Connect Gujarat
દેશ

જાણો ક્યા ફોટાને લિધે ખુદ મહાનાયક અમિતાભ બચ્ચને ફિલ્મોમાથી રીજેકટ કરવામા આવતા હતા

જાણો ક્યા ફોટાને લિધે ખુદ મહાનાયક અમિતાભ બચ્ચને ફિલ્મોમાથી રીજેકટ કરવામા આવતા હતા
X

અમિતાભ બચ્ચનને હાલ 75મુ વર્ષ ચાલી રહ્યુ છે. આટલા વર્ષો બાદ પણ તેમનામા એક ગજબની સ્ફુર્તિ જોવા મળે છે. કોઈ ફિલ્મનુ શુટીંગ હોઈ કે પછી કોઈ ફંકશનમા જવાનુ હોઈ. સૌ કોઈ જાણે છે કે અમિતાભ બચ્ચન પોતાના સમયને લઈ કેટલા ચુસ્ત છે. તો બિજી તરફ અમિતાભ બચ્ચન પોતાના સોશીયલ મિડિયાના એકાઉન્ટ પર અવાર નવાર કંઈક ને કંઈક શેર કરતા રહેતા હોઈ છે.

https://www.instagram.com/p/BgiqRtyhB4o/?hl=en&taken-by=amitabhbachchan

હાલમાજ હમણા અમિતાભ બચ્ચને એક ફોટો પોતાના ઈનસ્ટાગ્રામ પર શેર કર્યો હતો. આ ફોટા સાથે અમિતાભ બચ્ચને લખ્યુ હતુ કે આ ફોટોના ઉપયોગ હુ 1968મા ફિલ્મ માટેની એપ્લિકેશન કરતો હતો તેનો છે. શેર કરેલા ફોટોમા અમિતાભ બચ્ચન એક સફેદ કુર્તા અને પજામા પહેરી એક ઝાડના નીચે બેઠા છે. આ ફોટો શેર કરતા અમિતાભ બચ્ચને લખ્યુ છે કે મારી એપ્લિકેશન ફોટો છે જે 1968મા જોબ માટે હતી. એમા કોઈ પણ જાતનુ આશ્ચર્ય નથી કે હુ રીજેકટ કરવામા આવતો. અમિતાભ બચ્ચને આટલી ઉંચાઈ પર પહોંચ્યા બાદ પણ આ વાતને સહજતાથી સ્વિકારી તેના ફેન્સ સાથે શેર કરી છે. જો કે બિગ બીની આ પોસ્ટને તેના લાખો ફેન્સ દ્વારા પસંદ પણ કરવામા આવી છે.

તમને જાણીને આશ્ચર્ય થશે કે સોશીયલ મિડિયામા બિગ બીનો દબદબો આજે પણ યથાવત છે. તેમના ટ્વીટર પર 33.6 મિલિયન ફોલોવર્સ છે જ્યારે ઈનસ્ટાગ્રામ પર 7.9 મિલિયન ફોલોવર્સ છે. સોશીયલ મીડિયા પર સૌથી એકટીવ વ્યક્તિમા અમિતાભ બચ્ચનુ નામ આવે છે. તેમના ફેન્સ અને તેમના ફોલોવર્સ તેમની પોસ્ટ શેર થવાની રાહ જ જોતા હોઈ છે.

Next Story