Connect Gujarat
ગુજરાત

જામનગરની કોર્ટમાં ફિલ્મ ફેર એવોર્ડ વિજેતા પ્રોડ્યુસર રાજકુમાર સંતોષી રહ્યા હાજર

જામનગરની કોર્ટમાં ફિલ્મ ફેર એવોર્ડ વિજેતા પ્રોડ્યુસર રાજકુમાર સંતોષી રહ્યા હાજર
X

ઉધોગપતિને આપેલ 90 લાખના 9 ચેકો બાઉન્સ થતા જીતુલાલે ફરિયાદ નોંધાવી હતી

રાજકુમાર સંતોષીને આગામી મહિનાની તા.23 મે ની મુદ્દત પડી છે

જામનગરની કોર્ટમાં ફિલ્મ ફેર એવોર્ડ વિજેતા પ્રોડ્યુસર રાજકુમાર સંતોષી હાજર રહ્યા હતા.જામનગરના ઉધોગપતિને અપાયેલા 9 ચેકો પરત ફરતા કોર્ટમાં કેસ કરાયો હતો.ઉધોગપતિને આપેલ 90 લાખના 9 ચેકો પરત ફર્યા હતા.ચેક બાઉન્સ થતા જીતુલાલે ફરિયાદ નોંધાવી હતી.જો કે 2017થી રાજકુમાર સતોષી કોર્ટમાં હાજર રહેતા ન હતા.આજે કોર્ટમાં રાજકુમાર સંતોષીની પેશી થઇ હતી.

ફિલ્મ પ્રોડ્યુસર રાજકુમાર સંતોષીએ ઘાયલ ,ઘાતક જેવા ફિલ્મ બનાવી છે અને ફિલ્મફેર એવોર્ડ વિજેતા પ્રોડ્યુસર છે. જામનગરના ઉદ્યોગપતિ જીતુ લાલે પ્રોફેસર રાજકુમાર સંતોષીને આર્થિક સંકડામણમાં મદદ કરી હતી. જોકે રાજકુમાર સંતોષીએ જીતુ લાલ ને પૈસા આપવાના બદલે ચેક મોકલ્યા હતા અને બાઉન્સ થયા હતા. જામનગર કોર્ટમાં રાજકુમાર સંતોષી વિરુદ્ધ નેગોસીયેબલ એકટ મુજબ કેસ દાખલ કરવામાં આવ્યો છે.રાજકુમાર સંતોષીને આગામી મહિનાની તા.23 મે ની મુદ્દત પડી છે.

Next Story