Connect Gujarat
ટેકનોલોજી

જાણો નવી લોન્ચિંગ  "BHIM App " ના ઉપયોગ વિશે 

જાણો નવી લોન્ચિંગ  BHIM App  ના ઉપયોગ વિશે 
X

પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ 30 ડિસેમ્બરના રોજ BHIM App (BHIM - ભારત ઇન્ટરફેસ ફોર મની) નામની નવી મોબાઈલ પેમેન્ટ એપ લોન્ચ કરી હતી.

આ એપ કેશલેસ ઈકોનોમીના પ્રોત્સાહન રૂપે છે જેનું નામ બાબાસાહેબ ભીમરાવ આંબેડકરના નામ પરથી રાખવામાં આવ્યુ હતુ.

એપને ડાઉનલોડ કરવાની રીત :-

સૌપ્રથમ તમારા સ્માર્ટફોનમાં ગૂગલ પ્લેસ્ટોર ઓપન કરો,ત્યારબાદ bhim national payment ટાઈપ કરો અને સર્ચ કરો, એપ ડાઉનલોડ કરીને ઇન્સ્ટોલ કરી લો ત્યારબાદ તેને ઓપન કરો

એપમાં તમારી બેંક સાથેના રજીસ્ટર્ડ મોબાઈલ નંબર સાથે લોગ ઈન કરો જેથી તમે આ એપથી નાણાં મોકલી કે મેળવી શકો છો.

એપનો ઉપયોગ :-

સૌ પ્રથમ એપ ઓપન કરીને તમારો પાસવર્ડ સેટ કરી લો,ત્યારબાદ તમને scan , pay , send અને request જેવા ઓપ્શન જોવા મળશે જેમાંથી send સિલેકટ કરો, તમારો બેંક સાથેનો રજીસ્ટર્ડ મોબાઈલ નંબર નાખીને વેરીફાય કરી લો, આ પછી મોકલવાની રકમ અને જરૂરી વિગતો ભરીને pay પર ક્લિક કરો જેનાથી UPI પીન માંગશે જે નાખવાથી નાણાં જેતે ખાતામાં ટ્રાન્સફર થઇ જશે.

આ સિવાય પણ જો ઇન્ટરનેટની સુવિધા ન હોય તો ફોનમાં USSD કોડ *99# ડાયલ કરીને પણ એપ પર કામ કરી શકાય છે.

Next Story