Connect Gujarat
ગુજરાત

જાણો રાજકોટમા કઈ કઈ જગ્યાએ રંગોનો તહેવાર ધુળેટીને લઈ થઈ રહી છે તડામાર તૈયારીઓ

જાણો રાજકોટમા કઈ કઈ જગ્યાએ રંગોનો તહેવાર ધુળેટીને લઈ થઈ રહી છે તડામાર તૈયારીઓ
X

ધુળેટીના તહેવારને આડે હવે ગણતરીના દિવસો જ બાકી બચ્યા છે. ત્યારે ધુળેટીના તહેવારને લઈ તડામાર તૈયારીઓ આયોજકો દ્વારા પણ શરૂ કરવામા આવી છે. ત્યારે રાજકોટ શહેરની વાત કરીયે તો રાજકોટ શહેરમા જુદી જુદી પાંચ જગ્યાએ ધુળેટી પર્વ અંતર્ગત હોલી 2018નુ આયોજન કરવામા આવ્યુ છે. રાજકોટ વાસીઓ માટે એવુ કહેવાઈ છે કે તેઓ માત્ર તહેવારોને માત્ર માણતા નથી હોતા પરંતુ તેઓ તહેવારને જીવી જાણતા હોઈ છે. રાજકોટ શહેરના સદર બજાર વિસ્તારમા જુદા જુદા રંગોનુ વહેંચાણ શરૂ થઈ ગયુ છે.

કનેકટ ગુજરાત સાથેની વાતચીતમા મોટલ ધ વિલેજના ઓર્ગેનાઈઝર રચિત પોપટે જણાવ્યુ હતુ કે દર વર્ષની માફક મોટલ ધ વિલેજ દ્વારા એક સુંદર મજાનુ આયોજન કરવામા આવ્યુ છે. આ વર્ષે ફણ પ્રિયંકા વૈધ્ય પોતાના સંગીત થી ધુળેટી રમનારાઓને મનોરંજન પિરસસે તો સાથો સાથ ડિજેની પણ વ્યવસ્થા કરવામા આવી છે. તો સાથો સાથ મુડ પુલ, રેઈન ડાન્સ, ગેમ ઝોન, ગેમિંગ તેમજ સેલ્ફી ઝોનનુ આયોજન કરવામા આવ્યુ છે. તો સાથો સાથ અનલિમિટેડ બફેટનુ પણ આયોજન કરવામા આવ્યુ છે.કનેકટ ગુજરાત સાથેની વાતચીતમા ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન તેમજ હોટલ જડુસ ધી ફૂડ ફિલ્ડના માલિક નયના બા જાડેજાએ જણાવ્યુ હતુ કે રાજકોટમા જુદા જુદા ઈવેન્ટ ઓર્ગેનાઈઝર દ્વારા ઈવેન્ટનુ આયોજન કરવામા આવતુ હોઈ છે. પંરતુ બિજા આયોજન કરતા અમે આ વર્ષે કંઈક અલગ આયોજન કર્યુ છે. જેમા સદીઓ થી ચાલી આવતી લઠ્ઠમાર હોલીનો કન્સેપટ અમે લાવ્યા છી. તો સાથો સાથ અમે ઓર્ગેનીક કલરનો ઉપયોગ કરાવની છે. જેથી અમારે ત્યા એન્જોય કરવા આવનાર કોઈ પણ વ્યક્તિને કે તેની તવ્ચાને કોઈ પણ જાતની તકલિફ ન પડે. તો સાથો સાથ ડિજે વિથ રેન ડાન્સનુ પણ આયોજન કરવામા આવ્યુ છે.

Next Story