Connect Gujarat
ગુજરાત

જામનગર :  ઓમ ટ્રેનીંગ સેન્ટરના દિવ્યાંગ, માનસિક ક્ષતિગ્રસ્ત બાળકોને બસ અર્પણ કરાઇ

જામનગર :  ઓમ ટ્રેનીંગ સેન્ટરના દિવ્યાંગ, માનસિક ક્ષતિગ્રસ્ત બાળકોને બસ અર્પણ કરાઇ
X

રાજ્યસભાના સાંસદ અને જામનગરના પનોતા પુત્ર રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના પરિમલભાઈ નથવાણીના જન્મદિવસ દિવસે તેમના પુત્ર ધનરાજભાઈ નથવાણી દ્વારા બસ અર્પણ કરાઇ

રાજ્યસભાના સાંસદ અને જામનગરના પનોતા પુત્ર રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના પરિમલભાઈ નથવાણીના જન્મદિવસ દિવસે તેમના પુત્ર ધનરાજભાઈ નથવાણી દ્વારા ઓમ ટ્રેનીંગ સેન્ટરના દિવ્યાંગ, માનસિક ક્ષતિગ્રસ્ત બાળકોને બસ અર્પણ કરવામાં આવી હતી.

[gallery td_select_gallery_slide="slide" size="large" ids="83193,83194,83195,83196,83197,83198,83199"]

ઓમ ટ્રેનીંગ સેન્ટર જામનગર દ્વારા 50 થી વધુ માનસિક ક્ષતિ વાળા બાળકોની કેળવણી અને તાલીમ આપવામાં આવે છે.ઓમ ટ્રેનીંગ સેન્ટર દ્વારા આ પ્રવૃતિ ખોડિયાર કોલોની મેહુલનગર ટેલિફોન એક્સચેન્જ નજીક છેલ્લા નવ વર્ષ થી કરવામાં આવી રહી છે. ટ્રેનીંગ સેન્ટરમાં તાલીમ માટે આવતા દિવ્યાંગ બાળકો ને તકલીફ પડી રહી હતી. આ અંગે ઓમ ટ્રેનીંગ સેન્ટરના સંચાલક શ્રીમતી ડીમ્પલબેન મહેતા એ રીલાયન્સના ધનરાજભાઈ નથવાણી નું ધ્યાન દોરતા તેઓ એ તાત્કાલિક બસ ફાળવી આપી હતી.

રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણીના જન્મદિવસ પર આ બસ અર્પણ કરવામાં આવી તે પ્રસંગે રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના અંતાણી, કુંજન રાવ, વરુણભાઈ, અને ઓમ ટ્રેનીંગ સેન્ટર ના ડીમ્પલબેન મ્હેતા સીમાબેન , નિતિનભાઈ મહેતા, ભીખુભાઈ બાવરીયા, રોહિતભાઈ જોશી જયશ્રીબેન જોશી કૈલાશબેન બાવરીયા, રાજુભાઇ થાનકી વિગેરે હાજર રહ્યા હતા. આ તકે ઓમ ટ્રેનીંગ સેન્ટરના સંચાલિકા ડીમ્પલબેન મહેતા એ માનસિક ક્ષતિગ્રસ્ત અને દિવ્યાંગ બાળકો ની વેદના પ્રત્યે રીલાયન્સના પરિમલભાઈ નથવાણી અને ધનરાજભાઈ નથવાણી એ સંવેદના બતાવી તે માટે તેમનો આભાર વ્યક્ત કરી ઋણ સ્વીકાર કર્યો હતો.

Next Story