Connect Gujarat
ગુજરાત

જાણો શા માટે અમિતાભ બચ્ચને માગી દિનેશ કાર્તિકની માફી

જાણો શા માટે અમિતાભ બચ્ચને માગી દિનેશ કાર્તિકની માફી
X

ગઈકાલે પ્રેમદાસા સ્ટેડિયમમા એક જાદુઈ રમત રમાઈ હતી. જી, હા નિદહાસ ટ્રોફીની ફાઈનલ મેચમા બંને પાડોશી દેશો આમને સામને હતા. ભારત અને બાંગલાદેશ વચ્ચે રમાયેલ મેચમા ભારતે ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લિધો હતો. ત્યારબાદ બાંગલાદેશ દાવમા ઉતરતા માત્ર પાંચ ઓવરમા જ 33 રન સાથે ત્રણ વિકેટ પણ ગુમાવી હતી. જો કે ત્યારબાદ ચોથી અને પાંચમી વિકેટ માટે અમુક્રમે 33 અને 36 રનની ભાગીદારી થઈ હતી. ત્યારે 20મી ઓવર પુર્ણ થતા બાંગલાદેશે 8 વિકેટના નુકશાને 166 રન બનાવ્યા હતા. બાંગલાદેશ તરફથી સૌથી વધુ રન સબ્બીર રહેમાને બનાવ્યા હતા.

છેલ્લા બોલ પર લગાવી સિકસર

બાંગલાદેશે 167 રનનો પડકાર ભારતેને આપ્યો હતો. જેનો પીછો કરવા ઉતરેલ ટીમ ઈન્ડિયાની શરૂઆત પણ નબળી રહી હતી. માત્ર 32રનમા ભારતે પોતાની બે વિકેટ ગુમાવી હતી. જો કે ત્રીજી વિકેટ માટે રોહિત શર્મા અને લોકેશ રાહુલે મળી 51 રનની ભાગીદારી કરી હતી. જ્યારે છેલ્લી બે ઓવરમા ભારતને જીતવા 34 રનની જરૂર હતી. જો કે 19મી ઓવરમા દિનેશ કાર્તીકે બે સિકસ, બે ફોર અને બેરન લઈ કુલ 22 રન બનાવ્યા હતા. જ્યારે છેલ્લી ઓવરમા 6 બોલમા 12 રનની જરૂર હતી. જેમા છેલ્લા બોલે છ રનની જરૂર હતી ત્યારે દિનેશ કાર્તિકે વિનિંગ શોટ સાથે સિકસર લગાવતા ભારતનો ભવ્ય વિજય થયો છે.

https://twitter.com/SrBachchan/status/975433887261184005

અમિતાભ બચ્ચને માગી દિનેશ કાર્તિકની માફી

https://twitter.com/SrBachchan/status/975474469547360256

ભારતના વિજયથી સૌ કોઈ ખુશ હતુ. ત્યારે બિગ બિના ક્રિકેટ શોખથી સૌ કોઈ પરિચિત છે. ત્યારે બિગ બિ એ ટ્વિટ કરી કહ્યુ હતુ કે શાનદાર મેચ, ભારતને 2 ઓવરમાં જીતવા માટે 24 રનની જરૂર હતી અને કાર્તિકે જોરદાર રમત બતાવીને ટીમને જીત અપાવી. ટીમને ખુબ ખુબ અભિનંદન. જો કે થોડીકવાર પછી બીગ બીએ પોતાની ભૂલ સુધારતા એક બીજુ ટ્વિટ કર્યું હતું. જેમા તેમણે ટ્વિટમાં લખ્યું હતું, ‘કાર્તિકની માફી ચાહીશ. ભારતને જીત માટે 2 ઓવરમાં 34 રનની જરૂર હતી, 24 રનની નહીં.

Next Story