Connect Gujarat
ગુજરાત

જામનગરઃ સિવિલ હોસ્પિટલ કેટલી સુરક્ષિત? મહિલા બાળકીને ઉપાડી જતાં સુરક્ષાની ખુલી પોલ

જામનગરઃ સિવિલ હોસ્પિટલ કેટલી સુરક્ષિત? મહિલા બાળકીને ઉપાડી જતાં સુરક્ષાની ખુલી પોલ
X

નર્સનાં ડ્રેસમાં વોર્ડમાં આવેલી અજાણી મહિલા બાળકીને ઈન્જેક્શન આપવાના બહાને લઈને અપહરણ કરી ગઈ હતી

જામનગરની સિવિલ હોસ્પિટલમાં એક ગર્ભવતી મહિલાએ બાળકીને જન્મ આપ્યો હતો. જે થોડા સમયમાં જ નર્સનાં રૂપમાં આવેલી મહિલાએ ઈન્જેકશન આપવાના બહાને બાળકીને સાથે લઇ ગઈ હતી. હોસ્પિટલ બહાર રીક્ષામાં બેસી બાળકીનું અપહરણ કર્યું હતું. આ ઘટનાની જાણ પોલીસને કરાતા પોલીસે ગણતરીના કલાકોમાં જ બાળકીને શોધી કાઢી પરિવારને સોંપી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

જામનગરના શંકર ટેકરી વિસ્તારમાં રહેતા સુહાના બહેનને પ્રસુતિ પીડા ઉપડતાં શહેરની ગુરુગોવિંદ સિંહ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જેણે બપોરનાં સમયે એક બાળકીને જન્મ આપ્યો હતો. જન્મનાં બે કલાક બાદ નર્સનો ડ્રેસ પહેરીને વોર્ડમાં આવેલી અજાણી મહિલાએ બાળકીને ઈન્જેકશન આપવાના બહાને ત્યાંથી લઈ ગઈ હતી. જે સીધી જ બહાર નીકળી રીક્ષામાં બેસીને બાળકીનું અપહરણ કરી ચાલી ગઈ હતી.

ત્યારબાદ શહેરનાં ખોડિયાર કોલોની વિસ્તારમાં મહિલાને બાળકી સોંપી અને મંદિરે દર્શન કરવાના બહાને ત્યાંથી નાસી છૂટી હતી. આ સમગ્ર ઘટનાની જાણ પોલીસ વિભાગને થતાં જીલ્લા પોલીસ વડા શરદ સિંઘલ સહીતનો પોલીસ કાફલો સિવિલ હોસ્પિટલ દોડી ગયો હતો. સમગ્ર જીલ્લામાં નાકાબંધી કરાવી હતી. ગણતરીની કલાકોમાં જ પોલીસે બાળક ને શોધી તેની માતા ને સોપી હતી.

Next Story