Connect Gujarat
ગુજરાત

જામનગરમાં તહેવારને ધ્યાનમાં લઇ ફૂડ શાખા દ્વારા રેસ્ટોરન્ટ અને મીઠાઈની દુકાનોમાં દરોડા પાડવામાં આવ્યા

જામનગરમાં તહેવારને ધ્યાનમાં લઇ ફૂડ શાખા દ્વારા રેસ્ટોરન્ટ અને મીઠાઈની દુકાનોમાં દરોડા પાડવામાં આવ્યા
X

જામનગર શહેર માં તહેવાર ના દિવસો નજીક આવતા ફૂડ શાખાના ઠેર ઠેર દરોડા પાડવામાં આવ્યા હતા 50 થી વધુ હોટલ રેસ્ટોરન્ટ અને મીઠાઇ ફરસાણની દુકાનોમાં ચેકિંગ કરી 6 મીઠાઇના વિક્રેતાઓને ત્યાંથી મીઠાઈના સેંપલો લેવામાં આવ્યા હતા

જામનગર મહાનગર પાલિકાની ફૂડ શાખા દ્વારા ગઇકાલ સાંજે તેમજ આજે સવારે આગામી જન્માષ્ટમી ના તહેવારોને લઈને ચેકિંગ હાથ ધરવામાં આવ્યુહતું 50 થી વધુ સ્થળો એ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અને સ્વચ્છતા અંગે જરૂરી સૂચનો અપાયા છે ઉપરાંત 6 મીઠાઇ ના વિક્રેતાઓને ત્યાંથી સેમ્પલ ઑ એકત્ર કરવામાં આવ્યા હતા જામનગર શહેર માં આગામી સાતમ આઠમ ના તહેવારો દરમ્યાન લોકોને શુધ્ધ અને સ્વચ્છ ખોરાક મળી રહે તે હેતુસર જામનગર મહાનગર પાલિકા ની ફૂડ શાખા ને દોડતી કરાઇ હતી રાંધણ છઠ્ઠ ના તહેવાર ના દિવસથી જ શહેર ની મોટાભાગની દુકાનો તેમજ હોટલ રેસ્ટોરન્ટ માં ખાદ્ય સામગ્રીઓ તૈયાર થઈ જતી હોય છે જેથી ગઇકાલે સાંજે તેમજ આજે સવારે ફૂડ વિભાગની જુદી જુદી ત્રણ ટીમો એ સામૂહિક રીતે દરોડા પડ્યા હતા

જામનગર ના રણજીત રોડ, સેંટરલ બેન્ક, હવાઈચોક, પટેલ કોલોની , લીમડા લાઇન, રણજીતનગર સાધનાકોલોની રોડ વગેરે વિસ્તારો માં તેમજ ત્રણબતી અને જૂના રેલ્વે સ્ટેશનાસપાસ ના વિસ્તારો આવેલી હોટલ રેસ્ટોરન્ટ તેમજ મીઠાઇ અને ફરસાણ ના વિક્રેતાઓ વગેરે મળી કુલ 51 જેટલા સ્થળે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને તેઓને મીઠાઇ ના સેંપલો એકત્ર કરી ને પૃથ્થકરણ માટે લેબોરેટરીએ મોકલી આપવામાં આવ્યા હતા

Next Story