Connect Gujarat
ગુજરાત

જાણો નવરાત્રીમાં સ્વાસ્થ્ય સંબંધિત શું રાખશો ધ્યાન

જાણો નવરાત્રીમાં સ્વાસ્થ્ય સંબંધિત શું રાખશો ધ્યાન
X

શક્તિ અને ભક્તિનાં પર્વ નવરાત્રી મહોત્સવનો પ્રારંભ થયો છે. નવ દિવસ માતાજીનાં અનુષ્ઠાન અને ગરબે રમવાનો ઉત્સવ છે.

આસો સુદ એકમ થી શરુ થતા નવરાત્રી મહોત્સવમાં નવ નવ દિવસ સુધીમાં મા આદ્યશક્તિની આરાધના કરવામાં આવે છે. અને નવરાત્રી દરમિયાન યુવાધન ગરબે ઘુમે છે.

શક્તિ અને ભક્તિનાં પર્વ નવરાત્રી મહોત્સવમાં ગરબા રમવાની સાથે સ્વાસ્થ્ય સંબંધિત ધ્યાન રાખવું પણ ખુબ જ અગત્યનું છે. કારણે કે મોડી રાત્રી સુધી ગરબા રમવાની સાથે જ દિનચર્યામાં ફેરફાર થતા હોય છે, ત્યારે ફિઝિયોથેરાપિસ્ટ અને ડાયટ કન્સલ્ટન્ટ ડો.પીંજલ સુખડીયાએ કનેક્ટ ગુજરાત સાથેની વાતચીતમાં યુવાધનને નવરાત્રી દરમિયાન સતાવતી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા થી બચવા માટેનાં સરળ ઉપાયો જણાવ્યા હતા.

ડો. પીંજલ સુખડીયાએ જણાવ્યા અનુસાર નવરાત્રીમાં રાત્રે મોડે સુધી ગરબા રમવા ઉપરાંત ઘણા લોકો ઉપવાસ પણ કરતા હોય છે, ખાસ કરીને હેલ્થી ફૂડ પર વધુ ધ્યાન રાખવું ખુબજ જરૂરી છે. ગરબા રમતી વખતે પરસેવો થવાનાં કારણે ડિહાઈડ્રેશનની સમસ્યા સર્જાતી હોય છે તેથી આવી સમસ્યા થી બચવા માટે વધુમાં વધુ દિવસ દરમિયાન લીંબુ પાણી અને નારિયેળ પાણીનું સેવન કરવું હિતાવહ છે. અને ફાસ્ટ ફૂડ થી દૂર રહેવાનું પણ તેઓ જણાવી રહ્યા છે.

વધુમાં ડો.પીંજલ સુખડીયા જણાવે છે કે નવરાત્રીમાં ગરબા રમતી વખતે શરીરનો દુખાવો કે પગનાં દુખાવાની ફરિયાદો પણ ખેલૈયા કરતા હોય છે, ત્યારે હળવી કસરત થી પણ આ સમસ્યાને સહેલાઇ થી દૂર કરી શકાય છે.

Next Story