Connect Gujarat
ગુજરાત

જામનગરમાં નોંધાયો કૉંગો ફીવરનો પ્રથમ કેસ

જામનગરમાં નોંધાયો કૉંગો ફીવરનો પ્રથમ કેસ
X

જામનગર માં આજે કૉંગો ફીવર નો પ્રથમ કેસ નોંધાયો હતો. જામનગરની ગુરૂ ગોવિંદસિંઘ સિવિલ હોસ્પિટલ માં ફરજ બજાવતા અને રામેશ્વરનગર માં રહેતા ડોકટરને કૉંગો ફીવર નીકળતા ડોકટરો માં દોડધામ મચી હતી. આ પગલે તાત્કાલિક જામનગર જિલ્લા કલેકટર દ્વારા મિટિંગ યોજી જરૂરી માહિતી પત્રકારો ને આપી હતી.

સૌરાષ્ટ્ર માં કૉંગો ફીવરે કાળો કેર વરતાવ્યો છે ત્યારે જામનગર ની ગુરૂગોવિંદસિંઘ સિવિલ હોસ્પિટલ માં ફરજ બજાવતા અને રામેશ્વરનગર માં રહેતા 27 વર્ષીય મહિલા ડોકટર ના કફ અને બ્લડ ના નમૂના લેબ માં મોકલવામાં આવ્યા. ત્યારે મહિલા ડોકટરને કૉંગો ફીવર પોઝિટિવ નો રિપોર્ટ આવતા સમગ્ર ડોકટરો માં દોડધામ મચી જવા પામી હતી. જામનગર માં કૉંગો ફીવર નો પ્રથમ કેસ નોંધાતા તાત્કાલિક રાજ્ય ના આરોગ્ય ખાતાને જાણ કરવામાં આવી હતી. તેમજ આ સમસ્યાં ને પહોંચી વળવા માટે જામનગર જિલ્લા કલેકટર રવિશંકર દ્વારા તાત્કાલિક પત્રકાર પરિષદ યોજી કૉંગો ફીવર કેવીરીતે ફેલાય છે અને તેનો નાશ કેમ કરવો તેની તમામ માહિતી પત્રકારો ને આપી હતી.

આ પરિસંવાદમાં ક્રીમિઅન કોંગો હેમોરેજીક તાવના ફેલાવા વિશે જાણકારી આપતા કહ્યું હતુ કે, આ રોગ પ્રાણીજન્ય છે ગાય, ભેંસ જેવા દુધાળા પશુઓથી લઇ શહેરી વિસ્તારોમાં ઘરમાં પાળતા બિલાડી, કુતરા જેવા પ્રાણીઓ પર પણ આ રોગને ફેલાવતી ઈતરડી ઉત્તપન થાય છે. આ ઈતરડી હાથ કે શરીરના કોઈપણ ભાગના સંપર્કમાં આવીને વ્યક્તિને ચેપ લગાડી શકે છે. ચેપ લાગ્યાના થોડા દિવસો બાદ વ્યક્તિને રોગના ચિહ્નો જોવા મળતા હોય છે જે અનુસાર ભારે તાવ સાથે ચક્કર, પેટમાં દુખાવો, સાંધામાં દુખાવો, ઝાડા જેવા લક્ષણો આ રોગના પ્રમુખ લક્ષણો છે.

આ રોગને અટકાવવા માટે પશુપાલન સાથે જોડાયેલા લોકોએ પશુઓના રહેઠાણમાં જંતુનાશક દવાઓ છાંટવી અને જો તિરાડ હોય તો રહેણાંકની તિરાડનુ રિપેરીંગ ખાસ કરાવવું. આ પ્રકારની ઈતરડી ઉકરડામાં ખુબ ઝડપથી વધે છે તેથી ઉકરડાનો વૈજ્ઞાનિક પધ્ધતિથી નિકાલ કરવો આ ઉપરાંત આ રોગના રોગીની સારવાર કરનાર અથવા જે તે પ્રાણીના સંસર્ગમાં આવનાર કૃષિકારો, પશુ ચિકિત્સકો, ડોક્ટર/નર્સ પણ લોહીના સંપર્કમાં આવે તો રોગનો ચેપ લાગી શકે છે આથી તેમને પણ સારવાર સમયે રક્ષણાત્મક કપડા અને સાધનોનો ઉપયોગ કરવો આવશ્યક છે.

Next Story