Connect Gujarat
ગુજરાત

જાણો ભરૂચમાં ક્યાંથી મળી આવ્યો પૌરાણિક કૂવો, શું છે તેનુ મહાત્મ્ય

જાણો ભરૂચમાં ક્યાંથી મળી આવ્યો પૌરાણિક કૂવો, શું છે તેનુ મહાત્મ્ય
X

ભૃગુઋષિ મંદિરમાંથી મળી આવેલા પૌરાણિક કૂવાનાં પાણી આરોગ્યપ્રદ છે કે નહીં તેની તપાસ કરતાં પાણી પીવામાં એકદમ મીઠું હોવા સાથે તેમાં ટીડીએસ ની માત્રા 100 મળી આવી હતી જેને જોતા શહેર-જિલ્લામાં પૌરાણિક ભૃગુઋષિ કૂવાનું પાણી પીવા માટે સૌથી ઉત્તમ આરોગ્યપ્રદ હોવાનું જણાવવામાં આવે છે.

ભરૃચના દાંડિયા બજાર સ્થિત ભૃગુઋષિ પૌરાણિક મંદિરે રીનોવેશન દરમિયાન પ્રાચીન કૂવો મળી આવ્યો છે સિત્તેર ફૂટ જેટલા ઊંડા કૂવામાંથી મીઠા જળ મળી રહ્યા હોવાનો જિલ્લામાં પ્રથમ બનાવ બન્યો છે આ વાવ કૂવા વિશે પુરાણોમાં પણ ઉલ્લેખ કરાયો છે. કૂવામાં વર્ષો બાદ પણ જળ અંકબંધ મળ્યાં છે. ભાર્ગવ સમાજ પંચ ના ટ્રસ્ટી રવિન્દ્રભાઈ હિડિયા જણાવ્યું હતું કે આ પ્રાચીન કૂવો મળી આવ્યો છે જેનો પુરાણોમાં પણ ઉલ્લેખ જોવા મળે છે મંદિર પરિસરમાંથી મળેલા પ્રાચીન કૂવાના પાણીમાં પીવા તેમ જ પ્રભુના સ્નાનાર્થે ઉપયોગ કરવામાં આવશે પુરાતત્વ વિભાગ સંશોધન કરે તો કેટલો જૂનો છે અને પ્રાચીન છે.

ઉલ્લેખનીય છે કે ભૃગુઋષિ મંદિરમાંથી મળી આવેલ પૌરાણિક કૂવાનું પાણી ધાર્મિક દ્રષ્ટિએ પણ અનેકગણું મહત્વ ધરાવતું હોવાનું પુરાણોમાં કરેલા ઉલ્લેખ મુજબ આ પાણી પીવા તેમ જતાં સ્નાનથી પાપોમાંથી મુક્તિ સાથે આરોગ્ય માટે પણ લાભદાયી હોવાનું મનાઇ રહ્યું છે જે દ્રષ્ટિએ કૂવાનું પાણી ધાર્મિતા પણ આગવું મહત્વ ધરાવે છે. ભૃગુઋષિ મંદિરના ના ટ્રસ્ટી એ જનતા માટે પણ આપવાનું કહ્યું હતું અને લોકોને આ પાણીથી લાભ થાય એવી આશા વ્યક્ત કરી હતી.

Next Story