Connect Gujarat
ગુજરાત

જાણો લાફા કાંડ બાદ પણ શા માટે રાજ્ય સરકાર દ્વારા આપવામા આવનાર સિક્યુરીટી હાર્દિક પટેલે ઠુકરાવી

જાણો લાફા કાંડ બાદ પણ શા માટે રાજ્ય સરકાર દ્વારા આપવામા આવનાર સિક્યુરીટી હાર્દિક પટેલે ઠુકરાવી
X

આજ રોજ સુરેન્દ્રનગરમા કોંગ્રેસની સભા બલદાણા ગામે યોજાઈ હતી. જ્યા હાર્દિક પટેલના ચાલુ ભાષણ દરમિયાન તરૂણ ગજ્જર નામના વ્યક્તિએ સ્ટેજ પર ચઢી હાર્દિક પટેલને લાફો માર્યો હતો. જે બાદ સ્થાનિક કાર્યકર્તાઓ અને મહિલાઓ એ તરુણ ગજ્જરને ઢોર માર માર્યો હતો.તો રોષે ભરાયેલા કેટલાંક યુવાનોએ તો તરુણ ગજ્જરના કપડા પણ કાઢી નાંખી માર માર્યો હતો. જે બાદ તેને સારવાર અર્થે હોસ્પિટલમા ખસેડવામા આવ્યો છે. જે બાદ હાર્દિક પટેલે લેખિતમા અરજી પણ આપી હતી. જે અન્વયે એસપી દ્વારા તપાસના આદેશ આપવામા આવ્યા હતા. તો બિજી તરફ રાજ્યના મુખ્યમંત્રી દ્વારા સ્વતંત્ર તપાસના આદેશ પણ આપવામા આવ્યા છે. તો સાથેજ હાર્દિકને રાજ્ય સરકાર દ્વારા સિક્યુરીટી આપવાની વાત પણ કરી હતી. ત્યારે રાજકોટ એરપોર્ટ પર આવી પહોંચેલા હાર્દિક પટેલે રાજ્ય સરકાર દ્વારા આપવામા આવનાર સિક્યુરીટીને ઠુકરાવવાની જાહેરાત કરી હતી. તો સાથે જ જણાવ્યુ હતુ કે રાજ્ય સરકારની સિક્યુરીટી એ સિક્યુરીટી નથી પરંતુ જાસુસી છે. જેના કારણે હુ આ પહેલી વખત નહી પરંતુ બિજી વખત રાજ્ય સરકારની સિક્યુરીટી ઠુકરાવુ છુ.

તરુણ ગજ્જર ભાજપનો કાર્યકર્તા છે

રાજકોટ એરપોર્ટ પર આવી પહોંચેલા હાર્દિક પટેલે જણાવ્યુ હતુ કે તરુણ ગજ્જર ભાજપનો કાર્યકર્તા છે. ભાજપના સાસંદ સાથેના તેના ફોટા પણ વાઈરલ થયા છે. ઉલ્લેખનીય છે કે તરુણ ગજ્જર કડીનો રહેવાસી છે.

ભાજપના માણસો દ્વારા મારા પર હજુ પણ હુમલા કરવામા આવશે

હાર્દિક પટેલે વધુમા જણાવ્યુ હતુ કે જે રીતે કડીથી તરુણ ગજ્જર સુરેન્દ્રનગર પહોંચ્યો હતો. જે બાબત બતાવે છે કે મારી પર કરવામા આવેલ કૃત્ય પુર્વઆયોજીત હતુ. તો સાથેજ તેનુ કનેકશન ભાજપ સાથે નિકળતા એક વાત સપષ્ટ થાય છે કે ભાજપના માણસો દ્વારા જ મારા પર હુમલો કરાવવામા આવ્યો છે.

હાર્દિક પર હુમલા અંગે શુ કહ્યુ તરુણ ગજ્જરે

કનેકટ ગુજરાત સાથેની વાતચીતમા તરુણ ગજ્જરે જણાવ્યુ હતુ કે મને ત્રણ વર્ષથી હાર્દિક પટેલ પર ગુસ્સો છે. હુ બે વખત હાર્દિકનો વિરોધ કરવાનો પ્રયાસ કરી ચુક્યો છુ. હાર્દિક પટેલની જ્યારે અમદાવાદમા સભા હતી ત્યારે મારી પત્ની કલોલમા હોસ્પિટલમા દાખલ હતી. ત્યારે તેણી પ્રેગનેન્ટ હતી અને અમને ખુબ તકલીપ પડી હતી. તો ત્યારબાદ મારો દિકરો સવા વર્ષનો થયો હતો અને તે એક હોસ્પિટલમા હતો. તે સમયે હાર્દિક સુરતની જેલમા છુટતા ઈન્ટરનેટ સેવા બંધ કરવામા આવી હતી. રસ્તાઓ ત્યારે પણ ચક્કાજામ થયા હતા અમને ઘણી તકલિફોનો સામનો કરવો પડયો હતો. ત્યારે જ મે મનથી નક્કી કર્યુ હતુ કે હુ આને શબક શિખવાડીશ. હાર્દિક પટેલ પોતાની જાતને ગુજરાતનો હિટલર સમજે છે. તે ગુજરાતનો બાપ થોડીના છે તે ધારે ત્યારે ગુજરાત બંધ થઈ જાય.

Next Story