Connect Gujarat
દેશ

જાણો શુ છે કાળીચૌદશનુ મહત્વ તેમજ આ દિવસે ક્યા દેવી દેવતાઓનુ કરશો પુજન

જાણો શુ છે કાળીચૌદશનુ મહત્વ તેમજ આ દિવસે ક્યા દેવી દેવતાઓનુ કરશો પુજન
X

આસો વદ ચૌદશના દિવસને કાળી ચૌદશ તરીકે ઓળખવામાં આવે છે. સાથો સાથ આ દિવસને રૂપ ચતુર્દશી તેમજ નરક ચતુર્દશીના નામે પણ ઓળખવામાં આવે છે. ત્યારે આ દિવસનુ મહત્વ શું છે તે અંગે શાશ્ત્રી અસીતભાઈ જાની જણાવે છે કે આ દિવસે હનુમંત પુજન, બટુક ભૈરવ પુજન, કાળ ભૈરવ પુજન અને મહાકાલીની સાધના પણ કરવામાં આવે છે.

આખા વર્ષમા હિન્દુ ધર્મ પ્રમાણે ચાર રાત્રીનુ ખુબ જ મહત્વ રહેલુ છે. જેમા કાલરાત્રી, મહારાત્રી, મોહરાત્રી અને દારૂણ રાત્રી. તેમા કાલરાત્રી એટલે કાળી ચૌદશ. આ દિવસે સાધકો અને તાંત્રીકો મેલી વિધ્યાના તાંત્રીકો સ્મશાનમાં જઈ ભુત પ્રેતની સાધના કરે છે. પુરાણોની અંદર અને ઘણા ધર્મ ગ્રંથોની અંદર આ દિવસનુ ખુબ જ મહત્વ દર્શાવેલુ છે.

હવે જાણીએ આ દિવસનુ મહત્વ. વામન ભગવાને આ દિવસે બલિરાજા પાસે પૃથ્વી દાનમા લિધી હતી. આ દિવસથી આસો વદ ચૌદશ આરંભી અમાસ અને એકમ આમ ત્રણ દિવસમા સચરાચર ત્રણ ડગમા માપી લિધુ હતુ અને ભગવાન વામને બલિરાજાને વરદાન આપ્યુ હતુ કે તમારૂ કલ્યાણ થાઓ. તો સાથો સાથ બલિરાજાને કહ્યુ હતુ કે જે તમારા મનમા છે તે વરદાન માંગો. ત્યારે બલિરાજાએ કહ્યુ હતુ કે મે તો સચરાચર બધુ અને પૃથ્વી દાનમા આપી મારે કંઈ જોઈતુ નથી. પરંતુ સમસ્ત લોકકલ્યાણના હેતુથી હું તમારી પાસે માંગુ છુ. કે આ ત્રણ દિવસ એટલે કે આસો વદ ચૌદશ, અમાસ અને કારતક સુદ એકમ આ ત્રણ દિવસ પૃથ્વી પર બલિરાજાનુ રાજ્ય ગણાશે. આ ત્રણ દિવસના મારા રાજ્યમા બધા લોકો ઉત્સાહથી ઉમંગથી ઉત્સવો અને દેવોની પુજા કરશે. હે પ્રભુ આ દિવસોમા જે મનુષ્યદિપ માળા થી જેનુ ઘર પ્રકાશીત કરશે તે ઘરમા લક્ષ્મી સદાયને માટે વાસ કરશે, તે ઘરમા સદાય સંપ સુખ શાંતિ આપના આશીર્વાદ થી રહેશે.

જે સાધકો આજના દિવસે જે મંત્રની સાધના કરશે જે દેવોની સાધના કરશે તેને સિધ્ધિ પ્રદાન કરો તેને મંત્ર સિધ્ધિ પ્રાપ્ત થાય તેવી કૃપા કરો. આસો વદ ચૌદશના દિવસે કાળા તલના તેલમા લક્ષ્મીજીનો વાસ હોઈ છે અને પાણીમા ગંગાજીનો વાસ હોઈ છે. તેથી આ દિવસે પાણીમા કાળા તલનુ તેલ ઉમેરી જે મનુષ્ય અભ્યંગ સ્નાન કરે છે તેને નરકમા જવુ પડતુ નથી. તેમજ તેના સમસ્ત પાપોનો નાશ થાઈ છે. આ દિવસે હનુમાનજી ને અડદ, તેલ અને સિંદુર વડે પુજા કરવામાં આવે છે અને તેના દર્શન માત્ર થી બધા વિઘ્નો નાશ પામે છે. આ દિવસે બટુક ભૈરવ અને કાળ ભૈરવની પણ સાધનવા કરવામાં આવે છે. કાલરાત્રી એ મહાકાળીની ઉપાસનાનુ પણ મહત્વ રહેલુ છે. આ દિવસે મનુષ્યો પોતાના કુળમા પુજાતા વિર પુરૂષો ને નૈવેધ ધરાવે છે. ખંડ પુરે છે અને બધા લોકો રાત્રીના સમયે અડદના વડા અને ચોખાનો પ્રસાદ આનંદ પુર્વક ગ્રહણ કરે છે.

Next Story