Connect Gujarat
દેશ

જાણો જેકલિને ફિલ્મ બાઘી 2 વિશે ટ્વિટ કરી શુ કહ્યુ

જાણો જેકલિને ફિલ્મ બાઘી 2 વિશે ટ્વિટ કરી શુ કહ્યુ
X

ફરી એક વાર બોક્ષ ઓફિસ પર ટાઈગર શ્રોફનો એકશન અંદાજ જોવા મળશે. જી, હા 2016મા સાજીદ નડીયાવાલા એ પ્રોડયુસ કરેલ ફિલ્મ બાઘીની સફળતા બાદ બાઘી - 2 ફિલ્મ હવે બોક્ષ ઓફિસ પર 30 માર્ચના રોજ રજુ થવા જઈ રહી છે. ત્યારે આ ફિલ્મ અત્યાર સુધીમા બે વખત ચર્ચામા આવી છે. પ્રથમ વખત આ ફિલ્મ તેના ટ્રેલર લોન્ચીંગ વખતે ચર્ચા મા આવી હતી. તો બાદમા તેના ડાયલોગ અને ટાઈગર શ્રોફના એકશન મુવને કારણે ચર્ચામા આવી હતી. પંરતુ આજે જેકલિન ફર્નાન્ડિસે કરેલ ટ્વિટના કારણે ચર્ચામા આવી છે.

જી, હા આજ રોજ જેકલિન ફર્નાન્ડિસે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર ટ્વિટ કરી બાઘી - 2મા પોતે એક આઈટમ સોંગ કર્યા હોવાની વાત જણાવી હતી. તો સાથો સાથ આ બાબતે તેણે એક ફોટો પણ શેર કર્યો છે. આજકાલ જેકલિન ફર્નાન્ડિસ રેસ થ્રીની શુટીંગના કારણે વ્યસ્ત છે. પંરતુ તે વ્યસ્તતાની વચ્ચે તેને પોતે કરેલ આઈટમ સોંગ અંગે ટ્વીટ કરતા ગણતરીની કલાકોમા જ તેના હજારો ચાહકોએ આઈટમ સોંગનો ફર્સટ લુક તેના ટ્વીટ બાદ જોઈ ચુક્યા છે. ત્યારે 25 સેકન્ડના ફર્સટ લુકમા જેકલિનની અદાઓથી ફિલ્મ બાઘી 2 ફરી એક વાર રીલીઝ થાઈ તે પહેલા ચર્ચામા આવી છે.

https://twitter.com/Asli_Jacqueline/status/974536273770700801

ફિલ્મ તેજાબમા માધુરી દિક્ષીતે આજ ગીત પર કર્યો હતો ડાન્સ

જેવી રીતે શ્રીદેવી બોલિવુડમા ચાંદની તરીકે પ્રખ્યાત હતી. તેવી જ રીતે માધુરી દિક્ષીત પણ મોહિની તરીકે પ્રખ્યાત છે. ફિલ્મ તેજાબમા માધુરી દિક્ષીતે મોહીની નામનુ પાત્ર ભજવ્યુ હતુ જેમા તેની સાથે લિડ રોલ કર્યો હતો અનિલ કપુરે. જે તે સમયે આ ગીત માધુરી દિક્ષીતે કરેલા નૃત્યના કારણે પ્રચલિત થયુ હતુ. જે આજ દિવસ સુધી પ્રચલિત છે.

ત્યારે હાલ તેનુ રિમેક વર્ઝન બનાવી તેના પર જેકલિન ફર્નાન્ડિસે ડાન્સ કર્યો છે. માધુરીના સોંગને ડાન્સ માસ્ટર સરોજખાને કોરીયોગ્રાફ કર્યો હતો. જ્યારે જેકલિને કરેલ ડાન્સને ગણેશ આચર્યા અહમદ ખાન દ્વારા કોરીયોગ્રાફ કરવામા આવ્યો છે. જેકલિન ફર્નાન્ડિસ આ પહેલા પણ લત લગ ગઈ તેમજ જુમ્મે કી રાત હે જેવા સોંગ પર ડાન્સ કરી ચુકી છે. જે બંને ગીત અહમદ ખાન દ્વારા જ કોરીયોગ્રાફ કરવામા આવ્યા હતા.

જેકલિન ફર્નાન્ડિસે પોતે કરેલ ટ્વિટમા લખ્યુ હતુ કે આ ગીતની ધુન સાંભળી હુ ખુદને પણ રોકી શકતી નથી. ત્યારે તમે સૌ તૈયાર થઈ જાવ. જલ્દી આવી રહ્યુ છે આ ગીત.

Next Story