અને સંબંધીઓ પર તમારા અભિપ્રાય થોપશો નહીં કેમ કે એ તમારા હિતમાં નથી અને વિનાકારણ તમે તેમને ખફા કરશો. મોજ-મજા માટે તમે કોઈ ટ્રીપ પર જાવ એવી શક્યતા છે, જે તમારામાં શક્તિનો સંચાર કરશે તથા તમને જુસ્સાથી ભરી મુકશે. સાવચેતીભર્યાં પગલાંનો દિવસ-જ્યારે તમને મગજ કરતાં દિલની વધુ જરૂર પડશે. તમારા જીવનસાથી આજ પૂર્વે આટલા અદભુત ક્યારેય નહોતા.

Next Story