Connect Gujarat
ગુજરાત

જાણો શું છે ભરૂચ, અંકલેશ્વરને જોડતા નવનિર્મિત કેબલ બ્રિજની વિશેષતાઓ

જાણો શું છે ભરૂચ, અંકલેશ્વરને જોડતા નવનિર્મિત કેબલ બ્રિજની વિશેષતાઓ
X

સમગ્ર ગુજરાતમાં ટ્રાફિકના નામે ઓળખાતા ભરૂચ નેશનલ હાઈવે નંબર 8નો ટ્રાફિક 7 માર્ચ થી હળવો થશે. ભરૂચ પાસે નર્મદા નદી પર 1344 મીટર લાંબા રૂપિયા 379 કરોડનાં ખર્ચે નિર્માણ થઇ રહેલા દેશનાં સૌથી લાંબા કેબલ સ્ટેઇડ(એકસ્ટ્રા ડોઝ) બ્રિજની કામગીરી પૂર્ણ થઇ ગઇ છે. અને તારીખ 7 મી ના રોજ દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આ બ્રિજનું લોકાર્પણ કરાશે.

આ બ્રિજ ની વિશેષતાઓ પર ધ્યાન કરીયે તો બ્રિજના 10 ટાવરોને એકસ્ટ્રા ડોઝ પ્રદાન કરવા કેબલ લગાડવામાં આવ્યા છે. બ્રિજની અન્ય સુવધાઓ જોઈએ તો

  • 4 લેન રોડ 17.4 મીટર
  • ફૂટપાથ(રિવર વ્યૂ)3 મીટર
  • ભારવહન ક્ષમતા 70 R IRC મુજબ
  • લાઇટિંગ 1.344 km આંતરરાષ્ટ્રીય માપદંડો પ્રમાણે
  • 400 થી વધુ LED લાઇટ
  • 1344 મીટર કુલ લંબાઈ
  • 20.8 મીટર કુલ પહોળાઈ
  • સ્પેમ 144 મીટરના 8 અને 96 મીટરના 2
  • ટાવર 10 બાય શેપ માં 18 મીટર ઉંચા
  • પીળા કેબલ 216 જે દરેક કેબલની લંબાઈ 25 થી 40 મીટરની છે.
  • 2014 ઓકટોબરે કામગીરી શરૂ
  • 2017 march પૂર્ણ.

Next Story