Connect Gujarat
ગુજરાત

જામનગરઃ NDRFની ટીમ દ્વારા શાળા-કોલેનજનાં વિદ્યાર્થીઓને માર્ગદર્શન

જામનગરઃ NDRFની ટીમ દ્વારા શાળા-કોલેનજનાં વિદ્યાર્થીઓને માર્ગદર્શન
X

વરસાદ-વાવાઝોડા જેવી કુદરતી હોનારતમાં કેવી રીતે બચી શકાય તેના ઉપાયો બતાવ્યા

હાલમાં ચોમાસાની સીઝન ચાલી રહી છે ત્યારે ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાવાના સમાચાર સામે આવતા હોય છે. સાથે વાવાઝોડા જેવી કુદરતી આપત્તિઓમાં કેવા પ્રકારના પ્રાથમિક પગલાં લેવા કે એનાડીઆરએફની ટીમ કેવીરીતે કામ કરે છે. તે સમગ્ર માહિતી જામનગરની શાળા - કોલેજોના વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી.

[gallery size="full" td_select_gallery_slide="slide" ids="55451,55452,55453,55454,55455,55456,55457,55458,55459,55460"]

ગાંધીનગર એનાડીઆરએફ દ્વારા જામનગર શહેરમાં એક ટીમ નિયુક્તિ કરવામાં આવી છે. જે હાલમાં ચોમાસાની સીઝન ચાલતી હોય ત્યારે ભારે વરસાદનાં કારણે ઠેર ઠેર પાણી ભરાતા હોય છે. નદીમાં પુર આવવાના બનાવ બને છે. ત્યારે લોકો ને કેવીરીતે બચાવવા કયા પ્રકારના પ્રાથમિક પગલાં લેવા. જેવી તમામ પ્રકારની માહિતી એનાડીઆરએફની ટીમ દ્વારા જામનગર શહેરની અલગ અલગ સ્કૂલો કોલેજોમાં વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. તેમજ એનાડીઆરએફ દ્વારા પુર અને વાવાઝોડા જેવી કુદરતી હોનારત માં કેવીરીતે લોકોની મદદ કરે છે, અને કામ કરે છે. તેનું લાઈવ ડેમોસ્ટ્રેશન વિદ્યાર્થીઓને આપવામાં આવ્યું હતું.

Next Story