Connect Gujarat
સમાચાર

જાણો ઘરનાં આંગણે રંગોળી કરવાથી શું થાય છે લાભ ?

જાણો ઘરનાં આંગણે રંગોળી કરવાથી શું થાય છે લાભ ?
X

દિપાવલીમાં દિપ પ્રગટાવવાની સાથો સાથ મહત્વ રંગોળીનું મહત્વ પણ રહેલું છે. વર્ષો જૂની આપણી પરંપરામાં રંગોળી કરવાનું મહત્વ અંકાયું છે. શા માટે દિપાવલીનાં પર્વ અંતર્ગત લોકો પોતાના ઘરના આંગણે રંગોળી કરતા હોય છે તે પ્રશ્ન સદા લોકોમાં ચર્ચાતો રહે છે.

દિપાવલીનાં દિવસે ગુજરાતીઓનાં વિક્રમ સંવતનો આખરી દિવસ હોય છે. દિપાવલીનાં તહેવાર પર સૌ કોઈ પોતાના આંગણામાં કે ઘરની બહાર કે પછી આંગણામાં રંગોળી કરતા દોરે છે. દિપાવલીનાં તહેવારના જે દિવસો હોય છે તે કૃષ્ણ પક્ષમાં આવતા હોય છે, જેથી આકાશમાં ચંદ્રમાં દેખાતો નથી હોતો. ઘરની બહાર તેમજ આગંણામાં રંગોળી કરવા પાછળનો મુખ્ય હેતુએ હોય છે કે ઘરની અંદર શુભ લક્ષ્મીનો વાસ થાય છે. તેમજ ઘરની અંદર શુભતા પણ જળવાય રહે છે.

વર્ષો પહેલાં બજારમાં શંખજીરા માંથી કલર બનાવવામાં આવતા હતા. ત્યારબાદ પધ્ધતિ બદલાતા ચીરોડી કલર માર્કેટમાં આવવા લાગ્યા. અને હવે ચાઈનીઝ કલર પણ માર્કેટમાં સરળતા થી ઉપલબ્ધ છે.

Next Story