Connect Gujarat

જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ - Connect Gujarat

જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ - Connect Gujarat
X

મેષ (અ,લ,ઇ) – ક્ષણિક આવેગમાં આવી જઈ આર્થિક બાબતોનો નિર્ણય લેશો નહીં, આવું કરવાથી તમારા બાળકોના હિતોનું નુકસાન થઈ શકે છે. આગળ જતાં જેનું મૂલ્ય વધવાનું છે એવી ચીજ ખરીદવા માટે શ્રેષ્ઠ દિવસ. તમારા તરફથી કંઈ વધુ કર્યા વિના અન્યોનું ધ્યાન ખેંચવા માટે આ શ્રેષ્ઠ દિવસ છે. તમારા પ્રિયપાત્ર સાથે પિકનિક પર જઈ તમારી અમૂલ્ય ક્ષણોને ફરીથી જીવો. આજે તમારા મગજમાં આવતા નાણાં બનાવવાની યોજનાનો લાભ લો. તમારા ભૂતકાળમાંથી કોઈએ આજે તમારો સંપર્ક કરશે અને તમારો દિવસ યાદગાર બની જશે. બધા જ ઝઘડા અને ગેરસમજ બાજુ પર મુકી તમારા જીવનસાથી તમને પ્રેમથી આલિંગન આપશે ત્યારે જીવન ખરેખર ઉત્સાહથી સભર હોવાનું તમને વાગશે.

વૃષભ (બ,વ,ઉ) - હસતા રહો કેમ કે એ તમારી તમામ સમસ્યાનું મારણ છે. થોડા વધુ નાણાં બનાવવા માટે તમારા નાવિન્યસભર વિચારોનો ઉપયોગ કરો. તમારા જીવનસાથીની તબિયત ચિંતા કરાવી શકે છે. તમારી હાજરી તમારા પ્રિયપાત્ર માટે આ વિશ્વ યોગ્ય સ્થળ બનાવશે. તમારો આત્મવિશ્વાસ વધી રહ્યો છે તથા તમારો વિકાસ સ્પષ્ટ છે. તમે જો પ્રવાસને લગતી કોઈ યોજના ઘડી હોય -તો તમારા સમયપત્રકમાં છેલ્લી ઘડીના ફેરફારને કારણે તે મુલત્વી રહેશે. શું તમે એવું વિચારો છો કે લગ્નજીવન એટલે માત્ર સમાધાન? જો એવું હોય તો, તમને આજે સમજાશે કે લગ્ન તમારા જીવનમાં બનેલી સૌથી શ્રેષ્ઠતમ ઘટના છે.

મિથુન (ક,છ,ઘ) – ઝળહળતો અને ખડખડાટ હાસ્યથી ભરેલો દિવસ જ્યારે મોટા ભાગની ઘટનાઓ તમારી ધારણા મુજબ આકાર લેશે. લાંબા ગાળાથી આવવાના બાકી નાણાં અથવા કોઈને ઉછીની આપેલી રકમ પરત આખરે પરત મળશે. તમારા પરિવારને યોગ્ય સમય આપો. તેમને એ અનુભૂતિ થવા દો કે તમને તેમની પરવા છે. તેમની સાથે ગુણવત્તાસભર સમય વિતાવો. તેમને ફરિયાદ કરવાની કોઈ તક ન આપો. આજે આંધળો પ્રેમ પ્રાપ્ત કરવાનું તમે શક્યા કરી દેખાડશો. લાયક કર્મચારીઓ માટે નાણાકીય લાભો તથા બઢતી. તમારે બહાર નીકળીને ઊંચી જગ્યાએ બેઠેલા લોકોથી આગળ વધવા તમારી કોણીનો ઉપયોગ કરવાની જરૂર છે. તમારા જીવનસાથી આજે તમને ખુશ કરવા માટે ખાસ જહેમત લેશે.

કર્ક (ડ,હ)- મુશ્કેલીમાં હોય એવી કોઈ વ્યક્તિની મદદ કરવા તમારી ઊર્જાનો ઉપયોગ કરો. યાદ રાખો- આ નાશવંત શરીરનો શો ઉપયોગ જો તેનો તે અન્યોના ભલા માટે ન વાપરીએ. એક નવો આર્થિક સોદો પાર પડશે અને નાણાંનો નવો ધોધ વહેતો થશે. તમે જેમની સાથે પ્રેમ કરો છો એવા લાકા સાથેની ગેરસમજ દૂર થશે. લાંબા સમયથી કોઈક સાથે ચાલતો તમારો વિવાદ આજે ઉકેલવાનો પ્રયાસ કરો કેમ કે આવતી કાલે કદાચ બહુ મોડું થઈ જશે. આજે ઑફિસમાં તમે જે કામ કરી રહ્યા છો, તે તમારી માટે આવનારા સમયમાં જુદી રીતે ફાયદાકારક સાબિત થઈ શકે છે. તાણભર્યો દિવસ જ્યારે તમારા નિકટના સાથીદારો સાથે અનેક મતભેદો ઊભા થઈ શકે છે. આજે તમારા જીવનસાથી તમને ઈરાદાપૂવર્વક ઠેસ પહોંચાડશે, જે તમને થોડા સમય માટે વિચલિત કરી મુકશે.

સિંહ : - તમારા વિચારોને કેટલાક હકારાત્મક વિચારોમાં વાળો કેમ કે તમે ભયના ડરામણા દૈત્ય સામે લડી રહ્યા છો, અન્યથા તમે આ કટ્ટર દૈત્યના નિષ્ક્રિય તથા આસાન ભોગ બની જશો. વધારાનાં નાણાં રિયલ એસ્ટેટમાં રોકજો. ઘરના સુશોભીકરણની સાથે બાળકોની જરૂરિયાતોનું પણ ધ્યાન રાખજો. સુવ્યવસ્થિત હોવા છતાં બાળકો વિનાનું ઘર આત્મા વિનાનું લાગે છે. બાળકો ઘરની ખુશીમાં ચાર ચાંદ લગાડે છે. આજે તમારા પ્રિયપાત્ર સાથે સારી રીતે વર્તજો. તમારા એક સારા કામને કારણે, કામના સ્થળે તમારા શત્રુઓ આજે તમારા મિત્ર બની શકે છે. વ્યપાર માટે હાથ ધરવામાં આવેલી મુસાફરી લાંબા ગાળે લાભદાયક પુરવાર થશે. આજે તમારા જીવનસાથી તમને ઈરાદાપૂવર્વક ઠેસ પહોંચાડશે, જે તમને થોડા સમય માટે વિચલિત કરી મુકશે

કન્યા (પ,ઠ,ણ) – તમારો ખુશમિજાજ સ્વભાવ અન્યોને ખુશ રાખશે. નાણાંનો અચાનક આવેલો પ્રવાહ તમારા બિલ તથા નિકટના ખર્ચને પહોંચી વળવામાં તમારી મદદ કરશે. તમારા બાળકને તમારી અપેક્ષાઓ પ્રમાણે કામ કરવા માટે પ્રેરણા આપજો. પણ તે પ્રયાસ કરી રહ્યું છે ત્યારે કોઈ ચમત્કારની અપેક્ષા રાખશો નહીં. તમારૂં પ્રોત્સાહન તેના ઉત્સાહમાં વધારો કરશે. પ્રેમમાં સહન કરવાની હિંમત રાખો તથા ખુશખુશાલ રહો. બિઝનેસમેન્સ માટે સારો દિવસ કેમ કે તેમને અચાનક કેટલોક અણધાર્યો લાભ થશે. સેમિનાર તથા પ્રદર્શન તમને નવું જ્ઞાન તથા નવા સંપર્કો આપશે. કોઈ અન્ય વ્યક્તિની અવળી અસર હેઠળ આવીને તમારા જીવનસાથી તમારી સાથે ઝઘડો કરશે, પણ તમારો પ્રેમ અને સહાનુભુતિ બધું જ બરાબર કરી નુકશે.

તુલા (ર,ત) – આજનો દિવસ તમારી માટે બહુ ઊર્જાવાળો નથી અને તમે નાની-નાની બાબતોમાં ચીડાઈ જશો. કેટલાક લોકો માટે પ્રવાસ દોડધામભર્યો અને તાણયુક્ત પુરવાર થશે-પણ આર્થિક રીતે વળતર આપશે. તમારા જીવનસાથીની તબિયત ચિંતાનું કારણ બની શકે છે તથા તબીબી મદદની જરૂર પડશે. આશ્ચર્ય પમાડનારો સંદેશ તમને સારાં સપનાં આપશે. તમે જો એક દિવસની રજા પર જતા હો તો તમારે ચિંતા કરવાની જરૂર નથી-કેમ કે તમારી ગેરહાજરીમાં બધી ચીજો સરળતાથી ચાલશે-જો-કોઈ-વિચિત્ર કારણસર-સમસ્યા સર્જાઈ-તો તમે પાછા ફરશો ત્યારે તેને સરળતાથી ઉકેલી લેશો. આજનો દિવસ એવા દિવસોમાંનો એક છે જ્યારે પરિસ્થિતિ તમારી મરજી મુજબ આકાર નહીં લે. આજે તમારા જીવનસાથી અને તમારી વચ્ચે ઊંડાણભરી અને અર્થસભર રોમેન્ટિક વાતચીત થશે.

વૃશ્વિક (ન,ય) - આજે તમારે બેસવાની અને આરામ કરવાની-તથા શોખમાં ઓતપ્રોત થવાની તથા તમને જે કરવું ગમે છે તે કરવાની જરૂર છે. આજે તમે સારૂં એવું ધન કમાશો-પણ ખર્ચમાં વધારાને કારણે બચત કરવામાં તમને મુશ્કેલી પડશે. ઘરે ઉત્સવ જેવો માહોલ તમારૂં ટૅન્શન ઘટાડશે. તમારા પ્રેમની બિનજરૂરી માગણીઓ સામે ઝૂકતા નહીં. આજે કામના સ્થળે તમે કશુંક ખરેખર અદભુત કરશો. આજે અનેક બાબતો ઊભી થશે-જેના પર તમારે તાત્કાલિક ધ્યાન આપવું પડશે. સંબંધીઓને કારણે તમારી વચ્ચે તકરાર થવાની શક્યતા છે, પણ દિવસના અંતે બધું જ સુંદર રીતે આટોપવામાં તમે સફળ રહેશો.

ધન (ભ,ફ,ધ,ઢ) – તમે જો હાલના સમયમાં હતોત્સાહની લાગણી અનુભવતા હો તો-તમારે યાદ રાખવું જઈએ કે આજે યોગ્ય વિચારો અને વર્તન જરૂરી એવી રાહત લાવશે. આર્થિક બાબતોમાં સુધારો ચોક્કસ થશે. મિત્રો તમારો દિવસ ઝળહળતો કરી મુકશે કેમ કે તેઓ સાંજ માટે કશુંક ઉત્સાહજનક કરશે. તમારા જીવનસાથીના સંબંધીઓ તરફથી સર્જાતા અવરોધોને કારણે તમારો દિવસ થોડોક અડચણભર્યો રહેશે. કામમાં ગતિશીલ અને પ્રગતિશીલ પરિવર્તન લાવવામાં સહકર્મચારીઓ તમને સહકાર આપશે. ઝડપી પગલું લેવા તમારે પણ તમારી જાતને તૈયાર કરવી પડશે. તમારા હાથ નીચેના લોકોને વધુ મહેનત કરવા પ્રેરિત કરવાનો પ્રયાસ સારા પરિણામો આપી શકે છે. સાનુકૂળ ગ્રહો તમને આજે ખુશ થવાના અનેક કારણો આપશે. તમારા ભૂતકાળનું કોઈ રહસ્ય જાણીને તમારા જીવનસાથીને થોડીઘણી ઠેસ પહોંચી શકે છે.

મકર (ખ,જ) – તમારો ગુસ્સો કોઈકને વધુ મુશ્કેલીમાં મુકી દેશે. તમે જો થોડા વધુ નાણાં મેળવવા માર્ગ શોધી રહ્યા હો તો-સુરક્ષિત આર્થિક યોજનાઓમાં રોકાણ કરો. તમારા માતા-પિતાનું સ્વાસ્થ્ય વધુ ધ્યાન તથા દરકાર માગશે. આજે રૉમાન્સની આશા નથી. વ્યાપારી ભાગીદારો સહકારપૂર્વક વર્તશે અને તમે સાથે મળીને અધૂરાં કાર્યો પૂરાં કરશો. વ્યપાર માટે હાથ ધરવામાં આવેલી મુસાફરી લાંબા ગાળે લાભદાયક પુરવાર થશે. આજનો દિવસ સારો જોય એવું તમે ઈચ્છતા હો તો, તમારા જીવનસાથીનો મિજાજ ખરાબ હોય ત્યારે એકપણ શબ્દ ઉચ્ચરતા નહીં.

કુંભ (,શ,સ,ષ) :- દરેક વ્યક્તિની વાત સાંભળો શક્ય છે કે તમને એમાંથી તમારી સમસ્યાનો ઉકેલ મળી જાય. આજે વધુ એક ઉચ્ચ-ઊર્જાયુક્ત દિવસ છે તથા અણધાર્યા લાભની શક્યતા છે. તમારા બાળકના એવોર્ડ સમારંભમાં આમંત્રણ આનંદનું કારણ બની શકે છે. તમારા સંતાનને તમારી અપેક્ષાઓ પર પાર ઉતરતા જોઈ તમારૂં સપનું સાકાર થઈ રહ્યું હોવાનું લાગશે. ઊંડી લાગણી ધરાવતા પ્રેમનો અત્યાનંદ તમે આજે અનુભવશો. તેના માટે થોડો સમય ફાળવો. આજે તમારા મગજમાં આવતા નાણાં બનાવવાની યોજનાનો લાભ લો. આજે તમે જો પ્રવાસ કરવાના હો તો તમારે તમારી ભાષા અંગે વધારે તકેદારી રાખવાની જરૂર છે. આંખો બધું જ કહે છે, અને તમે આજે તમારા જીવનસાથી સાથે આંખોમાં આંખો પરોવી લાગણીસભર વાતચીત કરવાના છો.

મીન (દ,ઝ,ચ,થ) અન્યો વિરૂદ્ધ વેરઝેરની ભાવના પોષવાથી તમને માનસિક તાણ મળશે. તમારે આવા વિચારો ટાળવા જોઈએ કેમ કે તેઓ જીવન બગાડનારા તથા તમારી ક્ષમતાનો નાશ કરનારા હોય છે. તમારા ઘરને લગતું રોકાણ ફાયદાકારક પુરવાર થશે. તમારો વિનોદી સ્વભાવ તમારી આસપાસનું વાતાવરણ ઝળકાવશે. ભૌતિક અસ્તિત્વનું હવે કોઈ મહત્વ નથી, કેમ કે તમે એકમેકને એકબીજાના પ્રેમમાં જ અનુભવો છો. સમર્પિત વ્યાવસાયિકો માટે બઢતી અને નાણાકીય લાભો. તમારી ચીજો પ્રત્યે બેદરકાર રહેશો તો તે ખોવાઈ શકે છે અથવા ચોરી થઈ શકે છે. તમારા જીવનસાથી આજે તમને કોઈક સુંદર સરપ્રાઈઝ આપશે.

Next Story