Connect Gujarat
દેશ

જાણો શીખ સમુદાયની સાહસિકતા વિશે,શું છે રાત્રીના બાર વાગ્યા નું રહસ્ય !

જાણો શીખ સમુદાયની સાહસિકતા વિશે,શું છે રાત્રીના બાર વાગ્યા નું રહસ્ય !
X

શીખ ધર્મનો ઉદય ગુરુ નાનક દેવજીની શિક્ષાઓ સાથે થાય છે, શીખનો અર્થ થાય છે શિષ્ય. જે લોકો ગુરુ નાનકજીની શિક્ષાઓ પર ચાલતા ગયા તે શીખ થઇ ગયા. ભારતીય ધર્મમાં શીખ ધર્મનો પવિત્ર અને સર્વોત્તમ સ્થાન છે. શીખોના પ્રથમ ગુરુ ગુરુનાનક દેવજી શીખ ધર્મના પ્રવર્તક છે.

ભારતીય સૈન્ય હશે કે કોઈ પણ ક્ષેત્ર સરદારજી નું સ્થાન દેશ સેવામાં અગ્રેસર રહ્યુ છે. ભલે ટીખળ ખોરો દ્વારા સરદારજીઓ પર ટુચકા બનાવી ને મજાક ઉડાવવામાં આવતી હોય પરંતુ શીખ સમુદાયની બહાદુરીના પરિણામે દેશની સ્ત્રીઓની રક્ષા થઇ હતી.

ભરૂચ ગૃરુદ્વારાના પાઠી સરદુર સિંઘજી એ કનેકટ ગુજરાત સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે સન 1947 થી 1964 દરમિયાન અફઘાનિસ્તાનના ગઝની શહેરમાં કહેવત હતી કે "મરઘી મોંઘી અને હિન્દુસ્તાન ની છોકરી સસ્તી" જેતે સમયે અફઘાનિસ્તાનના અહેમદ શાહ અબ્દાલી અને નાદિર શાહના ઓ એ શીખ જ્યાં પણ દેખાય ત્યાં તેઓને મારી નાખવાનો હુકમ કર્યો હતો, અને હિન્દુસ્તાન માંથી ધન દોલતની લૂંટ કરવાની સાથે હિન્દુસ્તાની છોકરીઓને પણ લઈ જતા હતા. ત્યારે કોઈમાં એવો દમ હતો નહિ કે તેઓનો સામનો કરી શકે.

જોકે બાબા દિપસીંઘ અને બાબા જસ્સાસીંઘ આહલુવાલિયા કે જેઓ પોતાના પરિવારજનો સાથે જંગલમાં રહેતા હતા, જોકે અફઘાની સૈન્ય સામે શીખ સૈન્યનું સંખ્યાબળ ખુબ ઓછુ હતુ. પંરતુ શીખ સૈન્ય અફઘાની સૈન્યની કમજોરી જાણતુ હતુ કે તેઓ શરાબ અને કબાબમાં તેઓ માસ્ટ રહેતા હતા, તેથી બાબા દિપસિંઘ અને બાબા જસ્સાસિંઘ આહલુવાલિયા દ્વારા ગોરીલા પદ્ધતિ અપનાવીને રાત્ર 12 કલાકે અફઘાની સૈન્ય પર હુમલો કરીને હિન્દુસ્તાન માંથી લૂંટી ગયેલી ધન દોલત અને સ્ત્રીઓ ને પરત લઇ આવ્યા હતા. જેના કારણે અફઘાન સૈન્યમાં દહેશત વ્યાપી ગઈ હતી કે જે કઈ લૂંટવું હોય તે લૂંટી લો નહીતો શીખ ના બાર વાગી જશે.

મધ્યરાત્રિ દરમિયાન કરેલી શીખ સમુદાયની સાહસિકતા થી આજે હિન્દુસ્તાન ની છબી અલગ છે જો રાત્રે 12 વાગે શીખ હિંમત પુર્વક દુશ્મનો ઉપર હુમલો ન કર્યો હોત તો કલ્પના પણ કરી ન શકાય કે હિન્દુસ્તાન ની હાલત શું હોત.

ઉલ્લેખનીય છે કે કોઈ સમુદાયની મજાક કરવી તેના પર હસવુ કે જોક કરવો એ બાબત ક્ષણિક આનંદ અપાવતી હશે પરંતુ તેની પાછળ રહેલી સત્યતા અંગે ની ખરાઈ કરીને સમજવું જોઈએ કે સમુદાય નો મજાક કરતા પહેલા તેનો આદર અને તેનું સન્માન કરવુ જોઈએ. ત્યારે શીખ એટલે કે સરદારજી ઓ પર મજાક કે જોકે કરતા પહેલા શીખ સમુદાય ની બહાદુરી ભરી નીતિ ને જાણી ને સમજીને તેનો આદરકારવો જોઈએ.

Next Story