Connect Gujarat
શિક્ષણ

જાણો, દેશની પ્રથમ મહિલા શિક્ષિકા વિશેની કેટલીક ખાસ વાતો

જાણો, દેશની પ્રથમ મહિલા શિક્ષિકા વિશેની કેટલીક ખાસ વાતો
X

દેશની આ મહાન મહિલા વિશેની કેટલીક ખાસ વાતો..

સાવિત્રીબાઇ ફુલેનો જન્મ 3 જાન્યૂઆરી, ૧૮૩૧ના રોજ એક મરાઠી પરિવારમાં થયો હતો. વર્ષ ૧૮૪૦માં જ્યોતિરાવ ગોવિંદરાવ ફુલે સાથે તેમના લગ્ન થયા હતા, જ્યોતિરાવ જે બાદમાં મહાત્મા જ્યોતિબા તરીકે ઓળખાયાં તે મહારાષ્ટ્ર અને ભારતમાં સામાજીક સુધારા આંદોલનમાં સૌથી મહત્વપૂર્ણ વ્યક્તિ તરીકે જાણીતા ઓળખાયા હતા.

સાવિત્રીબાઇ ફુલેએ એ સમયમાં સમાજની રૂઢિચુસ્ત માન્યતાઓ તોડી પોતાના પતિ જ્યોતિરાવ ફુલે સાથે મળીને સ્ત્રીઓના અધિકાર માટે ઘણા મહત્વપૂર્ણ કાર્યો કર્યાં હતા. સાવિત્રીબાઇ ફુલે ભારતની પહેલી કન્યા વિદ્યાલયના પહેલા પ્રિન્સિપાલ હતા તથા પહેલી ખેડૂત શાળાના સંસ્થાપક હતા. ઇ.સ.1848માં તેમણે પૂનેમાં પહેલી મહિલા શાળા શરૂ કરી હતી.

સાવિત્રીબાઇ માટે પોતાનું જીવન જાણે એક મિશન હતું, જેનો હેતુ હતો વિધવા પુનર્વિવાહ, છૂત-અછૂતનો ભેદભાવ કાઢવો, મહિલાઓની મુક્તિ અને દલિત મહિલાઓને શિક્ષણ આપવું. તેઓ મરાઠી ભાષાની આદિ કવયિત્રી તરીકે પણ ઓળખાય છે.

Next Story