Connect Gujarat

જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ - Connect Gujarat

જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ - Connect Gujarat
X

મેષ (અ,લ,ઇ) – પ્રશંસા કરીને તમને અન્યોની ખુશીનો આનંદ લો એવી શક્યતા છે. આર્થિક મુશ્કેલીઓનો અંત આવતો હોય એવું જણાય છે, કેમ કે તમારા માતા-પિતા તમને સહકાર આપશે. તમારી નિકટના લોકો અંગત સ્તરે સમસ્યાઓ ઊભી કરશે. આજે તમે તમારા પ્રિયપાત્ર સામ તમારી લાગણીઓ વ્યક્ત નહીં કરી શકો. પ્રવાસ કરવા માટે બહુ સારો દિવસ નથી. તમારા જીવનસાથીની આળસ આજે તમારા અનેક કામ રખડાવી શકે છે.

વૃષભ (બ,વ,ઉ) - તમારી જાતને બિનજરૂરીપણે ઉતારી પાડવી એ બાબત ઉત્સાહ ઘટાડી શકે છે. સંયુક્ત સાહસો તથા શંકાસ્પદ આર્થિક યોજનાઓમાં રોકાણ કરતા નહીં. તમારા ઘરના વાતાવરણમાં તમે અનુકુળ ફેરફાર કરશો. તમારા પ્રેમ પ્રકરણ વિશે જાહેરમાં ઢંઢેરો પીટતા નહીં. સંવાદ સાધવાની કળા આજે તમારૂં સુદૃઢ પાસું રહેશે. આજે નિરાંતના અભાવને કારણે તમારો શ્વાસ રૂંધાતો લાગશે. તમારે માત્ર યોગ્ય રીતે વાતચીત હાથ ધરવાની જરૂર છે.

મિથુન (ક,છ,ઘ) – તમારા બળપણની યાદગીરીઓ આજે તમને વ્યસ્ત રાખશે. આ પ્રક્રિયામાં તમે તમારી જાત પર બિનજરૂરી માનસિક તાણ લાવશો. પ્રસંગોપાત બાળક જેવા બનવાની ક્ષમતા ખોઈ બેસવામાંથી જ તમારી બેચેની અને તાણ ઉદભવ્યા છે. અયોગ્ય આર્થિક સ્થિતિને કારણે કેટલાક મહત્વના કાર્યો અટકી પડશે. જો સંવાદ અને ચર્ચાથી કામ નહીં થાય-એનાથી તમને ગુસ્સો આવશે અને તમે કશુંક એવું બોલી જશે- જેની માટે તમને પછીથી પસ્તાવો થશે- આથી બોલતા પહેલા વિચારજો. આવતીકાલે તમને કામ પર મોડું થવાનું છે એ સંદેશ તમારે તમારા પ્રિયપાત્રને જરૂર પહોંચાડવો જોઈએ. ઝળહળતો અને ખડખડાટ હાસ્યથી ભરેલો દિવસ જ્યારે મોટા ભાગની ઘટનાઓ તમારી ધારણા મુજબ આકાર લેશે. પરણેલા હોવાને કારણે તમે આજે નસીબદાર હોવાનું અનુભવશો.

કર્ક (ડ,હ)- શારીરિક લાભ અને ખાસ કરીને માનસિક દૃઢતા માટે ધ્યાન અને યોગ કરવાનું શરૂ કરો. આજે કોઈપણ પ્રકારનું રોકાણ ટાળવું. તમારો ભાઈ તમારી જરૂરિયાતો પ્રત્યે તમારી ધારણા કરતાં વધુ સહકાર આપશે. તમારા પ્રિયપાત્ર અથવા જીવનસાથી સાથે સારો સંવાદ અથવા તેમના તરફથી સારો સંદેશ આજે તમારૂં મનોબળ વધારશે. તમારા દેખાવ અને વ્યક્તિત્વને નીખારવા કરેલા પ્રયત્નો તમારા સંતોષ મુજબનું પરિણામ આપશે. આજે તમારૂં લગ્નજીવન મસ્તી, આનંદ અને અત્યંત શાંતિનો અનુભવ કરાવનારૂં ઠરશે.

સિંહ : - રમૂજી સંબંધીઓનો સાથ તમારી તાણ ઘટાડશે તથા તમને જેની જરૂર છે એવી નિરાંત તમને આપશે. આવા સંબંધીઓ મેળવવા બદ્લ તમે નસીબદાર છો. સમજદારીપૂર્વક રોકાણ કરો. એક સુંદર અને અદભુત સાંજ માટે મહેમાનો તમારા ઘરમાં ભીડ કરશે. એકાએક થયેલો રૉમેન્ટિક મેળાપ તમારા મિજાજને ખીલવશે. મહત્વનાં લાકો સાથે વાતચીત કરતી વખતે તમારા શબ્દો તકેદારીપૂર્વક પસંદ કરો. તમારા જીવનસાથી તમારા દિલની વાત સાંભળવા માટે પૂરતો સમય આપશે.

કન્યા (પ,ઠ,ણ) – તમારો માયાળુ સ્વભાવ આજે અનેક ખુશીભરી ક્ષણો લાવશે. આજે તમારી સમક્ષ આવતી મૂડીરોકાણની નવી તકોને જાણો- પણ પ્રકલ્પના લાભ-હાનિ જાણ્યા બાદ જ તમારી જાતને નિર્ણય લેવા તૈયાર કરો. તમારા ઘરનું દૃશ્ય કેટલીક હદે અણધાર્યું રહેશે. કામ બાકી હોવા છતાં રૉમાન્સ તથા સામાજિક બાબતો તમારા મગજ પર રાજ કરશે. અણધાર્યો પ્રવાસ કેટલાક માટે દોડધામભર્યો તથા તાણયુક્ત સાબિત થઈ શકે છે. આજનો દિવસ તમારા પરિણીત જીવનનો શ્રેષ્ઠતમ દિવસ બની રહેશે. પ્રેમના ખરા આનંદની અનુભૂતિ તમને આજે થશે.

તુલા (ર,ત) – તમારી શક્તિ પાછી મેળવવા માટે સંપૂર્ણ આરામ કરો. જે બાબત ખાસ હશે એવી કોઈપણ બાબત માટે નાણાં ધીરવા મહત્વના લોકો તૈયાર હશે. બાળકો વધુ ધ્યાનની માગ કરશે-પણ તેઓ સહાયક અને દેખભાળભર્યું વર્તન કરશે. તમારા પ્રેમી-પ્રેમિકા દ્વારા કરવામાં આવતી ટિપ્પણીઓ અંગે તમે ખૂબ જ સંવેદનશીલ હશો-તમારે તમારી લાગણીઓ પર અંકુશ રાખવો અને પરિસ્થિતિને વધુ બગાડે એવું કંઈપ કરવાનું ટાળવું જોઈએ. આધ્યાત્મિક ગુરૂ અથવા કોઈક વડીલ તમને માર્ગદર્શન પૂરું પાડશે. આજનો દિવસ સારો જોય એવું તમે ઈચ્છતા હો તો, તમારા જીવનસાથીનો મિજાજ ખરાબ હોય ત્યારે એકપણ શબ્દ ઉચ્ચરતા નહીં.

વૃશ્વિક (ન,ય) - જે અશક્ય છે તે વિશે બિનજરૂરી વિચાર કરીને તમારી શક્તિ વેડફતા નહીં, એના કરતાંતેનો ઉપયોગ યોગ્ય દિશામાં કરો. અણર્ધાયા બિલ આર્થિક બોજો વધારશે. મિત્રો સાથે સાંજ આનંદદાયક રહેશે. તમારા પ્રિયપાત્રના સોશિયલ-મિડિયા પરના છેલ્લાં કેટલાક દિવસોના સ્ટેટસ ચેક કરો, તમને એક સુંદર આશ્ચયર્ય મળશે. તમારી ચીજો પ્રત્યે બેદરકાર રહેશો તો તે ખોવાઈ શકે છે અથવા ચોરી થઈ શકે છે. પ્રેમાલાપ તેના શ્રેષ્ઠતમ સ્તરે હોય છે જ્યારે તમે તમારા જીવનસાથી સાથે લાગણીના બંધનની અનુભૂતિ કરી શકો.

ધન (ભ,ફ,ધ,ઢ) – તમારી ઊર્જાનું સ્તર ઊંચું રહેશે. તમારી જાતને મોટા ગ્રુપ સાથે સાંકળવાની પ્રવૃત્તિ ખૂબ જ મનોરંજક સાબિત થશે- પણ તમારો ખર્ચ ખાસ્સો વધી જશે. મિત્રો સાથે સાંજ મોજ-મજા માટે તથા રજાઓના આયોજન માટે સારી રહેશે. કામનું દબા તમારા મગજને ઘેરી વળશે છતાં તમારૂં પ્રિયપાત્ર તમને અમર્યાદ રૉમેન્ટિક આનંદ આપશે. અણધાર્યો પ્રવાસ કેટલાક માટે દોડધામભર્યો તથા તાણયુક્ત સાબિત થઈ શકે છે. આજે તમે તમારા જીવનસાથી સાથે બહાર જશો અને તમે બંને સાથે સારો દિવસ વિતાવશો.

મકર (ખ,જ) – આજે તમે આશાવાદના જાદુઈ તબક્કા હેઠળ છો. અયોગ્ય આર્થિક સ્થિતિને કારણે કેટલાક મહત્વના કાર્યો અટકી પડશે. તમારા અંગત જીવન વિશે મિત્રો તમને સારી સલાહ આપશે. પ્રેમમાં કોઈને સફળ થવાની કલ્પના કરવામાં મદદ કરજો. મહત્વનાં લાકો સાથે વાતચીત કરતી વખતે તમારા શબ્દો તકેદારીપૂર્વક પસંદ કરો. આજે, તમારી જીવનસંગિની તમારા જીવનની સૌથી કટોકટીભરી બાબતમાં ટેકો આપશે.

કુંભ (,શ,સ,ષ) :- વધુ આશાવાદી બનવા માટે તમારી જાતને પ્રોત્સાહિત કરો. તે તમારો આત્મવિશ્વાસ તથા લવચિકપણું વધારશે પણ તેની સાથે જ ભય, નફરત, ઈર્ષા અને બદલો જેવી નકારાત્મક ભાવનાઓ છોડવા તૈયાર કરો. આર્થિક લાભ તમારી અપેક્ષા મુજબ નહીં હોય. કેટલાક લોકો પોતે કરી શકે તેનાથી વધુ કામરી બડાઈ ફૂંકશે-જેઓ માત્ર વાતો જ કરે છે અને કોઈ પરિણામ આપતા નથી એવા લોકો વિશે ભૂલી જવામાં જ સાર છે. તમારો કૉલ લંબાવીને તમે તમારા રૉમેન્ટિક ભાગીદારને ચીડવશો. તમે જે હંમેશાં સાંભળવા માગતા હતા- એ સાર વખાણભર્યા શબ્દોની આજે લોકો તમારા પર વર્ષા કરશે. ગેરસમજના ખરાબ ચતબક્કા બાદ, આજનો દિવસ સાંજે તમને તમારા જીવનસાથી તરફથી પ્રેમના આશીર્વાદ આપશે.

મીન (દ,ઝ,ચ,થ) જે લોકો માત્ર મજા કરવા માટે જ બહાર નીકળ્યા છે તેઓ માટે નિર્ભેળ ખુશી તથા મોજમજા. તમારી પાસે હંગામી ધોરણે નાણાં ઉછીના લેવા માટે તમારો સંપર્ક કરનારાઓની અવગણના કરો. મિત્રો અને અપિચિતોથી એકસરખા ચેતતા રહેજો. અણધાર્યો રૉમેન્ટિક ઝુકાવ સાંજના સમયે તમારા મગજને ઘેરી વળશે. તમારા ભૂતકાળમાંથી કોઈએ આજે તમારો સંપર્ક કરશે અને તમારો દિવસ યાદગાર બની જશે. આજનો દિવસ તમારા લગ્નજીવનના સુંદર દિવસોમાંનો એક બની શકે છે.

Next Story