Connect Gujarat
ગુજરાત

જામનગરના કમિશનર અને જિલ્લા કલેકટર દ્વારા હોટેલો, રેસટોરેન્ટ અને કોંચિંગ ક્લાસીસનું જાત નિરીક્ષણ કર્યું

જામનગરના કમિશનર અને જિલ્લા કલેકટર દ્વારા હોટેલો, રેસટોરેન્ટ અને કોંચિંગ ક્લાસીસનું જાત નિરીક્ષણ કર્યું
X

સુરતમાં આગના બનાવમાં મૃત્યુ પામેલા માસૂમ બાળકોના બનાવનો પડઘો જામનગર સુધી પડ્યો છે. જામનગર મ્યુન્સિપાલ કમિશનર તેની ટિમ સાથે જામનગરના તમામ ક્લાસીસમાં ફાયર સેફટીના પગલાં અંગે ચેકિંગમાં નીકળ્યા હતા.કલાસીસોમાં ફાયર સેફટીના સાધનો વસાવવા માટેનું સૂચન આપવામાં આવ્યું હતું. જો નિયત સમયમાં ફાયર સેફટીના સાધનો વસાવવામાં નહીં આવે તો ક્લાસીસો બંધ કરવવામાં આવશે.

સુરતના એક ક્લાસીસમાં આગમાં માસૂમ વિધાર્થીઓના મૃત્યુનો બનાવના પડઘા જામનગરમાં પડ્યા છે. જામનગર મહાનગર પાલિકાના કમિશનર સતિશ પટેલ આજે તેની ટિમ સાથે શહેરમાં ચાલતા કોચિંગ ક્લાસીસ ના ચેકિંગ માં નીકળ્યા હતા અને ક્લાસીસો માં ફાયર સેફટી ના સાધનોના અભાવ અંગે કમિશનર સતિશ પટેલ દ્વારા ક્લાસીસ સંચાલકોને હાલ ફાયર સેફટીના સાધનો વસાવવા માટેના સૂચનો આપવામાં આવ્યા હતા.

જામનગર જિલ્લા કલેકટર રવિશંકરના આદેશ મુજબ આજે કલેકટર રવિશંકર અને મ્યુનિસિપલ કમિશનર સતિશ પટેલ અને તેમની ટિમએ શહેરના પટેલ કોલોની , ગુરુદ્વારા ચોકડી, સાધના કોલોની અને પટેલ પાર્ક જેવા અનેક વિસ્તારોમાં ચાલતા હોટેલો, રેસટોરેન્ટ અને કોંચિંગ ક્લાસીસ નું જાત નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને જે હોટેલ રેસટોરેન્ટ અને કોંચિંગ ક્લાસીસમાં ફાયર સેફટી ના સાધનો નો અભાવ જણાય ત્યાં તેના સંચાલક ને ફાયર સેફટી ના સાધનો વસાવવા માટે સૂચન આપવામાં આવ્યા હતા આ કામગીરી જામનગર મહાનગર પાલિકા ની 6 ટિમ દ્વારા અવિરત ચાલુ રાખવામા આવશે.

Next Story